કોંગ્રેસના લલ્લૂઓ 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય, પાટીલે જાહેરમાં ફેંક્યો પડકાર

Lok Sabha Election 2024: ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે કચ્છમાં આજે ભાજપના નવનિર્મિત કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે વિવિધ મુદ્દે વાત કરી હતી. પાટિલે કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા. 
 

કોંગ્રેસના લલ્લૂઓ 2024માં રામ મંદિરના દર્શન કરવા આવી જાય, પાટીલે જાહેરમાં ફેંક્યો પડકાર

કચ્છઃ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટિલ આજે ભુજના પ્રવાસે છે. ભુજમાં ભારતીય જનતા પાર્ટીના નવા કાર્યાલયનું પાટિલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા તમામ જિલ્લામાં અત્યાધુનિક કાર્યાલય બનાવવામાં આવી રહ્યા છે. આજથી એક વર્ષ પહેલા ભાજપના કાર્યાલયનું સી.આર. પાટિલના હસ્તે ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું. 14 મહિનામાં કચ્છ કમલમ કાર્યાલય તૈયાર કરીને આજે વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભુજ ખાતે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સંગઠન મહામંત્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદ ચાવડા, ઝોન મહામંત્રી રજનીભાઇ પટેલ, જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ દેવજી વરચંદ, 6 ધારાસભ્યો સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ૧૪ હજાર ફીટ બાંધકામ, ૧૩૦૦ વાર જગ્યામાં ભાજપનું નવું કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે. નવા કાર્યાલયમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારો માટે બેસવાની અને લોકોના પ્રશ્નો સાંભળવાની વ્યવસ્થા સાથે કોન્ફરન્સ હોલ, વિશાળ પાર્કિંગ, રપ૦ જણની ક્ષમતાનો મીટિંગ હોલ, પેન્ટ્રી કિચન, બેઝમેન્ટમાં વિશાળ હોલ, કોલ સેન્ટર સહિતની સુવિધા ઊભી કરવામાં આવી છે. અત્યાધુનિક કચ્છ કમલમ કાર્યાલયનું લોકાર્પણ કરી ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને અર્પણ કરવામાં આવ્યું છે.

કાર્યાલયના લોકાર્પણ સમયે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે કોંગ્રેસ અને ભાજપનાં નેતાઓ પર પણ માર્મિક પ્રહાર કર્યા હતા. કચ્છ જિલ્લા ભાજપના નૂતન કાર્યાલયનાં લોકાર્પણ સમયે કોંગ્રેસીઓને લલ્લું કહ્યા તો નીમાબેનને મહાકંજૂસ ગણાવ્યા હતા તો માજી કચ્છી મંત્રીને ઈશારામાં ભાન વગરનાં કહ્યાં હતા. મંદિર વહી બનાએગે તારીખ નહીં બતાએગે તેવું કહેતા હતા કોંગ્રેસીઓ લલ્લુઓ હવે અયોધ્યા જઈને જોઈ આવજો તેવી ખુલ્લેઆમ ટકોર કરી હતી.

મોદી સરકારમાં વિકાસ કાર્યો થયાં હોવાનું જણાવી કચ્છનાં ભાજપી નેતાઓને સંકેતની ભાષામાં જાહેરમાં ચાબખા માર્યા હતા. નીમાબેને કમલમમાં ફાળો નથી આપ્યો જેથી તેમની પાસેથી ઉઘરાણી કરજો તેવી જાહેરમાં ટકોર કરી હતી. ભૂતપૂર્વ ધારાસભ્ય અને કચ્છી મંત્રીને તેઓ શું બોલે છે તેની ખબર નથી તેવું જાહેરમાં બોલીને વાસણભાઇ ને ભાન વગરના ગણાવ્યા હતા. કેશુભાઈને પણ શાનમાં સમજી આગામી ચૂંટણીથી દૂર રહેવા માટે ગર્ભિત ઈશારો કર્યો હતો. આ કાર્યક્રમમાં સાંસદ વિનોદ ચાવડા જૂથનો હાથ ઉપર રહ્યાંની કાર્યકર્તાઓમાં ચર્ચા હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news