LPG Cylinder: હોળી પહેલા ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

LPG Cylinder Price: માર્ચના પહેલા દિવસે જ મોંઘવારનો મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડર અને કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કરવામાં આવ્યો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. 

LPG Cylinder: હોળી પહેલા ફૂટ્યો મોંઘવારીનો બોમ્બ, LPG સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો

LPG Cylinder Price: માર્ચના પહેલા દિવસે જ મોંઘવારનો મોટો માર પડ્યો છે. મહિનાના પહેલા જ દિવસે ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવ 50 રૂપિયા વધી ગયા છે. હવે દિલ્હીમાં ઘરેલુ LPG સિલિન્ડર 1103 રૂપિયા થયો છે. હોળી પહેલા આ મોટો ઝટકો ગણવામાં આવી રહ્યો છે. 

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ 14.2 કિલોગ્રામવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં 50 રૂપિયા વધારો થયો છે. જ્યારે 19 કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 350.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 19 કિલોગ્રામવાળો કોમર્શિયલ સિલિન્ડર હવે 2119.50 રૂપિયાનો મળશે. જ્યારે ઘરેલુ એલપીજી સિલિન્ડર 1103 રૂપિયાનો થયો છે. વધેલા ભાવ આજથી જ લાગૂ થયા છે. 

— ANI (@ANI) March 1, 2023

ક્યાં શું ભાવે મળશે સિલિન્ડર
ઘરેલુ સિલિન્ડરમાં 50 રૂપિયાનો ભાવ વધારો થવાથી હવે દિલ્હીમાં 1053નો બાટલો 1103 રૂપિયામાં મળશે જ્યારે મુંબઈમાં 1102.5, કોલકાતામાં 1129, ચેન્નાઈમાં 1118.5 રૂપિયામાં મળશે. 

જ્યારે કોમર્શિયલ સિલિન્ડરની વાત કરીએ તો દિલ્હીમાં 2119.5 રૂપિયામાં, મુંબઈમાં 2071.5 રૂપિયામાં, કોલકાતામાં 2221.5, અને ચેન્નાઈમાં 2268 રૂપિયામાં બાટલો મળશે. 

અત્રે જણાવવાનું કે છેલ્લા કેટલાક મહિનાથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. પરંતુ ત્યારબાદ ઓઈલ કંપનીઓએ 19 કિલોવાળા કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં જબરદસ્ત વધારો કરી નાખ્યો. આ વખતે 350.50 રૂપિયાનો વધારો થયો. આ વધારા સાથે હવે ગેસ સિલિન્ડરનો ભાવ 2119.50 રૂપિયા પહોંચ્યો છે. દિલ્હીમાં આ જ સિલિન્ડર પહેલા 1769 રૂપિયામાં મળતો હતો. એક જાન્યુઆરીએ બાટલામાં 25 રૂપિયાનો વધારો થયો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news