J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ
જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લાના નાગનદ ચીમર વિસ્ચારમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, અત્યાર સુધીમાં આતંકીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. એન્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લાધા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળના બે જવાનો પણ ઘાયલ થયા છે.
Trending Photos
કુલગામ: જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લાના નાગનદ ચીમર વિસ્ચારમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, અત્યાર સુધીમાં આતંકીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. એન્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લાધા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળના બે જવાનો પણ ઘાયલ થયા છે.
ગુપ્ત સૂચનાના આધાર પર સુરક્ષા દળ અને જમ્મૂ કાશ્મીર પોલીસની જોઇન્ટ ટીમ આ ઓપરેશન કરી રહી છે. આતંકીઓના બચવાનો કોઈ ચાન્સ નથી. એન્કાઉન્ટર શરૂ થતા પહેલા સુરક્ષા દળોએ આતંકીઓને સરેન્ડર કરવાની તક આપી હતી પરંતુ તે માન્યા નહીં અને ફાયરિંગ શરૂ કર્યુ હતું.
આ પહેલા એક પોલીસ અધિકારીએ કહ્યું, પોલીસ, 9 આરઆર અને સીઆરપીએફની એક સંયુક્ત ટીમ આ વિસ્તારમાં આતંવાદીઓની ઉપસ્થિતિ વિશેની ખાસ જાણકારી પર સમગ્ર વિસ્તારને ઘેરી અને તપાસ અભિયાન શરૂ કર્યું. સર્ચ ઓપરેશન દરમિયાન છુપાયેલા આતંકીઓએ તપાસ દળ પર ફાયરિંગ કર્યું અને જવાબી કાર્યવાહી કરી અને એક એન્કાઉન્ટર શરૂ થઈ ગયું.
તમને જણાવી દઇએ કે, કાશ્મીરના જિલ્લા એક પછી એક આતંકીઓથી મુક્ત થઇ રહ્યાં છે. આ સમયે, કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો પોતાનું અસ્તિત્વ બચાવવા યુદ્ધ લડી રહ્યા છે. સુરક્ષા દળોએ આ વર્ષે 131 આતંકવાદીઓને ઠાર કર્યા છે. અહેવાલો અનુસાર કાશ્મીરમાં હજી પણ 35-40 વિદેશી આતંકવાદીઓ સહિત લગભગ 200 જેટલા આતંકવાદીઓ સક્રિય છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે