ચાલુ બસે ડ્રાઇવરને સ્ટ્રોક આવ્યો; મહિલા યાત્રીએ સ્ટીયરિંગ સંભાળીને બસને સંભાળી, 10 કિમી સુધી ચલાવી ડ્રાઈવરને બચાવ્યો

યોગિતાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. યોગિતાએ જણાવ્યું હતું કે તેને 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા.

ચાલુ બસે ડ્રાઇવરને સ્ટ્રોક આવ્યો; મહિલા યાત્રીએ સ્ટીયરિંગ સંભાળીને બસને સંભાળી, 10 કિમી સુધી ચલાવી ડ્રાઈવરને બચાવ્યો

નવી દિલ્હીઃ મહિલાઓ કોઈનાથી ઓછી ઉતરતી નથી, આ ઉક્તિને આ ઘટના સાબિત કરી રહી છે. હાલ એક કિસ્સો મહારાષ્ટ્રના પુણેથી સામે આવ્યો છે. જ્યાં મહિલાઓ અને બાળકોને લઈ જઈ રહેલી મિની બસના ડ્રાઈવરને અચાનક સ્ટ્રોક (ખેંચ) આવ્યો, જેના કારણે તે નીચે પડી ગયો. ત્યારબાદ બસમાં બેઠેલી 42 વર્ષની યોગિતા સાતવે (Yogita Satav) એક મિનિટનો પણ વિચાર કર્યા વિના બસનું સ્ટિયરિંગ પોતાના હાથમાં લઈ લીધું હતું. યોગિતાએ બસને 10 કિલોમીટર સુધી ચલાવી અને તેને હોસ્પિટલ લઈ જઈ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો.

ડ્રાઇવરને અચાન આવી ખેંચ
મળતી માહિતી મુજબ, આ ઘટના 7 જાન્યુઆરીની છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, યોગિતા અન્ય મહિલાઓ અને બાળકો સાથે શિરુરમાં એક કૃષિ પર્યટન સ્થળ પર પિકનિક કરીને બસમાંથી પરત ફરી રહી હતી. તે દરમિયાન ડ્રાઈવરને ખેંચ આવવા લાગી અને નીચે પડી ગયો હતો અને તેણે કારને એકાંત જગ્યાએ રોકવી પડી હતી.

— Anubhav Veer Shakya (@AnubhavVeer) January 16, 2022

 

કાર ચલાવવાનું જાણતાં હતાં, બસ પહેલી વખત ચલાવી
યોગિતાએ જણાવ્યું કે મને કાર ચલાવતા આવડે છે. બાળકો અને મહિલાઓને ગભરાયેલા જોઈને મેં બસ ચલાવવાનું નક્કી કર્યું. યોગિતાએ અન્ય લોકોને પણ તેમના ઘર સુધી છોડી દીધા હતા. કટોકટીના સમયમાં લોકો ગભરાયા વિના સમજદારીપૂર્વક કામ કરવા બદલ યોગિતાની પ્રશંસા કરી રહ્યા છે.

યોગિતાએ પ્રાઈવેટ હોસ્પિટલમાં ડ્રાઈવરને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો. હાલ ડ્રાઈવરની સ્થિતિ સારી છે અને ડોકટર્સનું કહેવું છે કે તેને ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ કરવામાં આવશે. યોગિતાએ જણાવ્યું હતું કે તેને 10 કિલોમીટર સુધી બસ ચલાવીને તેમાં સવાર તમામ લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા. વાઘોલી ગામના પૂર્વ સરપંચ જયશ્રી સાતવ પાટીલે પોતાના સહયોગી અને પિકનિકના આયોજક આશા વાઘમારેની સાથે યોગિતા સાતવના ઘરે જઈને તેમને સન્માનિત કર્યાં. 

સોશિયલ મીડિયા પર લોકો કરી રહ્યા છે વખાણ 
યોગિતાના આ વીડિયોને લોકોએ સોશિયલ મીડિયા પર ખૂબ શેર કર્યો છે અને તેમને ઘણો પ્રેમ મળી રહ્યો છે. લોકોએ પણ તેમની પ્રશંસા કરી છે. લોકોએ ઘણી સારી કોમેન્ટ કરી છે કારણ કે સાતવે સંકટના સમયે હિંમત બતાવી અને ગભરાયા નહીં અને મોટું કામ કર્યું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news