Action on Pilots: DGCA એ 90 પાઈલટને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોક્યા, જાણો કારણ
DGCA એ સ્પાઈસ જેટ પર મોટી કાર્યવાહી કરી છે અને તેના 90 પાઈલટ્સને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોક્યા છે.
Trending Photos
નવી દિલ્હી: DGCA એ સ્પાઈસ જેટ પર મોટી કાર્યવાહી કરી છે અને તેના 90 પાઈલટ્સને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોક્યા છે. DGCA એ સિમ્યુલેટર ટ્રેનિંગમાં ખામીઓની જાણ થયા બાદ આ પગલું ભર્યું છે અને આ પાઈલટ્સે સંતુષ્ટી માટે ફરીથી ટ્રેનિંગમાંથી પસાર થવું પડશે.
ફરીથી લેવી પડશે ટ્રેનિંગ
DGCA ની કાર્યવાહીની પુષ્ટિ કરતા સ્પાઈસજેટના એક પ્રવક્તાએ કહ્યું કે DGCA એ 90 પાઈલટ્સની તાલિમ પ્રોફાઈલ પર એક ઓબ્ઝર્વેશન કર્યું હતું અને તેમને બોઈંગ 737 મેક્સ ઉડાવતા રોકવાનો નિર્દેશ આપ્યો છે. DGCA ના નિર્દેશ મુજબ સ્પાઈસજેટે 90 પાઈલટ્સને મેક્સ વિમાન ઉડાવતા રોક્યા છે. આ પાઈલટ્સ DGCA ના સંતોષ ખાતર ફરીથી ટ્રેનિંગમાંથી પસાર થશે.
This restriction does not impact the operations of MAX aircraft whatsoever. SpiceJet currently operates 11 MAX aircraft and about 144 pilots are required to operate these 11 aircraft. Of the 650 trained pilots on the MAX, 560 continue to remain available: SpiceJet Spokesperson
— ANI (@ANI) April 13, 2022
મેક્સ વિમાનનું સંચાલન પ્રભાવિત નહીં થાય-સ્પાઈસજેટ
DGCA ની કાર્યવાહી બાદ સ્પાઈસજેટે નિવેદન બહાર પાડ્યું છે અને કહ્યું છે કે આ નિર્ણયથી મેક્સ વિમાનનું સંચાલન પ્રભાવિત થશે નહીં. સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું કે સ્પાઈસજેટ હાલ 11 મેક્સ વિમાન સંચાલિત કરે છે અને આ 11 વિમાનનું સંચાલન કરવા માટે 144 પાઈલટ્સની જરૂર છે. મેક્સ પર 650 તાલિમબદ્ધ પાઈલટ્સમાંથી 560 હજુ પણ ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે