દિવાળી પહેલા મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, EMIને લઈને આપી રાહત

લોકડાઉનની જાહેરાત બાદ 1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 ની વચ્ચે જેઓએ પણ લોન લઈને રાખી છે, તેમના પર લાગનારું ચક્રવૃદ્ધિ વ્યાજને સરકાર માફ કરશે

દિવાળી પહેલા મોદી સરકારે આપી મોટી ગિફ્ટ, EMIને લઈને આપી રાહત

ઝી મીડિયા/બ્યૂરો :કોરોના મહામારી અને લોકડાઉનને કારણે ધડામ કરીને નીચે ગયેલા માર્કેટને પરત પાટા પર લાવવા માટે કેન્દ્ર સરકારે મોટુ પગલુ ભર્યું છે. મોદી સરકારે શનિવારે એક સરક્યુલર જાહેર કરીને કહ્યું કે, જે લોકોએ રાષ્ટ્રીય બેંકો કે એનબીએફસી જેવા અન્ય ફાઈનાન્શિયલ સંસ્થાનોથી બે કરોડ રૂપિયા સુધીની લોન લીધી છે. તેમનુ લોકડાઉનના સમયનું એટલે કે કુલ 6 મહિનાનું ચક્રવૃદ્ધિ વ્યાજ માફ થશે.

તેનો મતલબ એ થયો કે, લોકડાઉનની જાહેરાત બાદ 1 માર્ચ 2020 થી 31 ઓગસ્ટ 2020 ની વચ્ચે જેઓએ પણ લોન લઈને રાખી છે, તેમના પર લાગનારા ચક્રવૃદ્ધિ વ્યાજને સરકાર માફ કરશે. એટલે કે, જો કોઈ ગ્રાહક પર લોન ન ચૂકવી શકવાને કારણે સાધારણ વ્યાજને બદલે ચક્રવૃદ્ધિ વ્યાજ લાગે છે તો તેનું વળતર સરકાર કરશે. 

— ANI (@ANI) October 24, 2020

ઉલ્લેખનીય છે કે, રિઝર્વ બેંકે પહેલા જ બેંકોને વ્યાજના મેરોટોરિયમ વ્યાજ આપવા માટે કહ્યું હતું. જેથી તેઓ મહામારીના સમય દરમિયાન વ્યાજ ચૂકવવાના બોજથી બચી જાય, હવે તેના પર કેન્દ્ર સરકારનો આ નિર્ણય નાના અને મધ્યમ ઉદ્યોગો અને વ્યક્તિગત લોન લેનારા લોકો માટે મોટી રાહત બનીને આવી છે. 

શું છે સરકારની જાહેરાત
સરકારે સરક્યુલર જાહેર કરીને કહ્યું કે, તમામ બેંક હવે દેણદારોથી વસૂલવામાં આવેલ ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાધારણ વ્યાજના અંતરને ચૂકવશે. એટલે કે જેઓએ લોકડાઉન દરમિયાન ચક્રવૃદ્ધિ વ્યાજ બેંકોએ ભર્યું છે. તેઓને તેનુ અંતર પરત મળી જશે. તો જેઓએ મેરોટોરિયમના દરમિયાન વ્યાજ નથી ચૂકવ્યું, તેઓએ માત્ર સાધારણ વ્યાજ જ ભરવાનું રહેશે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news