શું ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો 'જ્વાળામુખી' ફાટવાનો છે? ચોંકાવનારો રિપોર્ટ

શું ભારતમાં કોરોના મહામારીએ જ્વાળામુખીનું સ્વરૂપ લઈ લીધુ છે જે ગમે ત્યારે ફાટી શકે છે? આ સવાલ Indian Council of Medical Research એટલે કે ICMRના એ રિપોર્ટથી ઉઠે છે જેનાથી એવા સંકેત મળે છે કે ભારત હવે કોરોના સંક્રમણના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે અથવા તો પહોંચવાની તૈયારીમાં છે. આખરે ICMRના એ રિપોર્ટમાં એવું તે શું છે જેણે ભારતમાં આ વાયસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission)વાળા જોખમની ઘંટડી વગાડી છે?
શું ભારતમાં જીવલેણ કોરોના વાયરસનો 'જ્વાળામુખી' ફાટવાનો છે? ચોંકાવનારો રિપોર્ટ

નવી દિલ્હી: શું ભારતમાં કોરોના મહામારીએ જ્વાળામુખીનું સ્વરૂપ લઈ લીધુ છે જે ગમે ત્યારે ફાટી શકે છે? આ સવાલ Indian Council of Medical Research એટલે કે ICMRના એ રિપોર્ટથી ઉઠે છે જેનાથી એવા સંકેત મળે છે કે ભારત હવે કોરોના સંક્રમણના ત્રીજા સ્ટેજમાં પહોંચી ગયુ છે અથવા તો પહોંચવાની તૈયારીમાં છે. આખરે ICMRના એ રિપોર્ટમાં એવું તે શું છે જેણે ભારતમાં આ વાયસના કમ્યુનિટી ટ્રાન્સમિશન (Community Transmission)વાળા જોખમની ઘંટડી વગાડી છે?

શું છે ICMRના રિપોર્ટમાં?
વાત જાણે એમ છે કે ICMRએ 15 ફેબ્રુઆરીથી લઈને 2 એપ્રિલ સુધીમાં 21 રાજ્યોના 52 જિલ્લાઓમાં શ્વાસ સંબંધી ગંભીર બીમારીઓથી પીડિત દર્દીઓના કોરોના ટેસ્ટ કર્યાં જેમાંથી 1.8 ટકા એટલે કે 104 દર્દીઓનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો. કોરોના પોઝિટિવ દર્દીઓમાંથી લગભગ 39 ટકા એટલે કે 40 કેસ એવા હતા કે જેમની ન તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી હતી કે ન તો એ  લોકો વિદેશથી પાછા ફરેલા લોકોના સંપર્કમાં આવ્યાં હતાં. 

જો કે ICMRએ પોતાના રિપોર્ટમાં કમ્યુનિટી ટ્રાન્સમિશનનો કોઈ ઉલ્લેખ નથી કર્યો પરંતુ જાણકારો તેને કમ્યુનિટી ટ્રાન્સમિશન તરીકે જોઈ રહ્યાં છે અને એવા તર્ક આપી રહ્યાં છે કે આ વાયરસ હવે એવા લોકોમાં ફેલાવવા લાગ્યો છે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી પરંતુ ગઈ કાલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ તર્કને પૂરેપૂરી રીતે ફગાવી દીધો છે અને કહ્યું કે દેશમાં કોરોના વાયરસ હજુ કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા સ્ટેજમાં પહોંચ્યો નથી. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની સ્પષ્ટ ના, આપ્યા બે તર્ક
ICMRના જે રિપોર્ટના આધારે જાણકારો કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા જોખમની વાત કરી રહ્યાં છે તે રિપોર્ટને આધાર બનાવીને કેન્દ્ર સરકાર એવો દાવો કરી રહી છે કે એવું કોઈ જોખમ નથી. આ માટે સરકાર તરફથી બે તર્ક અપાયા છે. 

પહેલો તર્ક એ છે કે રિપોર્ટમાં કોરોના પોઝિટિવના તમામ કેસ એવી જગ્યાઓ પરથી મળી આવ્યાં છે જેમને હોટસ્પોટ જાહેર કરી ચૂકાયા હતાં. આથી ત્યાં પહેલેથી જ એવા પોઝિટિવ દર્દીઓ મળવાના અણસાર હતાં કે જેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નહતી. એક તર્ક એ પણ છે કે ICMRનો રિપોર્ટ દેશના ફક્ત 52 જિલ્લાઓ સુધી જ સિમિત છે અને ટેસ્ટમાં સામેલ 5911માંથી ફક્ત 1.8 ટકા સેમ્પલ જ પોઝિટિવ આવ્યાં છે. 

