Fake Butter-Ghee: શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ

Amul Fake Butter: યુપી પોલીસે ગેંગના લીડર સહિત 5 લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ ગેંગના અન્ય 6 સભ્યોની શોધખોળ કરી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી 65 લાખની કિંમતના બટરની જાણિતી બ્રાન્ડના રેપર અને નકલી ઘી-માખણ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે.

Fake Butter-Ghee: શું તમે પણ ઝેર નથી ખાઇ રહ્યા ને! અમૂલના રેપરમાં નકલી બટર વેચનાર રેકેટનો પર્દાફાશ

Amul Fake Ghee and Butter: ઉત્તર પ્રદેશના નોઈડાની કોતવાલી ફેઝ-3 પોલીસે એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. આ ટોળકી શહેર અને આસપાસના શહેરોમાં અમૂલ જેવી બ્રાન્ડેડ કંપનીના રેપર અને પેકિંગમાં સસ્તા અને હલકી ગુણવત્તાની કંપનીઓનું માખણ-ઘી વેચતી હતી. પોલીસે ગેંગના લીડર સહિત 5 લોકોની ધરપકડ કરી છે, જ્યારે પોલીસ ગેંગના અન્ય 6 સભ્યોની શોધખોળ કરી રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી 65 લાખની કિંમતના માખણની જાણિતી બ્રાન્ડના રેપર અને નકલી ઘી-માખણ બનાવવા માટે વપરાતી સામગ્રી પણ જપ્ત કરી છે.

સંજય, રાજકુમાર, આસિફ, સાજીદ અને દીપક બ્રાન્ડેડ કંપનીઓના રેપરમાં લપેટી નકલી અને સબસ્ટાન્ડર્ડ બટર સપ્લાય કરતા હતા. આ ગેંગને સંજય અને રાજકુમાર ચલાવતા હતા. આ કેસમાં પોલીસે 6 ફરાર આરોપીઓને ઝડપી લેવા દરોડા પાડી રહ્યા છે. ડીસીપી નોઈડા સેન્ટ્રલ રામબદન સિંહે કહ્યું કે પોલીસની સૂચના પર ફૂડ સેફ્ટી વિભાગે જપ્ત કરાયેલા માખણના નમૂનાને તપાસ માટે મોકલ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે.

આ રીતે પોલીસે કર્યો હતો પર્દાફાશ
ડીસીપી રામ બદન સિંહે જણાવ્યું હતું કે સ્થાનિક ગુપ્તચર અને બીટ પોલીસિંગ દ્વારા માહિતી મળી હતી કે કેટલાક લોકો જીટી 58 સેક્ટર 70 માં એક મકાનમાં નકલી ઘી અને માખણ બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. માહિતીના આધારે એક ટીમ બનાવી દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન ગેંગના લીડર સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી 65 લાખના બટર જાણિતી બ્રાન્ડના રેપર અને નકલી ઘી-માખણ બનાવવાની વસ્તુઓ મળી આવી છે.

નકલી ઘી કેવી રીતે ચકાસી શકાય?
- ઘી શુદ્ધ છે કે નહીં તે જાણવા માટે તેમાં આયોડીનના 4 કે 5 ટીપાં મિક્સ કરો. જો ઘીનો રંગ વાદળી થઈ જાય તો તે ભેળસેળવાળું છે કે તેમાં બટાટા ભેળવવામાં આવ્યા છે.

- બીજી રીત એ છે કે એક વાસણમાં એક ચમચી ઘી કાઢી લો. આ પછી તેમાં થોડું હાઇડ્રોક્લોરિક એસિડ અને 1 ચપટી ખાંડ ઉમેરો અને મિક્સ કરો. જો તેનો રંગ લાલ થઈ જાય તો તેમાં ભેળસેળ કરવામાં આવી છે.

- ત્રીજી રીત છે હાથની હથેળીમાં થોડું ઘી ઘસીને સૂંઘવું. જો થોડા સમય પછી ગંધ આવતી બંધ થઈ જાય તો તેનો અર્થ એ છે કે ઘી શુદ્ધ નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news