મુંબઈ: 70 કિલો સોનાથી સજાવ્યા ગણપતિ બાપ્પાને, સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ

ગણપતિ બાપાને આ વર્ષે પધરામણી થઈ ગઈ છે. ચારેબાજુ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. લોકોએ બાપાના સ્વાગતમાં મોદક ફૂલોથી લઈને સોના ચાંદી સુદ્ધા ચરણોમાં ધરી દીધા છે.

મુંબઈ: 70 કિલો સોનાથી સજાવ્યા ગણપતિ બાપ્પાને, સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ

મુંબઈ: ગણપતિ બાપાને આ વર્ષે પધરામણી થઈ ગઈ છે. ચારેબાજુ હર્ષોલ્લાસ જોવા મળી રહ્યો છે. લોકોએ બાપાના સ્વાગતમાં મોદક ફૂલોથી લઈને સોના ચાંદી સુદ્ધા ચરણોમાં ધરી દીધા છે. આવો જ એક પંડાળ છે જ્યાં ગણપતિજીની મૂર્તિને 70 કિલો સોનાથી સજાવવામાં આવી છે. પંડાળ હાલ ખુબ ચર્ચામાં છે. એટલે સુધી કે તેની સિક્યોરિટી માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. પંડાળ અને ગણેશજીની મૂર્તિ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. મુંબઈ ઉપરાંત મહારાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ગણેશ ચતુર્થીની ધામધૂમ જોવા મળી રહી છે. ચારેબાજુ સુરક્ષા બંદોબસ્ત એકદમ ચુસ્ત રાખવામાં આવ્યો છે. 

— ANI (@ANI) September 13, 2018

સાયનના પૂર્વ વિસ્તારમાં જીએસબી સેવા મંડળે બાપ્પાની સજાવટમાં 23 કેરેટનું 70 કિલો સોનું ઉપયોગમાં લીધુ છે. હવે આ પંડાળની સુરક્ષા માટે ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. જે પંડાળના ખૂણે ખૂણામાં નજર રાખી રહ્યાં છે. અન્ય પંડાળોની વાત કરીએ તો મુંબઈના પ્રખ્યાત ગણાતા મુંબઈ ચા રાજા પંડાળમાં આ વખતે વિશેષતા જોવા મળી છે. 

— ANI (@ANI) September 13, 2018

આ ઉપરાંત લાલબાગ ચા રાજા, નાગપુરના ટેકડી ગણેશ મંદિર અને પુણેના દગડુશેઠ હલવાઈ ગણપતિ મંદિરમાં પણ ગણેશ ચતુર્થીનો જશ્ન જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મંદિરોમાં બાપ્પાના દર્શન માટે લાઈન લગાવી રહ્યાં છે. મહારાષ્ટર્માં 50,000થી વધુ પોલીસકર્મીઓ સુરક્ષામાં તહેનાત છે. 

— ANI (@ANI) September 13, 2018

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news