Maharashtra : મહારાષ્ટ્ર ભાજપમાં આંતરિક ડખો, એક મોટા નેતાનો દેવેન્દ્ર ફડણવીસ સામે મોરચો
મહારાષ્ટ્ર બીજેપીના નેતા એકનાથ ખડસે અને પંકજા મુંડે વચ્ચે બુધવારે બેઠક યોજાઈ હતી અને પછી મોટું નિવેદન સામે આવ્યું છે
Trending Photos
મુંબઈ : મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપ (BJP) નેતા એકનાથ ખડસે (Eknath Khadse)ની પક્ષ સામેની નારાજગી જાહેર થઈ રહી છે. તેમણે જાહેરમાં નિવેદન આપ્યું છે કે પાર્ટી વિરોધી ગતિવિધી કરનારાઓ સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પાર્ટી વિરોધી કામ કરનારના નામ મેં ભાજપ (BJP) પ્રદેશ સમિતિ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પાસે મોકલ્યા છે. હાર માટે પાર્ટી નહીં પણ નેતૃત્વ દોષી હોય છે. એકનાથ ખડસેએ આ નિવેદન કરીને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સામે મોરચો ખોલ્યો હોવાનું માનવામાં આવે છે. મહારાષ્ટ્ર બીજેપીના નેતા એકનાથ ખડસે અને પંકજા મુંડે વચ્ચે બુધવારે બેઠક યોજાઈ હતી અને પછી મોટું નિવેદન સામે આવ્યું છે.
મહારાષ્ટ્ર ભાજપના આંતરિક રાજકારણમાં મોટી સમસ્યા ઉભી થઈ છે. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભા ચૂંટણીમાં કાકાના દીકરાથી પરલી વિધાનસભાની સીટ હાર્યા પછી ટોચની નેતા પંકજા મુંડે (pankaja munde) અને ભાજપ (BJP) વચ્ચે અંતર વધી રહ્યું હોવાના સંકેત મળ્યા છે. પંકજાએ ટ્વિટર પ્રોફાઇલમાંથી બીજેપીનું ટેગ હટાવી દીધું અને રવિવારે ફેસબુક પર પોતાની વ્યથા વ્યક્ત કરતી પોસ્ટ મુકી છે. તેના આ વલણથી લાગે છે કે કંઈક મોટી નવાજુની કરવાના મુડમાં છે.
મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ (Devendra fadnavis) સરકારમાં મંત્રી રહી ચુકેલી પંકજાએ પિતા ગોપીનાથ મુંડે (Gopinath munde)ની જયંતિ 12 ડિસેમ્બરે બીડના ગોપીનાથગઢમાં સમર્થકોની એક બેઠક બોલાવી છે જેમાં તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સમર્થકોનો આરોપ છે કે ઓબીસી વર્ગ તેમજ પાર્ટીમાં નેતૃત્વ પર પુર્ણવિરામ મુકવા ભાજપના જ કેટલાક નેતાઓએ પંકજાને ચૂંટણીમાં હરાવી છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે