પુલવામા હુમલો: કુમાર વિશ્વાસે લખ્યુ, ‘કંઠ મે કોઇ ગીલા ગોલા સા અટક રહા હૈ બાર બાર’

કુમાર વિશ્વાસે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઇલ પીક પણ બદલી દીધી છે. તેમની આ તસવીરમાં એક સૈનિક સુતેલા નાગરીકની રક્ષા કરતા જોવા મળી રહ્યો છે. સૈનિકની પઠી પર ઘણા હુમલા થઇ રહ્યાં છે.

Trending Photos

પુલવામા હુમલો: કુમાર વિશ્વાસે લખ્યુ, ‘કંઠ મે કોઇ ગીલા ગોલા સા અટક રહા હૈ બાર બાર’

નવી દિલ્હી: પુલવામા આતંકવાદી હુમલાને લઇને સમગ્ર દેશમાં ગુસ્સે છે. દુનિયાભરના નેતાઓ અને જાણીતી હસ્તિઓએ આ હુમલાની નિંદા કરતા શહીદ પરિવારો પ્રતિ સંવેદના વ્યક્ત કરી છે. ભારતમાં પણ તમામ રાજકીય દળના નેતાઓ, બોલીવુડ હસ્તિઓ અને ખેલાડીઓએ હુમલાની નિંદા કરતા આતંકવાદની સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે. જાણીતા કવિ ડૉ કુમાર વિશ્વાસે પુલવામા હુમલામા શહીદ જવાનોના પરિવારોની સાતે સંવેદના વ્યક્ત કરતા માર્મિક પંક્તિઓ લખી છે. કુમાર વિશ્વાસની આ લાઇનોને વાંચી તમારૂં પણ ગળું રુંધાઇ જશે.

આ સાથે જ કુમાર વિશ્વાસે તેમના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટની પ્રોફાઇલ પીક પણ બદલી દીધી છે. તેમની આ તસવીરમાં એક સૈનિક સુતેલા નાગરીકની રક્ષા કરતા જોવા મળી રહ્યો છે. સૈનિકની પઠી પર ઘણા હુમલા થઇ રહ્યાં છે.

ડૉ. કુમાર વિશ્વાસે તેમના ટ્વિટરમાં લખ્યું કે, ‘ગુસ્સા, બેબસી ઓર આંસૂ હાવી હે નીંદ પર, કેસી બીત રહી હોગી ઉન પરિવારો પર યે રાત? હર તરફ દુનિયા સૌઇ હે પર મેરી નિંદ મર સી ગઇ હૈ!, આંખોમાં કિરચેં ચૂભ રહી હૈ. હમ હી શાયદ પાગલ હૈ જો સંવેદના કો ઇતને ગહરે લે બેઠતે હૈ. કંઠ મેં કોઇ ગીલા ગોલા સા અટક રહા હૈ બાર બાર, ઇશ્વર તૂ હી કૂછ કર’

આ બોલીવુડ સ્ટાર્સે કર્યું ટ્વિટ
ઉરી પછી જમ્મૂ કાશ્મીરના પુલવામાના અવંતિપોરામાં થયેલા આતંકવાદી હુમલાને લઇને સમગ્ર બોલીવુડ પણ શોકમાં છે. આ આતંકવાદી હુમલા પર આર માધવન, રણવીર સિંહ, અક્ષય કુમાર, પ્રિયંકા ચોપડા, આલિયા ભટ્ટ, સલમાન ખાન, અનુષ્કા શર્મા, સ્વારા ભાસ્કર, અનુપમ ખેર, વરૂણ ધવન, અર્જૂન કપૂર, શ્રદ્ધા કપૂર, ફરહાન અખતર, કરણ જોહર, સોનમ કપૂર, આયુષ્માન ખુરાના, વિક્કી કૌશલ, અભિષેક બચ્ચન, તાપસી પન્નૂ, અજય દેવગણ, જાવેદ અખ્તર, શબાના આઝમી અને ઋષિ કપૂરે તેમની પ્રતિક્રિયાઓ ટ્વિટર પર આપી છે.

— Ranganathan Madhavan (@ActorMadhavan) February 14, 2019

અભિનેતા આર માધવને ટ્વિટ કરીને લખ્યું કે, આ ઘૃણાસ્પદ કામ બાદ જે લોકો તેનો જશ્ન મનાવી રહ્યાં છે, તેમની માત્ર નિંદા કરવી પર્યાપ્ત નથી. તેમના ચહેરા અને સ્મિત ભૂંસી નાખો. બદલો લો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news