Encounter in Punjab: અટારીમાં ચાર ગેંગસ્ટર ઢેર, આશરે ચાર કલાક ચાલ્યું એનકાઉન્ટર

અટારી સરહદ પર પંજાબ પોલીસની સાથે અથડામણમાં ચારેય ગેંગસ્ટર માર્યા ગયા છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમાંથી બે ગેંગસ્ટર્સનો સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં હાથ હતો. 
 

Encounter in Punjab: અટારીમાં ચાર ગેંગસ્ટર ઢેર, આશરે ચાર કલાક ચાલ્યું એનકાઉન્ટર

અમૃતસરઃ પંજાબના અમૃતસર જિલ્લાના ચીચા ભકના ગામમાં પોલીસ અને ગેંગસ્ટરો વચ્ચે ચાલી રહેલું એનકાઉન્ટર સમાપ્ત થઈ ગયું છે. અહીં ચાર ગેંગસ્ટર્સને ઠાર કરી દેવામાં આવ્યું છે. આ એનકાઉન્ટરમાં સિદ્ધુ મૂસેવાલાની હત્યા કેસમાં જોડાયેલો એક આરોપી પણ ઢેર થઈ ચુક્યો છે. તેમાં ત્રણ પોલીસકર્મી, ત્રણ સામાન્ય નાગરિક ઈજાગ્રસ્ત થવાની જાણકારી મળી છે. 

એનકાઉન્ટર ખતમ, ચાર આતંકી ઢેર
અમૃતસરના અટારીમાં ચાલી રહેલ એનકાઉન્ટરમાં તમામ ગેંગસ્ટર માર્યા ગયાના સમાચાર મળી રહ્યાં છે. પોલીસે હવે ફાયરિંગ બંધ કરી દીધુ છે. પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે. હવે જૂની હવેલીમાં સર્ચ ચાલી રહ્યું છે. પોલીસે કહ્યું કે, એનકાઉન્ટર પૂરુ થઈ ગયું છે. જેમાં ચાર લોકો માર્યા ગયા છે. તેમાં શૂટર જગરૂપ રૂપા અને મનપ્રી ઉર્ફે મનુ ખુસા પણ ઢેર થયા છે. 

— ANI (@ANI) July 20, 2022

શૂટર જગરૂપ સિંહ રૂપા અને મનપ્રીત સિંહ ઉર્ફે મનુ કુસા ગાયક સિદ્ધૂ મૂસેવાલાની હત્યામાં સામેલ હતા અને ઘટનાને અંજામ આપ્યા બાદ બંને ફરાર થઈ ગયા હતા. આજે બંને ભનકા ગામમાં છુપાયા હોવાની સૂચના મળ્યા બાદ પંજાબ પોલીસે વિસ્તારની ઘેરાબંધી કરી હતી. ત્યારબાદ અથડામણ શરૂ થઈ હતી. આશરે ચાર કલાક ચાલેલા ઓપરેશનમાં બંને માર્યા ગયા છે. ઘટનાસ્થળ પરથી એકે-47 પણ મળી છે. 

ડીજીપી ગૌરવ યાદવે કહ્યુ- સિદ્ધૂ મૂસેવાલા હત્યા મામલામાં 2 શૂયર મનુ અને રૂપા ફરાર હતા. બંનેના અથડામણમાં મોત થયા છે. 3 પોલીસકર્મી ઈજાગ્રસ્ત છે, જે ખતરામાંથી બહાર છે. સ્થળ પરથી એકે-47 અને પિસ્તોલ જપ્ત થઈ છે. એક બેગ પણ મળી છે. તપાસ ચાલી રહી છે. '  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news