ત્રીજા તબક્કામાં પ્રવેશવાનું વધ્યું જોખમ
જો કે સરકાર ભલે કહે કે દેશમાં હજુ  આ મહામારીનું કમ્યુનિટી ટ્રાન્સમિશન નથી થયું પરંતુ એ વાતથી ઈન્કાર ન કરી શકાય કે હવે કમ્યુનિટી ટ્રાન્સમિશનનું જોખમ વધી ગયું છે. આ જોખમને એ રીતે સમજીએ કે કોરોના સંક્રમણના કુલ ચાર તબક્કા હોય છે અને ભારત હજુ બીજા તબક્કામાં છે. જો હાલાત કાબુ બહાર ગયા તો કમ્યુનિટી ટ્રાન્સમિશનવાળા ત્રીજા તબક્કામાં પહોંચવામાં વધુ સમય નહીં લાગે. 

કોરોના સંક્રમણના પહેલા તબક્કામાં એવા લોકોને ચેપ લાગ્યો હોય છે જે લોકો બીજા દેશમાંથી ચેપ લઈને આવ્યાં હોય છે. ભારત આ તબક્કો પાર કરી ચૂક્યું છે. જ્યારે બીજા તબક્કામાં એવા લોકો આવે છે જે વિદેશયાત્રા કરીને ચેપ લઈને આવ્યાં હોય અને તેના સંપર્કમાં આવનાર લોકોમાં તે ચેપ ફેલાયો હોય. ભારત હાલ બીજા તબક્કામાં છે. હવે ભારતનો ત્રીજા તબક્કામાં પહોંચવાનું જોખમ વધી ગયું છે. જેમાં કમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થઈ જાય છે. આ સ્ટેજમાં તે લોકોને પણ ચેપ લાગવાનો શરૂ થઈ જાય છે જે લોકો ન તો વિદેશ મુસાફરી કરીને આવ્યાં હોય કે ન તો વિદેશથી પાછા ફરેલા કોઈના સંપર્કમાં આવ્યાં હોય. આ તબક્કામાં સંક્રમિત વ્યક્તિને ચેપ ક્યાથી લાગ્યો અને કેવી રીતે ફેલાયો તે જાણવું મુશ્કેલ થઈ પડે છે. ICMRના રિપોર્ટમાં આવામાં જ 40 સંક્રમિત દર્દીઓની માહિતી મળી છે. આથી એવું કહેવાય છે કે ભારતમાં કોરોના સંક્રમણનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પરંતુ હાલ સરકાર તેની ના પાડે છે. 

DNA ANALYSIS: क्या भारत में कोरोना का 'ज्वालामुखी' फटने वाला है?

વાયરસનો ચોથો તબક્કો સૌથી ખતરનાક
વાયરસ સંક્રમણનો ચોથો તબક્કો સૌથી ખતરનાક હોય છે. જેમાં આ સંક્રમણ મહામારીનું સ્વરૂપ ધારણ કરી લે છે. એક પછી એક મોટા સમૂહોમાં તેનો ચેપ ઝડપથી ફેલાતો જાય છે અને ખતમ થવાનું નામ લેતો નથી. આ  તબક્કામાં લાખો લોકોના મોત થઈ શકે છે. અમેરિકા, ઈટાલી, અને સ્પેનમાં આ મહામારી ચોથા તબક્કામાં પહોંચી ગઈ છે. જ્યાં રોજેરોજ સંક્રમણના હજારો કેસ સામે આવી રહ્યાં છે અને સેકડો લોકોના મોત થાય છે. 

યુદ્ધ સ્તરે સરકારની તૈયારીઓ
ભારત સરકાર ભલે કહે કે દેશમાં આ મહામારી ત્રીજા તબક્કામાં પહોંચી નથી પરંતુ તેનો અર્થ એ નથી કે એવું બનવાનું નથી. આ જોખમને ગંભીરતાથી લઈને કેન્દ્ર સરકાર યુદ્ધ સ્તરે તૈયારીઓ કરી રહી છે. જેના માટે કેન્દ્ર સરકાર 15000 કરોડ રૂપિયાના ઈમરજન્સી ફંડની જાહેરાત કરી ચૂકી છે. જેનો ઉપયોગ કોરોના દર્દીઓની સારવાર અને મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબુત કરવામાં થશે. સરકારે પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપેમન્ટ (Personal Protective Equipment) બનાવવા માટે 39 ઘરેલુ કંપનીઓને ઓર્ડર આપ્યાં છે. 

કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને 20 લાખથી વધુ N-95 માસ્ક સપ્લાય કરાયા છે. ભારતમાં હાલ લગભગ 48000 વેન્ટિલેટર્સ ઉપલબ્ધ છે. 49000 નવા વેન્ટિલેટર્સનો ઓર્ડર અપાયો છે. જેનો સપ્લાય જલદી શરૂ થશે. અનુમાન છે કે કોરોનાના દર્દીઓની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીનની એક કરોડ ગોળીઓની જરૂર પડશે. જ્યારે સરકાર પાસે તેના કરતા ત્રણગણો સ્ટોક છે. દેશમાં 28 સૈન્ય હોસ્પિટલોને કોરોનાના દર્દીઓની સારવાર માટે તૈયાર કરવામાં આવી રહી છે. આડા આઠ હજારથી વધુ મિલેટ્રી ડોક્ટર્સને તૈયાર રખાયા છે. ટ્રેનોના પાંચ હજાર કોચમાં આઈસોલેશન વોર્ડ તૈયાર કરાયા છે. 

લોકડાઉનનું પાલન એ જ નાગરિકોનું યોગદાન
કોરોના મહામારી વિરુદ્ધ આ બધી કેન્દ્ર સરકારની તૈયારીઓ છે અને આ ઉપરાંત અલગ અલગ રાજ્ય સરકારો પણ પોત પોતાની તૈયારીઓમાં લાગી છે. આથી નાગરિકોએ ગભરાવવાની જરૂર નથી. તમે ફક્ત લોકડાઉનના નિયમોનો કડકાઈથી પાલન કરો. કોરોના સામે લડતી સરકારો માટે તમારા તરફથી આ સૌથી મોટું યોગદાન રહેશે. 

અમે તમને કોરોના સંક્રમણ પર દેશની અપડેટ આપીએ છીએ. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં સંક્રમણના 896 નવા કેસ સામે આવ્યાં છે. ગુરુવારની સરખામણીમાં દેશમાં 24 કલાકમાં નવા કેસ સૌથી વધારે સામે આવ્યાં છે. ગુરુવારે 591 કેસ નવા આવ્યાં હતાં. દેશમાં હવે કોરોના સંક્રમણના 6700થી વધુ કેસ છે. 206 જેટલા લોકોના મોત થઈ ચૂક્યા છે. ગઈ કાલે એક જ દિવસમાં 37 લોકોના મોત થયા. 

જુઓ LIVE TV

આજે પીએમ મોદીની મુખ્યમંત્રીઓ સાથે બેઠક
કોરોના સંક્રમણ પર રાજ્ય સરકારો દ્વારા અપાયેલા આંકડા અને સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડામાં અંતર હતું. આ અગાઉ બંને આંકડા ઝી ન્યૂઝ પર બતાવવામાં આવતા હતાં પરંતુ હવે ઝી ન્યૂઝે નક્કી કર્યું છે કે ફક્ત સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા જ દર્શાવવામાં આવશે જેથી કરીને કોઈ કન્ફ્યુઝન ન રહે. 

ગઈ કાલે 16000થી વધુ સેમ્પલ ટેસ્ટ કરાયા છે. જેમાંથી 0.2 ટકા કેસ પોઝિટિવ આવ્યાં છે. એટલે કે દર 500 ટેસ્ટમાં ફક્ત એક વ્યક્તિ પોઝિટિવ મળ્યો છે. હાલ કોરોના સંક્રમણની તપાસ માટે દેશમાં 213 પ્રાઈવેટ અને સરકારે લેબ્સ છે. છેલ્લા 8 દિવસમાં સેમ્પલ ટેસ્ટની સંખ્યા લગભગ ત્રણગણી વધી છે. આ મહામારી બાદથી 2000થી વધુ વિદેશી નાગરિકોને ભારત બહાર મોકલવામાં આવ્યાં છે અને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહામારીના હાલાત અંગે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે અને તેના પર આગળની રણનીતિ તૈયાર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news