Nepal Earthquake: નેપાળમાં ભૂકંપે મચાવ્યો હાહાકાર, ઝડપથી વાયરલ થઇ રહ્યો છે તબાહીનો વિડીયો
આ વીડિયો ભૂકંપ પછીનો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ કરવામાં વ્યસ્ત છે.
Trending Photos
Earthquake Viral Video: 3 નવેમ્બરની મોડી રાત્રે ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ભૂકંપના તીવ્ર આંચકા (Earthquake in Delhi-NCR) અનુભવાયા હતા. આ આંચકાઓની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.4 માપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોના મતે ભૂકંપનું કેન્દ્ર ભારતનો પાડોશી દેશ નેપાળ (Earthquake in Nepal) હતો. ભૂકંપ બાદ નેપાળના ઘણા વિસ્તારોમાં ભયંકર અરાજકતા જોવા મળી હતી. ઘણી જગ્યાએ મકાનો કાટમાળમાં ધસી ગયા હતા.
દિવાળી પહેલા શનિ પુષ્ય અને રવિપુષ્યનો સિદ્ધિ અને સફળતા અપાવતો દુર્લભ સંયોગ
શનિ પુષ્ય નક્ષત્રનો યોગે કરો શનિ પનોતી દૂર, શનિ રિઝવવા કરો આ કામ
AP ના અહેવાલ મુજબ નેપાળમાં આવેલા ભૂકંપના કારણે ઓછામાં ઓછા 128 લોકોના મોત થયા છે અને લગભગ 1000 લોકો ઘાયલ થયા છે. નેપાળના રુકુમ જિલ્લાના પોલીસ અધિકારી નામરાજ ભટ્ટરાઈએ ટેલિફોન દ્વારા AP ને જણાવ્યું કે ઓછામાં ઓછા 20 લોકોના મોત થયા છે. આ સિવાય નેપાળના સ્થાનિક અધિકારી હરીશ ચંદ્ર શર્માએ રોયટર્સને જણાવ્યું કે જાજરકોટમાં ભૂકંપના કેન્દ્ર પર કોઈ સંપર્ક નથી. જો કે જિલ્લામાં 17 લોકોના મોતના સમાચાર છે. અને 20 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
એક મહિલા 1936 માં જન્મી, 1936 માં જ મરી ગઇ, પરંતુ મરી ત્યારે તેની ઉંમર 70 વર્ષ હતી
Diwali પર શોપિંગ કરતી આ વસ્તુઓને કરશો નહી નજર અંદાજ, મળી શકે છે ધમાકેદાર ઓફર, બચી જશે રૂપિયા
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ભયાનક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં લગભગ 128 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. આ વીડિયો ભૂકંપ પછીનો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એમ્બ્યુલન્સની સાથે સ્થાનિક લોકો પણ ઘાયલોની મદદ કરવામાં વ્યસ્ત છે. આ ભૂકંપના કારણે નેપાળમાં જાનમાલનું ભારે નુકસાન થયું છે. આ સાથે ત્યાંના લોકોમાં પણ ભારે ભય છે.
500₹ માં ગેસ સિલિન્ડર, 15 લાખનો વિમો... કેન્દ્રીય મંત્રી અમિત શાહે કરી મોટી જાહેરાત
શું છે બેટમજી, ભણે છે કે નહીં લા'! ખલાસી ફેમ આદિત્ય ગઢવીએ પીએમ મોદીના કેમ કર્યા વખાણ
યુએસ જીઓલોજિકલ સર્વે વિભાગે નેપાળમાં ભૂકંપની ઊંડાઈ માત્ર 18 કિલોમીટર હોવાનું જણાવ્યું છે. આ ભૂકંપ શુક્રવારે (3 નવેમ્બર) રાત્રે 11:47 વાગ્યે આવ્યો હતો, જેનું કેન્દ્ર જાજરકોટ જિલ્લામાં રામીદાંડા હતું. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયો અને ફોટામાં નેપાળમાં લોકો ધરાશાયી થયેલા ઘરો અને ઈમારતોના કાટમાળમાંથી બચી ગયેલા લોકોને બહાર કાઢવા માટે અંધારામાં કાટમાળ ખોદી રહ્યા છે.
મનાલી તો દરેક જાય! આ ઑફબીટ સ્થળોએ ફરી આવો, પછી તમે કહેશો - આ જ છે અસલી જન્નત!
સૌથી સસ્તું પેકેજ : દિવાળી બાદ 4 દિવસ ગોવા ફરી આવો, પત્ની થઈ જશે ખુશ ખુશ
તમને જણાવી દઈએ કે આ પહેલા વર્ષ 2015માં નેપાળમાં 7.8ની તીવ્રતાના ભૂકંપમાં લગભગ 9,000 લોકોના મોત થયા હતા અને 22,000થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન 5 લાખથી વધુ મકાનો ધરાશાયી થયા હતા.
બોયફ્રેન્ડને મોકલી રહી હતી પ્રાઈવેટ ફોટો : ભૂલથી એવા ગ્રુપમાં ગયો કે ભવાડો થઈ ગયો!
GF એકલી હતી તો ઘરે પહોંચી ગયો પ્રેમી,છોકરીના પરિવારે પકડી કાપી નાખ્યો પ્રાઈવેટ પાર્ટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે