Fact Check: 1 સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના વીજળી બિલ માફ થઈ જશે?

 શું તમે પણ વીજળીના બિલની માફીને લઈને કોઈ ખબર સાંભળ્યા છે કે વાંચ્યા છે? તમને લાગે છે કે તમારું વીજળીનું બિલ 1 સપ્ટેમ્બરથી માફ થવાનું છે? તો થોભો...કારણ કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે. જો તમે આવા કોઈ સમાચાર જાણ્યા હોય કે વીડિયો જોયો હોય તો તેના પર જરાય વિશ્વાસ ન કરતા. આવો તમને આ ખબરની સચ્ચાઈ જણાવીએ...
Fact Check: 1 સપ્ટેમ્બરથી દેશભરમાં બધાના વીજળી બિલ માફ થઈ જશે?

નવી દિલ્હી: શું તમે પણ વીજળીના બિલની માફીને લઈને કોઈ ખબર સાંભળ્યા છે કે વાંચ્યા છે? તમને લાગે છે કે તમારું વીજળીનું બિલ 1 સપ્ટેમ્બરથી માફ થવાનું છે? તો થોભો...કારણ કે આ સમાચાર સંપૂર્ણપણે ફેક ન્યૂઝ છે. જો તમે આવા કોઈ સમાચાર જાણ્યા હોય કે વીડિયો જોયો હોય તો તેના પર જરાય વિશ્વાસ ન કરતા. આવો તમને આ ખબરની સચ્ચાઈ જણાવીએ...

ફેક છે આ ન્યૂઝ
અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યૂટ્યુબ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કહેવાય છે કે સરકાર વીજળીનું બિલ માફી યોજના 2020 લાવી રહી છે. આ યોજના હેઠળ તમામ લોકોના ઘરના વીજળીના બિલ સંપૂર્ણપણે માફ થઈ જશે. 

PIBએ Fact Checkમાં જણાવ્યું
આ ફેક ન્યૂઝ અંગે PIBએ ફેક્ટ ચેક કરીને જણાવ્યું છે કે આ દાવો ફેક છે. સરકાર તરફથી આવી કોઈ પણ પ્રકારની યોજનાની જાહેરાત કરવામાં આવી નથી. 

— PIB Fact Check (@PIBFactCheck) August 28, 2020

સરકાર આવી કોઈ સ્કિમ લાવી નથી
PIBએ Fact Check દ્વારા જણાવ્યું કે આ દાવો બિલકુલ ખોટો છે. સરકાર હાલ આવી કોઈ યોજના લાવી નથી. આ ઉપરાંત PIB એ Fact Check માં જણાવ્યું છે કે કોઈ પણ યૂઝર્સ આ પ્રકારની ખબરો પર જરાય વિશ્વાસ ન કરે. 

ફેક ન્યૂઝ અંગે તમે પણ કરી શકો છો ફેક્ટ ચેક
જો તમને આવા કોઈ પણ ન્યૂઝ કે મેસેજ મળે તો પછી તમે પીઆઈબી પાસે ફેક્ટ ચેક માટે https://factcheck.pib.gov.in/ અથવા વોટ્સએપ નંબર +918799711259 કે પછી ઈમેઈલ pibfactcheck@gmail.com પર તેને મોકલી શકો છો. આ જાણકારી પીઆઈબીની વેબસાઈટ https://pib.gov.in પર ઉપબલ્ધ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news