ભારતીય સેનામાં સ્વદેશી 'ઘનુષ' તોપનો સમાવેશ, બોફોર્સ કરતા પણ વધારે મારક ક્ષમતા
સ્વદેશી બનાવટની ધનુષ તોપ મળતાં ભારતીય સેનાની તાકાતમાં નોંધપાત્ર વધારો થયો છે. ધનુષ તોપની ક્ષમતા બોફોર્સ તોપ કરતાં પણ વધુ ખતરનાક છે. જેને પગલે હવે ભારતીય સેના દુશ્મનોનો સફાયો સરળતાથી કરવા વધુ સક્ષમ બની છે. કે-9 વજ્ર અને એમ-777 અલ્ટ્રા હોવિત્ઝર તોપ બાદ ઘનુષનો સેનામાં સમાવેશ થવાથી હવે સેનાની શક્તિમાં અસામાન્ય વધારો થયો છે
Trending Photos
નવી દિલ્હી : દેશમાં બનેલી ધનુષ તોપ સોમવારે સેનામાં સમાવિષ્ટ કરવામાં આવી. આ સાથે જ ભારતીય સેનાની દેસી બોફોર્સ મળી ચુકી છે. દેસી બોફોર્સ તરીકે પ્રસિદ્ધ બહુપ્રતિક્ષિત ધનુષ 155/45 કેલિબર ગન પ્રણાલી સેનાની મારક ક્ષમતામાં વધારો કરી દેશે. ધનુષ બંદુક પ્રણાલી 1980માં પ્રાપ્ત બોફોર્સ પર આધારિત છે અને કથિત ભ્રષ્ટાચારના કારણે તેની ખરીદીમાં વિવાદ થયો હતો.
Jabalpur: Dhanush artillery gun inducted in Indian Army; #visuals from the handing over ceremony. #MadhyaPradesh pic.twitter.com/6iRuWryznQ
— ANI (@ANI) April 8, 2019
કે-9 વજ્ર અને એમ-777 અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ બાદ ધનુષ સેનામાં સમાવિષ્ટ થયાનાં એક અંતરાલ બાદ મોદી સરકાર અંતર્ગત તોપખાનામાં હથિયારોનો સમાવેશ કરવાની પ્રવૃતીને ઉત્તેજન મળ્યું છે. કે-9 વજ્ર એક ઓટોમેટિક દક્ષિણ કોરિયન હોવિત્ઝર અને એમ-777 અમેરિકા પાસેથી ખરીદેલી અલ્ટ્રા લાઇટ હોવિત્ઝર તોપ છે. ઘનુષને બોફોર્સની ટેક્નોલોજીનાં આધારે જબલપુર ખાતેની ગન ફેક્ટ્રીમાં ઓર્ડિનન્સ ફેક્ટ્રી દ્વારા ડિઝાન કરવામાં આવી અને વિકસિત કરવામાં આવી છે. સેનામાં સ્વદેશી બંદુક ઉત્પાદન યોજનાને સક્રિય રીતે સમર્થન કર્યું છે અને 110થી વધારે ધનુષ તોપોનો ઓર્ડર આપ્યો છે.
ધનુષ સેનામાં પ્રવેશને એક મહત્વપુર્ણ પાયાનો પત્થર માનવામાં આવી રહ્યો છે કારણ કે તે ભારતમાં નિર્મિત થનારી લાંબી રેંજની પહેલી તોપ છે. ધનુષ સોંપનારા સમારંભમાં સોમવારે આયોજીત કરવામાં આવી. ગન કેરિજ ફેક્ટ્રીમાં છ બંદુક પ્રણાલીઓને રજુ કરવામાં આવી.
ઘનુષ તોપોની વિશેષતાઓ
ધનુષ તોપનાં બૈરલનું વજન 2692 કિલો છે અને તેની લંબાઇ આઠ મીટર છે. ધનુષ તોપની મારક ક્ષમતા 42-45 કિલોમીટર સુધીની છે. તેના કારણે ભારતીય સેનામાં સમાવેશ થવા અંગે સીમા પર દુશ્મનોને મુંહતોડ જવાબ મળશે. ઘનુષ તોપ સતત બે કલાક સુધી ફાયર કરવામાં સક્ષમ છે અને પ્રતિ મિનિટ બે ફાયર કરે છે. તેમાં 46.5 કિલોનો ગોળો પ્રયોગ કરવામાં આવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે