ખુશખબર! મતદાન માટે નહીં ખાવા પડે ધક્કા, જ્યાં કામ કરતા હશો ત્યાંથી જ કરી શકશો મતદાન : સરકારે કરી તૈયારીઓ

Big Decision : મતદાન વધે તે માટે કેન્દ્રીય ચૂંટણી પંચ કરી શકે છે મોટો નિર્ણય....સ્થળાંતરિત મતદારોને રીમોટ વોટિંગની સુવિધા આપવા તૈયારી....ચૂંટણી પંચે તમામ રાજકીય પાર્ટીઓ પાસે માગ્યા અભિપ્રાયો...16 જાન્યુઆરીએ કરાશે પ્રેઝન્ટેશન...

ખુશખબર! મતદાન માટે નહીં ખાવા પડે ધક્કા, જ્યાં કામ કરતા હશો ત્યાંથી જ કરી શકશો મતદાન : સરકારે કરી તૈયારીઓ

Election Commission Of India બ્રિજેશ દોશી/ગાંધીનગર : ઘરથી ઘણા લોકો કામ માટે બીજા શહેર કે બીજા રાજ્યમાં જતા હોય છે. જેઓ ચૂંટણી સમયે મતદાન કરી શકતા નથી. મતદાન મથકથી દૂર રહેતા લોકો માટે એક ખુશખબર છે. ચૂંટણી પંચ નિયમોમાં મોટા ફેરફાર કરવા જઈ રહ્યું છે. જો આ શક્ય બન્યું તો મતદાન કરવા માટે સ્પેશ્યલ ઘરે જવાની જરૂર નહીં પડે તમે જ્યાં હશો એ સ્થળથી જ મતદાન કરી શકશો ભલે ચૂંટણીકાર્ડમાં એડ્રેસ કોઈ પણ જગ્યાનું હોય.... ચૂંટણી પંચ ઘરેલુ પ્રવાસી મતદારો માટે એક નવી વ્યવસ્થા કરવા જઈ રહ્યું છે, જેથી તેમને મતદાન કરવા માટે તેમના રાજ્યમાં પાછા ફરવું ન પડે. સ્થળાંતરિત મતદારો તેમના રાજ્યની ચૂંટણીમાં તેઓ જ્યાં કામ કરે છે તે શહેર અથવા રાજ્યમાંથી મતદાન કરી શકશે. આ માટે ચૂંટણી પંચે એક નવું વોટિંગ મશીન તૈયાર કર્યું છે, જેનું નામ રિમોટ વોટિંગ મશીન (RVM). 

કેન્દ્રિય ચૂંટણી પંચે મતદાન વધારવા મોટી કવાયત હાથ ધરી છે. સ્થળાંતરિત મતદારો માટે રિમોટ વોટિંગની તૈયારી આરંભી છે. જેમાં રોજગાર, અભ્યાસ, સામાજિક અર્થે સ્થળાંતરિત મતદારો માટે નવી વ્યવસ્થાની વિચારણા ચાલી રહી છે. રિમોટ વોટિંગથી આવા મતદારોને મતદાનનો લાભ આપવા કામગીરી કરાશે. કેન્દ્રિય ચૂંટણી પંચે તમામ રાજકીય પક્ષોના અભિપ્રાય માંગ્યા છે. 16 જાન્યુઆરી એ રાજકીય પક્ષો સમક્ષ ચૂંટણી પંચ પ્રેઝન્ટેશન કરશે. 

આ પણ વાંચો : 

ECIએ તમામ રાજકીય પક્ષોને 16મી જાન્યુઆરીએ RVM કેવી રીતે કામ કરશે તેનો ડેમો બતાવવા આમંત્રણ આપ્યું છે. ડેમો જોયા પછી તમામ રાજકીય પક્ષો 31 જાન્યુઆરી સુધીમાં તેમના સૂચનો ચૂંટણી પંચને મોકલી શકશે, જો કોઈ શંકા હોય તો 72 મતવિસ્તારોનું મતદાન એક આરવીએમથી સંભાળી શકાય છે.

election_commission_zee.jpg

ચૂંટણી પંચના એક નિવેદન અનુસાર રિમોટ વોટિંગ પર એક કન્સેપ્ટ પેપર જાહેર કરવામાં આવ્યું છે અને તેના અમલીકરણમાં સામનો કરવામાં આવતા કાયદાકીય, વહીવટી, પ્રક્રિયાગત અને તકનીકી પડકારો પર રાજકીય પક્ષોના મંતવ્યો / સૂચનો માંગવામાં આવ્યા છે. જેને પગલે એક રિમોટ પોલિંગ બુથથી 72 મતવિસ્તારોમાં મતદાનની સુવિધા પ્રદાન કરી શકાય છે. 

આ સાથે પ્રવાસી મતદારોએ મતદાન કરવા માટે તેમના ગૃહ રાજ્ય/શહેરમાં જવાની જરૂર રહેશે નહીં અને તેઓ જ્યાં છે ત્યાંથી મતદાન કરી શકશે. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે જણાવ્યું હતું કે, "રિમોટ વોટિંગ એક પરિવર્તનકારી પહેલ સાબિત થશે". તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યારે કોઈ રિમોટ વોટિંગ નથી. રોજગાર માટે અન્ય રાજ્યોમાં રહેતા સ્થાનિક સ્થળાંતરિત મતદારોએ મતદાન કરવા માટે તેમના રાજ્ય, શહેર, ઘરે પાછા ફરવું પડે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news