દિલ્હીમાં સરકારનું નાક દબાવશે ખેડૂત! બૌદ્ધિકોએ પણ સમર્થનમાં કાઢી રેલી
દિલ્હીની અલગ અલગ હોસ્પિટલનાં આશરે 25-30 ડોક્ટર્સે રામલીલા મેદાન પર ખેડૂતો માટે એક નિશુલ્ક સ્વાસ્થય શિબિરનું આયોજન કર્યું
Trending Photos
નવી દિલ્હી : સમગ્ર દેશમાંથી આવેલા હજારો ખેડૂતોનાં સમર્થમાં ડોક્ટર, વકીલ પ્રોફેસ, કલાકાર, ગુરૂવારે મોટા પ્રમાણમાં સામે આવ્યા. ખેડૂતોનાં બે દિવસનાં વિરોધ પ્રદર્શન માટે અહીં રામલીલા મેદાનમાં એકત્ર થયા છે. નેશન ફોર ફાર્મ્ર્સ સમુહનાં આશરે 600-700 સ્વયંસેવકોએ બિજવાસન, મજનુ કા ટીલા, નિજામુદ્દીન અને આનંદ વિહારથી પ્રદર્શનકર્તાઓની સાથે રામલીલા મેદાન તરફ કુચ કરી.
સ્વયં સેવકોમાં વકીલ, ડોક્ટર, અને શિક્ષણવિદોનો પણ સમાવેશ થાય છે. દિલ્હી ચલોનાં અભિયાન હેઠળ ખેડૂતોએ માર્ચ માટે સમર્થન માંગ્યું હતું. સમુહની સાથે સ્વયં સેવી જાન્હ્નવીએ કહ્યું કે, દેશનાં અલગ અલગ હિસ્સાઓમાંથી આવેલા અમારા સ્વયં સેવીઓ મોટા પ્રમાણમાં એકત્ર થઇ રહ્યા છે. અમારા સ્વયં સેવકોએ ચાર સ્થળોથી ખેડૂતો સાથે મોર્ચો કાઢ્યો છે. અમે ખેડૂતો માટે રામલીલા મેદાન પર એત સ્વાસ્થય શિબિર પણ લગાવી છે.
સંગઠન પ્રદર્શનરત ખેડૂતોનાં ભોજન, પાણી અને અન્ય વસ્તુઓ સહીત અન્ય મુળ સુવિધાઓનો ખર્ચ ઉઠાવી રહી છે. સ્વયં સેવક નિયમિત સમયે શાક-પુરી અને ચા પણ વહેંચી રહ્યા છે.
ડોક્ટર્સ દ્વારા ફ્રી સ્વાસ્થય શિબિરનું આયોજન
એમ્સ, આરએમએલ, લોક નાયક, હિંદુ રાવ, અરૂણ આસિફ અલી હોસ્પિટલ જેવી દિલ્હીની અલગ અલગ હોસ્પિટલમાંથી આશરે 25-30 ડોક્ટર્સ દ્વારા રામલીલા મેદાન પર ખેડૂતો માટે નિશુલ્ક સ્વાસ્થય શિબિર આયોજીત કરવામાં આવી.
ડીયુ ફોર ફાર્મર્સ નામનું જુથ ચલાવનારા દિલ્હી યુનિવર્સિટીના એક પ્રોફેસ આભા દેવ હબીબે ખેડૂતોનાં ભોજનનાં પેકેટ આપવા માટે પ્રોફેસર્સ અને વિદ્યાર્થીઓના ફંડ એકત્રીત કર્યું છે. પંજાબના સંગરુર જિલ્લાની એક આંગણવાડી સહાયીકા બલવિંદર કૌરે કહ્યું કે, તેઓ અહીં પ્રદર્શનનું સમર્થન કરવા માટે આવ્યા છે. તેઓ અહીં ભોજન બનાવવામાં મદદ કરી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે