અમદાવાદ સહિત 9 સ્થળો પર યોજાશે વીએચપીની ધર્મસભા, સફળતાની જવાબદારી ભાજપને
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દા સાથે ફરી એક વાર વીએચપી મેદાનમાં છે. અયોધ્યામાં થયેલી ધર્મસભા બાદ દેશ ભરમાં ધર્મસભાઓયોજી રામ મંદિર માટે માહોલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Trending Photos
કિંજલ મિશ્રા/અમદાવાદ: અયોધ્યામાં રામ મંદિરના નિર્માણના મુદ્દા સાથે ફરી એક વાર વીએચપી મેદાનમાં છે. અયોધ્યામાં થયેલી ધર્મસભા બાદ દેશ ભરમાં ધર્મસભાઓયોજી રામ મંદિર માટે માહોલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજકીય, ધાર્મિક તેમજ સાહસિક મુદ્દે ગુજરાતને લેબોરેટરી તરીકે જોવામા આવે છે. જેના કારણે જ વીએચપીની ધર્મસભાઓનુ આયોજન ગુજરાતમા ત્વરિત ધોરણે કરવામાં આવ્યુ. જો કે, ગાંધીનગરમાં યોજાયેલી ધર્મસભાનો ફિયાસ્કો થયો હતો. જેને ધ્યાનમા લઇ 9 ડિસેમ્બરે યોજાનારી ધર્મસભાઓ માટે ખાસ તૈયારીઓ કરવામા આવી છે.
વીએપીના આ કાર્યક્રમને સફળ બનાવા માટે ભાજપના શહેર સંગઠન તથા યુવામોચરાઓને પણ સંખ્યા માટેની જવાબદારી સોપવામાં આવી છે. 9 ડિસેમ્બરે અમદાવાદ સાથે મહેસાણા, વડોદરા, પાટણ, બનાસકાઠા,નડિયાદ, આણંદ તથા ગોધરામાં ધર્મસભાનું આયોજન કરવામા આવ્યુ છે. જેમા અમદવાદના અમરાઇ વાડી વિસ્તારમા યોજાનારી ધર્મસભાના મોટા પાયે શક્તી પ્રદર્શન થાય એ માટે વયવસ્થા ગોઠવવામા આવી રહી છે. ધર્મસભાને સફળ બનાવવા માટે 2 લાખ જેટલા પરિવારોનો સંપર્ક કરવામા આવ્યો છે, સાથે જ મંદિર, ગુરુદ્વારા, બૌધ્ધ વિહાર, આશ્રમ, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓનો પણ સંપર્ક કરવામા આવ્યો છે.
શહેરમાં બેનર કોન્સેપ્ટથી આ ધર્મસભાનો પ્રચાર કરવામા આવ્યો છે. ધર્મસભાને સફળ બનાવવામા માટે 20થી વધુ બસો પણ ભાડે કરવામાં આવી છે. જેમા અલગ અલગ વિસ્તારમાંથી લોકોને ધર્મસભા સ્થળે લાવવામા આવશે. મહત્વનુ છે કે, ધર્મસભાએ પાછળના ખર્ચને પહોચીએ પણ વિએચપી માટે એક પડકાર છે. ત્યારે શહેરમા સ્પોન્સર બેનર પણ લગાવવામા આવ્યા છે, જેની કિંમત 200 થી 1500 છે. આવા 25000 થી વઘુ બેનરો લગાવવામા આવ્યા છે.
વીએચપી કેન્દ્રીય મહામંત્રી સુરેન્દ્ર જૈન સભાને સંબોધશે. ગાંધીનગરમાં થયેલા ફિયાસ્કા બાદ અમદાવાદની ધર્મસભાને સફળ બનાવવા માટે વીએચપીએ કમર કસી છે. જેમા સંખ્યાની જવાબદારી ભાજપના શહેર સંગઠન તથા યુવા મોરચાને સોપવામાં આવી છે. ત્યારે આ સભા લોકોમા રામ મંદિર માટે છાપ છોડવામા તથા માહોલ બનાવાવમા કેટલી સફળ રહેશે તે જોવુ રહ્યું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે