રોબર્ટ વાડ્રાના સ્થળો પર EDને મળ્યા મહત્વના પુરાવા, વિદેશોમાં પ્રોપર્ટી હોવાનો થયો ખુલાસો
દરોડા દરમિયાન કેટલા મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં તેની સંપત્તિને લઇને ખુલાસા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લંડન અને ભારતના જુદા જુદા શહેરોમાં વાડ્રાના નામની પ્રોપ્રર્ટી છે.
Trending Photos
નવી દિલ્હી: શુક્રવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ રોબર્ટ વાડ્રાના નજીકના લોકોના કેટલાક સ્થળો પર દરોડા પાડ્યા હતા. મળતી જાણકારી અનુસાર, આ કાર્યવાહી લગભગ 16 કલાક ચાલી હતી. ઇડીના સૂત્રોથી મળેલી જાણકારી અનુસાર, દરોડા દરમિયાન કેટલા મહત્વના પુરાવા મળ્યા છે. જેમાં તેની સંપત્તિને લઇને ખુલાસા થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે લંડન અને ભારતના જુદા જુદા શહેરોમાં વાડ્રાના નામની પ્રોપ્રર્ટી છે.
શુક્રવારે દરોડા બાદ ઇડીના અધિકારીઓ પોસેથી મળેલી જાણકારીમાં કહેવામાં આવ્યું છે કે વાડ્રાના સહયોગીઓના નામો કથિત રીતે સંરક્ષણ સોદાના કમિશનમાં લેવવામાં આવ્યા છે. જે લોકોના સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા તેમના બેંક એકાઉન્ટમાં ડિફેંસ સપ્લાયર્સ તરફથી મોટી રમક ટ્રાન્સફર કરવામાં આવી છે. તેના પુરાવા ઇડીના હાથ લાગ્યા છે.
ED Sources: Evidence found during searches leading to properties being owned by Robert Vadra abroad. Properties found are in London and in India.
— ANI (@ANI) December 8, 2018
સ્કાઇલાઇટ હોસ્પિટેલિટી કંપનીના એડવોકેટ તબરેજનો આરોપ છે કે ઇડી દિલ્હીના સુખદેવ વિહાર સ્થિત વાડ્રાના ઓફિસનો દરવાજો તોડી અંદર ઘુસી અને કર્મચારીઓને 13થી 14 કલાક સુધી બંધક બનાવી રાખ્યા હતા. તેમનું કહેવું છે કે ઇડીએ દરવાજામાં લગાવેલા સીસીટીવી કેમેરા તોડી દીધા અને ઓફિસને સંપૂર્ણ રીતે નુકસાન પહોંચાડ્યું હતું. તેમણે ઓફીસના બધા કેબિનના તાળા તોડી દીધા છે.
આ પહેલા વાડ્રાના વકીલ સુમન જ્યોતિ ખેતાને કહ્યું હતું કે એક ન્યૂઝપેપરના અનુસાર, મારા ક્લાઇન્ટને ઇડી તરફથી ત્રણ સમન જારી કરવામાં આવ્યા છે. પરંતુ હકિકત એ છે કે અમને એક પણ સમન મળ્યો નથી. તેમણે કહ્યું કે ઇડીના અધિકારીઓ પાસે સર્ચ વોરંટ પણ ન હતું. તેમ છતાં દરોડા પાડવામાં આવ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે