Ropeway Accident: દેવઘરમાં રેસ્ક્યૂ વર્ક દરમિયાન આજે ટ્રોલીમાંથી મહિલા પડી ગઈ
ઝારખંડના રોપવે અકસ્માતમાં 46 કલાક બાદ આખરે રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થઈ ગયું છે. આ દરમિયાન 47 લોકોને બચાવવામાં આવ્યા. જ્યારે 3 લોકોના મોત થયા. આજે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ટ્રોલીમાંથી એક મહિલા નીચે પડી ગઈ.
Trending Photos
દેવઘર: ઝારખંડના રોપવે અકસ્માતમાં 46 કલાક બાદ આખરે રેસ્ક્યૂ ઓપરેશન પૂરું થઈ ગયું છે. આ દરમિયાન 47 લોકોને બચાવવામાં આવ્યા. જ્યારે 3 લોકોના મોત થયા. આજે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ટ્રોલીમાંથી એક મહિલા નીચે પડી ગઈ. જે સમયે મહિલા ટ્રોલીમાંથી પડી તે સમયે મહિલાનો જમાઈ અને અન્ય એક સંબંધી ગ્રાઉન્ડ ઝીરો પર વાટ જોઈ રહ્યા હતા. આ મહિલાનું મોત નિપજ્યું છે. ત્રણમાંથી 2 વ્યક્તિઓના મોત રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન થયા છે.
રોપવે અકસ્માત મામલે ઝારખંડ હાઈકોર્ટે પણ સૂઓમોટો લીધો છે. ચીફ જસ્ટિસ ડો. રવિ રંજન અને જસ્ટિસ સુજીત નારાયણ પ્રસાદની બેન્ચે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. હાઈકોર્ટે સમગ્ર ઘટના પર રાજ્ય સરકાર પાસે જવાબ માંગતા મામલાની સુનાવણી માટે 26 એપ્રિલની તારીખ નક્કી કરી છે.
देवघर- रोपवे के ट्रॉली से 1 महिला गिरी#Deogarh @Mimansa_Zee
अन्य Videos यहां देखें - https://t.co/ZoADfwSi4S pic.twitter.com/k1R9DqiM9d
— Zee News (@ZeeNews) April 12, 2022
અત્રે જણાવવાનું કે પ્રવાસીઓને રેસ્ક્યૂ કરવા દરમિયાન એરફોર્સનો એક જવાન પણ ટ્રોલીમાં ફસાઈ ગયો હતો. જેને બચાવી લેવાયો છે. સોમવારે જ્યારે રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરાયું હતું ત્યારે 20 નંબરની ટ્રોલીમાં એક બાળક સહિત 5 લોકો, 19 નંબરની ટ્રોલીમાં 2 લોકો, 7 નંબરની ટ્રોલીમાં 2 લોકો અને 6 નંબરની ટ્રોલીમાં 5 લોકો ફસાયેલા હતા.
દેવઘર જિલ્લાના મહનપુર પોલીસ મથક હદના ત્રિકુટ પહાડ પર થયેલા રોપવે અકસ્માત બાદ વાયુસેના, આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક વહીવટી તંત્રની ટીમો જોઈન્ટ રીતે રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે