Earthquake: વાવાઝોડાની ભીતિ વચ્ચે આવ્યો ભૂકંપ, દિલ્હી NCR થી લઈને જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયો ઝટકો

Earthquake: વાવાઝોડાની ભીતિ વચ્ચે આવ્યો ભૂકંપ, દિલ્હી NCR થી લઈને જમ્મુ કાશ્મીર સુધી અનુભવાયો ઝટકો

દિલ્હી એનસીઆરના વિસ્તારોમાં એકવાર ફરીથી ભૂકંપ આવ્યો છે. પંજાબ સુધી ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. મળતી માહિતી મુજબ જમ્મુ અને કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને યુપીના કેટલાક વિસ્તારોમાં કંપન મહેસૂસ થયા છે. ભૂકંપના ઝટકાનો અહેસાસ 20 સેકન્ડ સુધી રહ્યો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.4ની માપવામાં આવી. 

માર્ચમાં પણ આવ્યો હતો ભૂકંપનો ઝટકો
આ અગાઉ તાજેતરમાં પણ ભારતના અનેક વિસ્તારોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.6 માપવામાં આવી હતી. ભૂકંપની અસર દિલ્હી-એનસીઆર, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, મધ્ય પ્રદેશ, અને ઉત્તરાખંડ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં હતું. ભૂકંપનું કેન્દ્ર તે વખતે અફઘાનિસ્તાનનું હિન્દુકુશ હતું. 

કેમ આવે છે ભૂકંપ?
ભૂકંપ આવવા પાછળ શું કારણ હોય છે તે પણ જાણવું જરૂરી છે. ધરતીની અંદર 7 પ્લેટ્સ હોય છે જે સતત ઘૂમતી રહે છે. આ પ્લેટ્સ જે જગ્યાએ સૌથી વધુ ટકરાય છે તેને ફોલ્ટ લાઈન ઝોન કહેવામાં આવે છે. વારંવાર ટકરાવવાથી પ્લેટ્સના ખૂણા વળી જાય છે. જ્યારે પ્રેશર વધવા લાગે છે ત્યારે પ્લેટ્સ તૂટવા લાગે છે. તેમના તૂટવાના કારણે અંદરની એનર્જી બહાર આવવાનો રસ્તો શોધે છે. આ ડિસ્ટર્બન્સ બાદ ભૂકંપ આવે છે. 

રિક્ટર સ્કેલ        આંચકાની અસર
0 થી 1.9          ફક્ત સીસ્મોગ્રાફથી ખબર પડે છે. 
2 થી 2.9          હળવા કંપન
3 થી 3.9          કોઈ ટ્રક તમારી નજીકથી પસાર થાય તેવી અસર.
4થી 4.9           બારીઓ તૂટી શકે છે. દીવારો પર લટકાયેલી તસવીરો પડી શકે છે. 
5 થી 5.9          ફર્નીચર હલે છે. 
6થી 6.9           ઈમારતોના પાયા હલી શકે છે. ઉપરના માળને નુકસાન થઈ શકે છે. 
7થી 7.9           ઈમારતો પડી શકે છે, જમીનની અંદર પાઈપ ફાટે છે.
8 થી 8.9          ઈમારતો સહિત મોટા પુલ પડી શકે છે. સુનામીનું જોખમ રહે છે. 
9 કે તેથી વધુ    સંપૂર્ણ તબાહી, કોઈ મેદાનમાં ઊભું હોય તો તેને ધરતી હલતી જોવા મળશે. સમુદ્ર નજીક હોય તો સુનામી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news