Dream Science: સપનામાં વાંદરો જોવો શુભ મનાય છે કે અશુભ? દરેક હરકતોથી સમજો મોટા સંકેત
Monkey in Dream: જોકે, સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સપના વિશે અલગથી અર્થ જણાવવામાં આવ્યો છે. સપનામાં ઘણી વખત જાનવરો પણ દેખાય છે. એવામાં આજે વાંદરાના સપના વિશે વાત કરીશું કે તેને જોવું શુભ સંકેત હોય છે અથવા તો અશુભ.
Trending Photos
Monkey in Dream: દરેક મનુષ્યને સપનાઓ આવે છે. અમુક વખત ભયંકર સપનાઓ આવે છે, જેના કારણે માનવી ડરી જાય છે. જ્યારે અમુક સપનાઓ સારા હોય છે, જેનાથી ખુશીનો અહેસાસ થાય છે. જોકે, સ્વપ્ન શાસ્ત્રમાં દરેક સપના વિશે અલગથી અર્થ જણાવવામાં આવ્યો છે. સપનામાં ઘણી વખત જાનવરો પણ દેખાય છે. એવામાં આજે વાંદરાના સપના વિશે વાત કરીશું કે તેને જોવું શુભ સંકેત હોય છે અથવા તો અશુભ.
ઘણીવાર એવું બન્યું હશે કે તમને સપનામાં વાંદરા દેખાયા હોય. અથવા તો ક્યારેક તમને વાંદરાઓની ઝુંડ દેખાયું હોય કે પછી ગુસ્સામાં વાંદરા દેખાયા હોય. જોકે, વાંદરાની દરેક હરકતનો એક અલગ મતલબ નીકળે છે. એવામાં આવો જાણીએ સ્વપ્ન શાસ્ત્રના માધ્યમથી તેણે ઉંડાણ પૂર્વક સમજવાનો પ્રયત્ન કરીએ.
સપનામાં હસતો વાંદરો દેખાય તો શુભ સંકેત માનવામાં આવે છે. સપનામાં હસતા વાંદરા દેખાય તો સમજો કે તમારો દિવસ સારો જશે. આવા સ્વપ્ન જોવાથી સમાજમાં પ્રતિષ્ઠા વધે છે. જો કોઈની સાથે જૂની દુશ્મની હોય તો તેનો અંત આવે છે.
આર્થિક સંકટ સમયે જો તમને સપનામાં વાંદરાઓનું ટોળું દેખાય તો સમજવું કે બને બલ્લે બલ્લે થવાનું છે. આ એક શુભ સંકેત માનવામાં આવે છે. આવા સ્વપ્ન ધન લાભ તરફ ઈશારો કરે છે.
જો તમારા સપનામાં વાંદરાને કંઇક ખાતા જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારે સાવચેત થઈ જવું જોઈએ. આવનારા સમયમાં પરિવાર અને તમારા માટે મોટી મુશ્કેલી ઊભી થઈ શકે છે. આવા સ્વપ્ન અશુભ પરિણામ આપે છે.
જો તમારા સપનામાં ગુસ્સે થયેલો વાંદરો દેખાય તો સમજી લેવું કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. આવનારા સમયમાં તમારે ભારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. આવા સ્વપ્ન ઝઘડા અને આદરનો અભાવ સૂચવે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે