EXCLUSIVE : કરાચીમાં છે દાઉદ ઈબ્રાહિમ, પાકા પુરાવા મળ્યા પછી પાકિસ્તાનની ખુલી ગઈ પોલ

મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 25 વર્ષથી ફરાર છે અને પાકિસ્તાનમાં રહીને તે ભારત વિરુદ્ધ દરરોજ નવા કાવતરા ઘડતો રહે છે. જોકે પાકિસ્તાનના ખાટા દાવાઓની પોલ ફરી એક વખત ઉઘાડી પડી ગઈ છે. 

EXCLUSIVE : કરાચીમાં છે દાઉદ ઈબ્રાહિમ, પાકા પુરાવા મળ્યા પછી પાકિસ્તાનની ખુલી ગઈ પોલ

નવી દિલ્હીઃ ભારતનો સૌથી મોસ્ટ વોન્ટેડજ ગુનેગાર દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં સંતાઈને આરામથી રહે છે. ભારત જ્યારે પણ પાકિસ્તાન સમક્ષ દાઉદ ઈબ્રાહિમના પ્રત્યાર્પણનો મુદ્દો ઉઠાવે છે ત્યારે દરેક વખતે પાકિસ્તાન દાઉદ તેના દેશમાં રહેતો નથી તેવું જણાવે છે. મુંબઈમાં 1993માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકાનો માસ્ટરમાઈન્ડ દાઉદ ઈબ્રાહિમ છેલ્લા 25 વર્ષથી ફરાર છે અને પાકિસ્તાનમાં રહીને તે ભારત વિરુદ્ધ દરરોજ નવા કાવતરા ઘડતો રહે છે. જોકે પાકિસ્તાનના ખાટા દાવાઓની પોલ ફરી એક વખત ઉઘાડી પડી ગઈ છે. 

આજે અમે તમને જે તસવીર બતાવી છે રહ્યા છીએ તે પાકિસ્તાનના જૂઠાણાની પોલ ખોલી નાખશે. ગુપ્તચર એજન્સીઓ પાસે દાઉદનો આ ફોટો ત્યારે મળ્યો છે જ્યારે તે ડી નેટવર્કના ઈન્ટરનેશનલ નેટવર્ક પર નજર રાખતા પોતાના ખાસ જાબિર મોતિવાલાને મળી રહ્યો હતો. દાઉદ આ તસવીરમાં એકદમ સ્વસ્થ દેખાઈ રહ્યો છે. આ અગાઉ અનેક મીડિયા રિપોર્ટમાં એવા અહેવાલ આવ્યા હતા કે દાઉદને ઘુંટણની ગંભીર બીમારી છે. 

એજન્સીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર જાબિર મોતિવાલા દાઉદના કરાચીમાં આવેલા ક્લિફ્ટન હાઉસની બાજુમાં જ રહે છે. તેના દાઉદની પત્ની મેહજબીન અને તેના પુત્ર મોઈન નવાઝ સાથે પારિવારિક સંબંધ છે. જાબિર મોતિવાલા એ વ્યક્તિ છે જેની બ્રિટનમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાની FBI પણ બ્રિટન પાસેથી તેના પ્રત્યાર્પણના પ્રયાસ કરી રહી છે. 

FBIના જણાવ્યા અનુસાર જાબિર મોતિવાલા એ સ્વીકારી ચૂક્યો છે કે દાઉદ પાકિસ્તાનમાં છે. જોકે, પાકિસ્તાને ફરીથી દાવો કર્યો છે કે, દાઉદ પાકિસ્તાનમાં નથી. અમેરિકાની તપાસ એજન્સી અનુસાર જાબિર મોતિવાલા દાઉદનો અત્યંત અંગત માણસ છે. તેની પાસે દાઉદ ઈબ્રાહિમ અને તેના નેટવર્ક અંગે ઘણી બધી માહિતી છે. જાબિર મોતિવાલાને લંડનની સ્કોટલેન્ડ યાર્ડ પોલિસે ગયા વર્ષે 17 ઓગસ્ટના રોજ મની લોન્ડરિંગ અને ડી કંપનીના નાર્કોટિક્સ કેસમાં પકડ્યો હતો. 

FBIની તપાસમાં ખુલાસો થયો છે કે, જાબિર મોતિવાલા પાસે યુકેના 10 વર્ષના વીઝા છે, જે 2028માં સમાપ્ત થવાના છે. જોકે, તે છેલ્લા કેટલાક મહિનાથી પોતાના પરિવાર સાથે એન્ટિગુઆ અને બહમૂડાની નાગરિક્તા માટે પ્રયાસ કરી રહ્યો હતો. આ માટે જાબિરે દુબઈની એક કંપનીમાં 2 લાખ અમેરિકન ડોલર પણ જમા કરાવ્યા હતા. 

ઝી ન્યૂઝને મળેલી એક્સક્લૂસિવ માહિતી અનુસાર, મોતિવાલાના બચાવમાં હવે લંડન સ્થિત પાકિસ્તાની દુતાવાસ પણ આગળ આવ્યું છે. યુકેના વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં જજને આપેલા લેટરમાં પાકિસ્તાની હાઈકમીશને જણાવ્યું કે, જાબિર મોતીવાલા એક સન્માનિત બિઝનેસમેન છે અને તેનો ડી કંપની સાથે કોઈ સંબંધ નથી. 

ડી કંપનીના નેટવર્ક પર નજર રાખતા એક અધિકારીએ ઝી ન્યૂઝને જણાવ્યું કે, જાબિર મોતિવાલાની ધરપકડ થતાં પાકિસ્તાન ડરી ગયું છે કે ક્યાંક દાઉદ ઈબ્રાહિમ અંગે આખી દુનિયા સામે પાકિસ્તાન ઉઘાડું ન પડી જાય. ભારત સરકાર દ્વારા અનેક વખત દાઉદ અંગેના પુરાવા પાકિસ્તાનને સોંપવામાં આવ્યા છતાં તેણે તેને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. 

જૂઓ LIVE TV...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news