Maharashtra: દેશમુખનું રાજીનામુ, હવે આ નેતા સંભાળશે રાજ્યના ગૃહમંત્રીનો પદભાર

બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ અનિલ દેશમુખે મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી પોતાનું રાજીનામુ આપી દીધુ છે. 
 

Maharashtra: દેશમુખનું રાજીનામુ, હવે આ નેતા સંભાળશે રાજ્યના ગૃહમંત્રીનો પદભાર

મુંબઈઃ અનિલ દેશમુખના ગૃહમંત્રી પદેથી રાજીનામુ આપ્યા બાદ દિલીપ વિલસે પાટિલ (dilip walse patil) રાજ્યના નવા ગૃહમંત્રી બની શકે છે. મહત્વનું છે કે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે પોતાના પદ પરથી આજે રાજીનામુ આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે થોડા દિવસ પહેલા પત્ર લખી અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદથી અનિલ દેશમુખ બધાના નિશાને હતા. 

સોમવારે બોમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસની મંજૂરી આપી, તો અનિલ દેશમુખે રાજીનામુ આપી દીધુ છે. મુંબઈ પોલીસના પૂર્વ કમિશનરની પરમબીર સિંહની અરજી પર સુનાવણી કરતા સોમવારે બોમ્બે હાઈકોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો. 100 કરોડ રૂપિયાની વસૂલીના આરોપોની તપાસ સીબીઆઈ કરશે. 

અનિલ દેશમુખે આપ્યુ રાજીનામુ
મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે (Anil Deshmukh) આખરે પદેથી રાજીનામું આપી દીધુ છે. મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તાજેતરમાં એક પત્ર લખીને અનિલ દેશમુખ પર 100 કરોડ રૂપિયાની વસૂલી કરવાનો આરોપ લગાવ્યો  હતો. ત્યારબાદથી જ અનિલ દેશમુખ વિરોધીઓના નિશાને હતા. આજે જ બોમ્બે હાઈકોર્ટે તેમના વિરુદ્ધ સીબીઆઈ તપાસને મંજૂરી આપી દીધી છે. 

એનસીપીની હાઈ લેવલ મીટિંગ
અનિલ દેશમુખ મામલે થયેલી એનસીપીની હાઈ લેવલની મીટિંગમાં શરદ પવાર, અનિલ દેશમુખ, અજિત પવાર, અને સુપ્રીયા સુલે હાજર રહ્યા હતા. આ બેઠક જયશ્રી પટેલની અરજી પર આવેલા હાઈકોર્ટના નિર્ણય બાદ યોજાઈ. પાર્ટી સૂત્રોના જણાવ્યાં મુજબ બેઠકમાં આગળની રણનીતિ પર ચર્ચા થઈ છે. ત્યારબાદ જ દેશમુખે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પોતાનું રાજીનામું સોંપી દીધુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news