ઉડતા સેલવાસ: સરકારી શાળામાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓએ કરી દારૂની પાર્ટી, વીડિયો વાયરલ

સંઘપ્રદેશ દાદરા નગર આવેલી એક સરકારી સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.

ઉડતા સેલવાસ: સરકારી શાળામાં ખુલ્લેઆમ વિદ્યાર્થીઓએ કરી દારૂની પાર્ટી, વીડિયો વાયરલ

વલસાડ: સંઘપ્રદેશ દાદરા નગર આવેલી એક સરકારી સ્કૂલમાં શાળાના વિદ્યાર્થીઓ શાળા પરિસરમાં દારૂની મહેફિલ માણતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ટોકરખડા સ્કૂલના પરિસરમાં જ વિદ્યાર્થીઓની દારૂની મહેફિલ ચર્ચાનું કેન્દ્ર બની છે. સોશ્યલ મીડિયામાં થયેલ આ વાઇરલ વીડિયોને ગંભીરતાથી લેતા દાદરા નગર હવેલીનું પ્રસાસન દોડતું થઇ ગયું હતું. અધિકારીઓની ટીમે આ  સ્કુલની સ્થળ તપાસ કરતા અનેક ચોંકવનારા ખુલાસા પણ થયા છે. 

સ્કુલ ગણવેશમાં દારૂની મહેફીલ માણતા આ વિદ્યાર્થીઓને જોઈને કોઈ પણ વાલીને જરૂર થી ચિંતા થશે. આપને જણાવી દઈએ કે, આ વિડિઓ સંઘપ્રદેશ દાદરા નગર હવેલીની એક સરકારી શાળાનો છે. સેલવાસના ટોકર ખાડામાં આવેલ સરકારી શાળાના બાળકો સ્કૂલમાં જ દારૂની મહેફિલ માણતા કેમેરામાં કેદ થયા છે. નાની ઉંમરના વિદ્યાર્થીઓ શાળાના જ ટોયલેટની પાછળ બિન્દાસ દારૂની મહેફિલ માણતા આ વિદ્યાર્થીઓને શિક્ષકોનો પણ કોઇ પણ પ્રકારનો ડર લગાતો નથી. આ વિડીયો વાઈરલ થતા તાત્કાલિક પ્રદેશના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સ્કૂલની મુલાકાત લીધી હતી. અધિકારીઓએ વીડિયોમાં દેખાઈ રહેલા વિદ્યાર્થીઓની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ટોકારખાડાની આ સરકારી શાળામાં કેટલાક વિદ્યાર્થીઓ નશા ના રવાડે ચડી ગયેલ હોવાના ચોંકાવનાર સમાચાર ને પગલે પ્રસાસન માં હડકંપ મચી છે. સ્થળ પર પ્રદેશના શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસે શાળાના આચાર્યને સાથે રાખી જે જગ્યા પર દારૂની મહેફિલ જામી હતી તે જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. પોલીસેએ જગ્યા પરથી દારૂની ખાલી બોટલો પણ કબજે કરી છે. ત્યારે આ વિડિઓ સેલવાસના એક સમાજસેવક રાજેશ હળપતિ દ્વારા શૂટ કરવામાં આવ્યો હતો. રાજેશ ભાઈ દ્વારા માંગ કરવામાં આવી છે કે ,શાળાની બાજુમાં વેંચતા નશીલા પદાર્થો પર રોક લગાવી જોઈએ.

દાદરા નગર હવેલીમાં માઇનોર યુવક દ્વારા નાશાનું સેવનના વિડિઓ વાયરલ થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ પણ અનેક વાર યુવક યુવતીઓના નશાનું સેવન કરતા વિડિઓ વાયરલ થયા છે. ત્યારે આ મામલે પ્રદેશનું પોલીસ તંત્ર નશાના આ કારોબાર પર રોક લગાવે તે જરૂરી બન્યું છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news