ગુજરાતના પાડોશી રાજ્યમાં મોડી રાત્રે ધરા ધ્રૂજી, ભૂકંપના આંચકા બનાસકાંઠા સુધી અનુભવાયા

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે.

ગુજરાતના પાડોશી રાજ્યમાં મોડી રાત્રે ધરા ધ્રૂજી, ભૂકંપના આંચકા બનાસકાંઠા સુધી અનુભવાયા

નવી દિલ્હી: રાજસ્થાનના જાલોરમાં મોડી રાત્રે 2.26 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.6 જણાવવામાં આવી રહી છે. જો કે સદ્દનસીબે હજુ સુધી કોઈ જાન-માલના નુકસાનના અહેવાલ નથી. તમને જણાવી દઈએ કે મોડી રાત્રે જ્યારે ધરતી ધ્રૂજી ત્યારે લોકો પોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા.

બીજી બાજુ રાજસ્થાનના જાલોરમાં આવેલા ભયાનક ભૂકંપની અસર સમગ્ર બનાસકાંઠામાં જોવા મળી હતી. બનાસકાંઠા વિસ્તારમાં આવેલા અંબાજીમાં તેની અસર વધુ જોવા મળી હતી. ગુજરાતના સુપ્રસિદ્ધ અંબાજી પંથકમાં પણ મોડરાત્રે ભુકંપના આંચકા અનુ઼ભવાયા હતા. જાણવા મળી રહ્યું છે કે અંબાજીમાં રાત્રે 2. 27 કલાક એ ભૂકંપના આંચકાનો અનુભવ થયો હતો. જેમાં અંબાજી, આબુરોડ, માઉન્ટઆબુ વિસ્તારનો સમાવેશ થાય છે. અડધી રાત્રે ભૂંકપના આંચકાથી સૂઈ રહેલા લોકો બહાર પોતાનો જીવ બચાવવા ભાગ્યા હતા. રિકટર સ્કેલ પર 2.6 ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિદુ પાલનપુરથી 92 કિલોમીટર દુર ભીનામાલ પાસે હોવાનુ મનાઈ રહ્યુ છે.
 

Image Source: National Center for Seismology pic.twitter.com/pNFoyDyaPH

— ANI (@ANI) November 19, 2021

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી રાત્રે જાલોરમાં 4.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. હાલમાં તેનું કેન્દ્રબિંદુ શોધી કાઢવામાં આવી રહ્યું છે. ભૂકંપના કારણે કોઈ નુકસાનના અહેવાલ નથી. મળતી માહિતી મુજબ મોડી રાત્રે 2.26 કલાકે આવેલા ભૂકંપના આંચકા લોકોએ અનુભવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news