Shanivar Ke Upay: શનિવારે ભૂલથી પણ ના ખરીદો આ 4 વસ્તુઓ, નહીંતર શનિદેવનો વરસશે પ્રકોપ

શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષના મતે શનિવારે દિવસે ભૂલથી ભૂલ કરીને અમુક ચીજોને ખરીદવી જોઈએ નહીં.

Shanivar Ke Upay: શનિવારે ભૂલથી પણ ના ખરીદો આ 4 વસ્તુઓ, નહીંતર શનિદેવનો વરસશે પ્રકોપ

નવી દિલ્હ: શનિવારના દિવસે શનિ દેવની વિશેષ કૃપા મેળવવા અને શનિ દોષને દૂર કરવા માટેનો સૌથી મહત્ત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. તેના સિવાય આજ દિવસે હનુમાનજીની ભક્તિ કરવાનો દિવસ છે. કહેવાય છે કે આ દિવસે શનિદેવની સાચી શ્રદ્ધાથી ભક્તિ કરવામાં આવે તો દરેક મનોકામના પૂર્ણ થાય છે. શનિ દેવની કૃપા મેળવવા માટે શનિવારના દિવસે અમુક ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ. જ્યોતિષના મતે શનિવારે દિવસે ભૂલથી ભૂલ કરીને અમુક ચીજોને ખરીદવી જોઈએ નહીં.

શનિવારના દિવસે ન ખરીદો સરસવનું તેલ
માન્યાતાઓ અનુસાર શનિવારના દિવસે સરસવનું તેલ ખરીદવું જોઈએ નહીં, કારણ કે આવું કરવાથી શનિ દેવ નાખુશ રહે છે. જેના કારણે વ્યક્તિના જીવનમાં એક પછી એક પરેશાનીઓ આવવા લાગે છે. એવામાં શનિવારના દિવસે ભૂલથી પણ સરસવનું તેલ ખરીદશો નહીં.

લોખંડથી બનેલી ચીજ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિવારના દિવસે લોખંડની ચીજો ખરીદવી જોઈએ નહીં. શનિવારના દિવસે લોખંડ ખરીદવાથી શનિદેવ નારાજ થાય છે. જેના કારણે નોકરી અને વેપારમાં સમસ્યાઓ આવી શકે છે. જોકે શનિવારના દિવસે લોખંડની ચીજો દાન કરવી શુભ મનાય છે. શનિવારના દિવસે જરૂરિયાતમંદોને લોખંડની બનેલી ચીજો જરૂર દાન કરો.

શનિવારના દિવસે મીઠું ખરીદવું જોઈએ નહીં
શનિવારના દિવસે મીઠું ખરીદવું પણ નિષેધ માનવામાં આવ્યું છે. એટલા માટે શનિવારના દિવસે ભૂલથી પણ મીઠું ખરીદવું જોઈએ નહીં. શનિવારના દિવસે પીપળાના ઝાડમાં જળ ચઢાવવું અને દીવો પ્રગટાવવો  શુભ માનવામાં આવ્યું છે. આવું કરવાથી તમામ મનોકામના ખુબ જલ્દીથી પૂર્ણ થઈ જાય છે.

શનિવારના દિવસે ના ખરીદો કાળા તલ
શાસ્ત્રોમાં શનિવારના દિવસે કાળા તલ ખરીદવા અશુભ માનવામાં આવે છે. જોકે આ દિવસે કાળા તલ અને સરસવના તેલથી શનિદેવની પુજા કરવામાં આવે છે. શનિવારના દિવસે કાળા તલ ખરીદવા મનાઈ છે. શનિવારના દિવસે આવું કરવાથી વ્યક્તિના જીવનમાંથી ખુશીઓ ચાલી જાય છે.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news