આ કારણે થઈ હીરાના વેપારીની હત્યા, પોલીસે 'ગોપી વહુ'ના ફ્રેન્ડને દબોચ્યો, જાણો સમગ્ર મામલો

હીરાના વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉદાણીની હત્યાના મામલે પોલીસ ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ફેમસ ગોપી વહુ એટલે કે દેબોલિના ભટ્ટાચાર્જીની પૂછપરછ કરી રહી છે.

આ કારણે થઈ હીરાના વેપારીની હત્યા, પોલીસે 'ગોપી વહુ'ના ફ્રેન્ડને દબોચ્યો, જાણો સમગ્ર મામલો

મુંબઈ: હીરાના વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉદાણીની હત્યાના મામલે પોલીસ ટીવી સીરિયલ 'સાથ નિભાના સાથિયા'ની ફેમસ ગોપી વહુ એટલે કે દેબોલિના ભટ્ટાચાર્જીની પૂછપરછ કરી રહી છે. આ મામલે અભિનેત્રીના ફ્રેન્ડ સચિન પવાર અને એક સસ્પેન્ડેડ પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પવારની ધરપકડ કરવામાં આવી છે. 

મુંબઈ પોલીસે જણાવ્યું કે 57 વર્ષના હીરાના વેપારી રાજેશ્વર ઉદાણીની મહારાષ્ટ્ર સરકારના એક મંત્રીના પૂર્વ અંગત સચિવ અને પ્રોડક્શન કંપનીના માલિક સચિન પવારની ગર્લફ્રેન્ડ પર ખરાબ નજર હતી. પૂછપરછમાં ખુલાસો થયો છે કે દેબોલિના જ સચિન પવારની ફ્રેન્ડ છે. આ બાજુ મૃતક વેપારીની રૂપિયાની લેણદેણને લઈને પોલીસ કોન્સ્ટેબલ દિનેશ પવાર સાથે પણ વિવાદ ચાલી રહ્યો હતો. દિનેશ ઉપર પહેલેથી જ બળાત્કારનો મામલો નોંધાયેલો છે અને તે સસ્પેન્ડ કરાયેલો છે. 

પોલીસના જણાવ્યાં મુજબ ઘાટકોપર વિસ્તારમાં રહેતા હીરાના વેપારી રાજેશ્વર કિશોરીલાલ ઉદાણી 28 નવેમ્બરના રોજ ઘરેથી થોડીવારમાં પાછો આવું છું એમ  કહીને નિકળ્યા હતાં. પરંતુ બીજા દિવસ સવારે પણ પાછા ફર્યા નહીં. ત્યારબાદ પોલીસે મુંબઈના પંતનગર  પોલીસ સ્ટેશનમાં લાપત્તા થવાની ફરિયાદ નોંધાવી હતી. હાઈપ્રોફાઈલ મિસિંગ મિસ્ટ્રીની તપાસમાં લાગેલી પોલીસને સમજમાં આવી ગયું હતું કે આ મામલો પેચીદો છે. પોલીસે 2 દિવસ બાદ અપહરણનો કેસ પણ દાખલ કરી દીધો હતો. 

આ અગાઉ દેબોલિનાની ઘાટકોપરમાં પોલીસે અનેક કલાકો સુધી પૂછપરછ પણ કરી. ગાયબ થયેલા રાજેશ્વર ઉદાણીનો મૃતદેહ 3 દિવસ પહેલા રાયગઢ જિલ્લાના જંગલોમાંથી મળી આવ્યો હતો. અધિકારીઓએ જો કે હજુ સુધી આ મામલે દેબોલિનાની શું ભૂમિકા છે તેનો કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ સંકેત આપ્યાં કે મનોરંજન ઉદ્યોગની કેટલીક મહિલાઓને પૂછપરછ માટે બોલાવામાં આવી શકે છે. 57 વર્ષના ઉદાણી 28 નવેમ્બરના રોજ તેમની ઓફિસથી ગાયબ થયા હતાં. પોલીસે લાપત્તા થયા હોવાની ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી. તેમનો મોબાઈલ નવી મુંબઈના રબાલેમાં હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ તેના સિગ્નલ ગાયબ થઈ ગયા હતાં. 

સચિન પવાર સાથે અભિનેત્રી દેબોલિના ભટ્ટાચાર્જી (તસવીર સાભાર ઈન્સ્ટાગ્રામ)

લગભગ એક અઠવાડિયા બાદ 4 ડિસેમ્બરના રોજ પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો કારણ કે તેમને કોઈ ભાળ મળી નહતી  અને પરિવારને પણ કઈંક ગડબડ હોવાની શંકા ગઈ હતી. તેમના ડ્રાઈવરે પોલીસને જણાવ્યું કે ઉદાણીએ તેને પંતનગર માર્કેટ પાસે છોડવાનું કહ્યું હતું. જ્યાં એક બીજી ગાડી આવી અને તેઓ તેમાં બેસી ગયાં હતાં. 

ઉદાણીનો મૃતદેહ ખુબ ખરાબ હાલાતમાં 5 ડિસેમ્બરે મળી આવ્યો હતો. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન નહતાં, કોઈ એવા ડોક્યુમેન્ટ પણ નહતાં કે તેમની ઓળખ થઈ શકે. તેમના પુત્રએ કપડાં અને જૂતાથી ઓળખ  કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news