ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા

ઘરકંકાસ ક્યારેક હાંસીનું પાત્ર બનતો હોય છે. આવુ જ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં બન્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે 3000 રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીના નાકે ભર્યું બચકું, નાક પર આવ્યા 15 ટાંકા

જાવેદ સૈયદ/અમદાવાદ: ઘરકંકાસ ક્યારેક હાંસીનું પાત્ર બનતો હોય છે. આવુ જ અમદાવાદ શહેરના ઘોડાસર વિસ્તારમાં બન્યું છે. શહેરના ઘોડાસર વિસ્તારમાં રહેતા દંપતિ વચ્ચે 3000 રૂપિયાને લઈને થયેલા ઝઘડામાં બેરોજગાર પતિએ પત્નીને નાક પર બચકું ભરી લીધું હતું. મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી.

પતિએ મહિલાને એટલુ જોરથી બચકુ ભર્યું હતું કે, નાક પર 15 જેટલા ટાંકા આવ્યા હતા. પાકિટમાંથી પૈસા લેવા બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. વટવા પોલીસે પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ઘોડાસર વિસ્તારમાં આવેલા રાજપથ બંગલોઝમાં રહેતા રેશમબહેન ફૂલવાની પ્લાસ્ટિક નામની દુકાનમાં નોકરી કરે છે. તેમના પતિ કૈલાસભાઈ ફૂલવાની કોઈ કામધંધો કરતા નથી. તેઓ બેરોજગાર છે.

કેસરિયો ધારણ કરતા જ બદલાયો અલ્પેશનો રંગ, કહ્યું ‘ભાજપ વિદ્વાન લોકોની ગુરુકુળ’

બે દિવસ પહેલાં સવારના 9 વાગ્યાની આસપાસ રેશમબહેનના પતિ ઘરે હાજર હતા. અને તેમનાં ત્રણ બાળકો સ્કૂલ-કોલેજ ગયાં હતાં. તે સમયે રેશમબહેનને પૈસાની જરૂર હોવાથી તે તેમના રૂમમાં ગયાં હતાં અને તેમણે તિજોરીમાંથી પાકીટ કાઢ્યું હતું, પરંતુ પાકીટમાં તેમણે મૂકેલા ૩૦૦૦ રૂપિયા ન હતા.

અમદાવાદમાં 12 વર્ષીય બાળકીનું કોમ્પ્લેક્ષ બ્લેડર એસ્ટ્રોફીનું સફળ ઓપરેશન

રેશમબહેને પતિને પૂછ્યું કે, મારા પાકીટમાંથી પૈસા તમે લીધા છે? તો કૈલાસભાઇએ ના પાડી હતી. થોડી વાર પછી રેશમબહેન ઘરના હોલમાં હતાં ત્યારે તેમના પતિ ત્યાં આવતાં રેશમબહેને પૈસા બાબતે પતિને ફરી પૂછ્યું કે, મારા પૈસા તમે લીધા છે? આમ વારંવાર પૈસા બાબતે પુછતા પતિને ખોટું લાગતાં તેણે રેશમબહેન સાથે ઝઘડો કરી ગાળાગાળી કરી હતી. એટલું જ નહીં, રેશમબહેનના વાળ પકડીને નીચે પાડી ગડદાપાટુનો માર મારી ગળાના ભાગે નખ મારી દીધા હતા.

કૈલાસભાઇ આટલેથી અટક્યા નહોતા અને તેમણે રેશમબહેનના નાક પર જોરદાર બચકું ભરી લીધું હતું. જેથી રેશમબહેનના નાક પરથી લોહી વહેવા લાગ્યું હતું. પતિએ રેશમબહેનને વધુ માર મારતાં તેમણે બૂમાબૂમ કરતાં આસપાસના લોકો આવી ગયા અને રેશમબહેનને નાક પર ઇજા થતાં એલજી હોસ્પિટલના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. પતિએ રેશમબહેનના નાક પર એટલું જોરદાર બચકું ભર્યું હતું કે તેમને 15 ટાંકા આવ્યા હતા. હાલ રેશમબહેને તેમના પતિ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ અંગે ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news