J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, પુલવામામાં જૈશના 4 આતંકીઓ ઠાર

જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ ગઈ છે. આ અથડામણ પુલવામાના રાજપોરામાં થઈ રહી છે. 

J&K: સુરક્ષાદળોને મોટી સફળતા, પુલવામામાં જૈશના 4 આતંકીઓ ઠાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આજે સવારે સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણ પુલવામાના રાજપોરામાં થઈ. સુરક્ષાદળોને મોટી સફળતા હાથ લાગી. અથડામણમાં 4 આતંકીઓ ઠાર કરાયા છે. વિસ્તારમાં અનેક આતંકીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ સુરક્ષાદળોએ આતંકીઓની શોધમાં સર્ચ અભિયાન શરૂ કર્યું હતું. 

આ દરમિયાન આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે ફાયરિંગ પણ થયું. માર્યા ગયેલા આતંકીઓના મૃતદેહો મળી આવ્યાં છે. બધા આતંકીઓ જૈશ એ મોહમ્મદના હતાં. સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં હથિયારો અને ગોળા બારૂદ પણ જપ્ત કર્યા છે. સર્ચ ઓપરેશન સતત ચાલુ છે. 

અત્રે જણાવવાનું કે શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના અવંતીપુરા વિસ્તારમાં સુરક્ષાદળોની સાથે અથડામણમાં એક આતંકી માર્યો ગયો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષા દળોએ અવંતીપુરાના બાંદેરપુરા-રિંજીપુરા વિસ્તારમાં આતંકીઓની હાજરીની બાતમી મળ્યા બાદ શુક્રવારે સવારે વિસ્તારની ઘેરાબંધી કરી અને સર્ચ અભિયાન ચલાવ્યું હતું. 

(શુક્રવારે માર્યા ગયેલા આતંકીનો ફાઈલ ફોટો)

તેમણે જણાવ્યું કે આતંકવાદીઓએ સુરક્ષાદળોની સર્ચ ટુકડી પર ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ અથડામણ શરૂ થઈ ગઈ. અધિકારીઓએ જણાવ્યું કે અથડામણમાં એક આતંકી ઠાર થયો જેની ઓળખ દક્ષિણ કાશ્મીરમાં પુલવામાંના કોઈલ વિસ્તારના ઈશ્ફાક યુસુફ વાની તરીકે થઈ. જે આતંકી સંગઠન હિજબુલ મુજાહિદ્દીનનો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news