યુવતી પ્રાઇવેટ પાર્ટમાં સંતાડીને લાવી 6 કરોડનું ડ્રગ્સ, 15 દિવસે બહાર કાઢી શક્યા ડોક્ટર
રાજસ્થાનના જયપુરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક વિદેશી મહિલા તસ્કરના શરીરમાંથી 6 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. તેણે આ દવાઓ 88 કેપ્સૂલમાં છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સ તેના શરીરમાં સર્જરી કરીને ફીટ કરવામાં આવી હતી.
Trending Photos
નવી દિલ્હીઃ રાજસ્થાનના જયપુરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે જ્યાં એક વિદેશી મહિલા તસ્કરના શરીરમાંથી 6 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું છે. તેણે આ દવાઓ 88 કેપ્સૂલમાં છુપાવી હતી. આ કેપ્સ્યુલ્સ તેના શરીરમાં સર્જરી કરીને ફીટ કરવામાં આવી હતી.
6 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
મીડિયા રિપોર્ટ્સ અનુસાર જયપુરમાં મોટી કાર્યવાહી કરતી વખતે ડિરેક્ટોરેટ રેવેન્યુ સર્વિસે એક વિદેશી યુવતી પાસેથી 6 કરોડ રૂપિયાની ડ્રગ્સ રિકવર કરી હતી. વિદેશી યુવતી પોતાના પ્રાઈવેટ પાર્ટમાં હોશિયારીથી ડ્રગ્સ છુપાવીને લાવી હતી. તેને દૂર કરવામાં ડોક્ટરોને 15 દિવસનો સમય લાગ્યો હતો.
શરીરના આંતરિક અંગોમાં સતાડ્યું હતું ડ્રગ્સ
ડીઆરઆઈએ 19 ફેબ્રુઆરીએ જયપુર એરપોર્ટ પરથી પકડાયેલી વિદેશી મહિલાના શરીરમાંથી વિશેષ ઓપરેશન દ્વારા ડ્રગ ભરેલી 88 કેપ્સૂલ કાઢી છે. વિદેશી મહિલાએ આ તમામ કેપ્સૂલ તેના શરીરની અંદર તેના આંતરિક અંગોનું ઓપરેશન કરીને છુપાવી હતી.
મહિલાના શરીરનું ઓપરેશન કરી નિકાળ્યું ડ્રગ્સ
ડીઆરઆઈએ સવાઈ માનસિંહ હોસ્પિટલના ડોકટરોની મદદથી મહિલાના શરીરનું ઓપરેશન કરીને દવાઓથી ભરેલી આ કેપ્સૂલ બહાર કાઢી હતી. તેના શરીરમાંથી કુલ 88 કેપ્સૂલ કાઢવામાં આવ્યા હતા. તપાસમાં આ તમામ હેરોઈન હોવાની પુષ્ટિ થઈ હતી.
પ્રાઇવેટ પાર્ટમાં સંતાડી હતી આ કેપ્સૂલ
શરૂઆતમાં તેના શરીરમાંથી 60 જેટલી કેપ્સૂલ નીકળી હતી. તે પછી પણ ડીઆરઆઈને વધુ શંકા હતી કે શરીરમાં કંઈક છે અને ડોક્ટરોએ પણ તેની પુષ્ટિ કરી છે. બાકીની કેપ્સૂલ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાં છુપાયેલી હતી. લગભગ 11 દિવસ સુધી ડોક્ટરોની દેખરેખ બાદ યુવતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
હેરોઈનનું વજન 862 ગ્રામ છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 6 કરોડ રૂપિયા છે. પકડાયેલી યુવતીને જેલમાં મોકલી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે