Cancel binsachivalay exam: રાતભર ગાંધીનગરની ઠંડીમાં ઠુઠવાયા વિદ્યાર્થીઓ, પણ મનોબળ ડગ્યું નહિ

બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam). વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ઠુઠવાયા પરંતુ તેમનુ મનોબળ ડગ્યું નહિ. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) ના રસ્તાઓ પર નારા લગાવતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો. 

Cancel binsachivalay exam: રાતભર ગાંધીનગરની ઠંડીમાં ઠુઠવાયા વિદ્યાર્થીઓ, પણ મનોબળ ડગ્યું નહિ

ગૌરવ પટેલ/ગાંધીનગર :બિન સચિવાલયની પરીક્ષા (binsachivalay exam) રદ કરવાની માગ પર વિદ્યાર્થીઓ હજી પણ અડગ છે. રાજ્યભરમાંથી આવેલા વિદ્યાર્થીઓએ ગાંધીનગરમાં રસ્તા પર કાતિલ ઠંડીમાં રાત વિતાવી હતી. યુવકો ઉપરાંત અનેક યુવતીઓ પણ રાતભર આંદોલનમાં સામેલ રહી હતી. જેઓ એક જ માગ કરી રહ્યા છે કે, પરીક્ષા રદ કરો... (Cancel binsachivalay exam). વિદ્યાર્થીઓ આખી રાત ઠંડીમાં ઠુઠવાયા પરંતુ તેમનુ મનોબળ ડગ્યું નહિ. વહેલી સવારે પણ વિદ્યાર્થીઓ ગાંધીનગર (Gandhinagar) ના રસ્તાઓ પર નારા લગાવતા જોવા મળ્યા હતા. સવારે એક સંસ્થા અને સ્થાનિક લોકો દ્વારા વિદ્યાર્થીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો, ત્યારે ભૂખ્યા વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં નાસ્તો કર્યો હતો. 

બિનસચિવાલયને મામલે ગુજરાતમાં ઘમાસાણ માચ્યું છે. વિદ્યાર્થીઓએ આખીરાત રસ્તા પર બેસી પસાર કરી, વિદ્યાર્થીઓએ આખી રાત ધરણા પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓ ઠંડામાં રસ્તા પર આખી રાત પસાર કરી છે. વિદ્યાર્થીઓની માગ છે કે પરીક્ષા રદ કરવામાં આવે, ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહે 2 દિવસમાં કાર્યવાહી કરવાની બાંહેધરી આપતા ઉમેદવારોએ 2 દિવસ ગાંધીનગરમાં ન્યાયની રાહ જોવાનું નક્કી કર્યુ છે. આંદોલનની આગેવાની કરી રહેલા યુવરાજસિંહે કહ્યું છે કે તપાસ નહી હવે નિર્ણય જોઈએ. સરકારે તપાસ માટે 2 દિવસ માંગ્યા છે. કોઈએ મને સમજાવ્યો નથી. નિર્ણય અમારા પક્ષમાં આવી રહ્યો છે. ઉમેદવારો 2 દિવસ ગાંધીનગર નહી છોડે. 

મોડી રાત્રે પ્રતિજ્ઞા લેવાઈ
બિન સચિવાલય પરીક્ષાને કેન્સલ કરવા અંગે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા મોડી રાત્રે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી. તેઓએ પ્રતિજ્ઞા લેતા કહ્યું હતું કે, જ્યાં સુધી ન્યાય નહિ મળે ત્યાં સુધી અમે નહિ જઈએ... બહેરી મુંગી સરકાર સામે ન્યાય માટે મેળવા હું પ્રતિજ્ઞા લઉં છું... આમ, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગાંધીનગરમાં ખુલ્લા આકાશ નીચે સૂઈ રહેલા જોવા મળ્યા હતા.

https://lh3.googleusercontent.com/-_rZc-2_Q8hU/Xehznt3IXnI/AAAAAAAAJ9Q/6XXPlu-XLjAD6kL1i-Y-IFpJGimxe7UeQCK8BGAsYHg/s0/Binsachivalay_exam_students_zee.JPG

કોઈ અફવા ફેલાવે તો માનશો નહિ - પોલીસ
તો બીજી તરફ, વિદ્યાર્થીઓને મળવા માટે એસ.પી મયુર ચાવડા પહોંચ્યા. હતા. તેઓએ વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે, કોઈ અફવા ફેલાવે તો માનશો નહિ. અમે અહીં જ છીએ, ગભરાશો નહિ. અમારો તમને સપોર્ટ રહેશે. ગેરમાર્ગે દોરાતા નહિ, અને કોઇ વાત હોય તો પોલીસનો સંપર્ક કરવો. 

તો બીજી તરફ, પરીક્ષાર્થીઓનું વિરોધનું વંટોળ હોવા છતાં રાજ્ય સરકારે અંતિમ નિર્ણય લીધો હતો. કોંગ્રેસના આરોપોનો જવાબ આપ્યો. ન્યાયિક તપાસની ખાતરી આપતા બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને રદ્દ ન કરવાની જાહેરાત ગઈકાલે કરી હતી. પરીક્ષામાં થયેલી ગેરરીતિએ રાજકીય સ્વરુપ ધારણ કરતાં હાલ આ મુદ્દો ચર્ચામાં રહ્યો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news