Earthquake: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા, 6.4 ની તીવ્રતાનો આંચકા
દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યુપી બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. આ આંચકા દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગુરૂગ્રામ, ગાજિયાબાદ સહિત આસપાસના શહેરોમાં અનુભવાયા હતા.
Trending Photos
Delhi NCR Earthquake News: દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. આ ઉપરાંત યુપી બિહારમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અનુભવાતા લોકો ઘરમાંથી બહાર દોડી આવ્યા. આ આંચકા દિલ્હી, નોઇડા, ફરીદાબાદ, ગુરૂગ્રામ, ગાજિયાબાદ સહિત આસપાસના શહેરોમાં અનુભવાયા હતા. આ પહેલાં દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા 3 ઓક્ટોબરે અનુભવાયા હતા.
ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અચાનક આવેલા ભૂકંપના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાઈ રાઈઝ સોસાયટીમાં પણ લોકો ગેલેરીમાં એકઠા થઇ ગયા હતા.
ભૂકંપના આંચકા રાત્રે 11.32 કલાકે અનુભવાયા હતા. ભૂકંપના આંચકા લાંબા સમય સુધી અનુભવાયા હતા. આ આંચકા એવા સમયે આવ્યા જ્યારે લોકો ખાધા પછી સૂવાની તૈયારી કરી રહ્યા હતા. આંચકા બાદ લોકો ઘરની બહાર આવી ગયા હતા. લોકો સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે પંખા, ઝુમ્મર અને લાઈટો હલતા જોવા મળી રહ્યા છે.
Earthquake of Magnitude:6.4, Occurred on 03-11-2023, 23:32:54 IST, Lat: 28.84 & Long: 82.19, Depth: 10 Km ,Location: Nepal, for more information Download the BhooKamp App https://t.co/SSou5Hs0eO@ndmaindia @Indiametdept @Dr_Mishra1966 @Ravi_MoES @KirenRijiju @PMOIndia pic.twitter.com/XBXjcT29WX
— National Center for Seismology (@NCS_Earthquake) November 3, 2023
માહિતી આપતા નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 6.4 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ ભૂકંપ જમીનથી 10 કિમી નીચે આવ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે