Deoghar Ropeway Accident: 46 કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 47 લોકોને કરાયા રેસ્ક્યૂ, 3ના મોત

ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માતમાં આખરે આજે ફસાયેલા બાકી લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે.

Deoghar Ropeway Accident: 46 કલાક ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનમાં 47 લોકોને કરાયા રેસ્ક્યૂ, 3ના મોત

દેવઘર: ઝારખંડના દેવઘરમાં થયેલા રોપવે અકસ્માતમાં આખરે આજે ફસાયેલા બાકી લોકોને રેસ્ક્યૂ કરી લેવાયા છે. આ સાથે 46 કલાક સુધી ચાલેલા રેસ્ક્યૂ ઓપરેશનનો અંત આવી ગયો છે. જેમાં 47 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં. જ્યારે 3 લોકોના મોત નિપજ્યા. 

અત્રે જણાવવાનું કે પ્રવાસીઓને રેસ્ક્યૂ કરવા દરમિયાન એરફોર્સનો એક જવાન પોતે ટ્રોલીમાં ફસાઈ ગયો હતો જો કે તેને બચાવી લેવાયો છે. સોમવારે સાંજે રેસ્ક્યૂ ઓપરેશન બંધ કરાયું ત્યારે  20 નંબરની ટ્રોલીમાં 5 લોકો સાથે એક બાળક પણ ફસાયેલો હતો. 19 નંબરની ટ્રોલમાં 2 લોકો,  એ જ રીતે 7 નંબરની ટ્રોલીમાં પણ 2 લોકો ફસાયેલા હતા. 6 નંબરની ટ્રોલીમાં 5 લોકોની સાથે 2 બાળકો ફસાયેલા હતા. એરફોર્સના જવાનની વાત કરીએ તો તે 4 નંબરની ટ્રોલીમાં ફસાયેલો હતો.

દેવઘર જિલ્લાના મોહનપુર પોલીસ મથક હદમાં આવેલા ત્રિકુટ પહાડ પર થયેલા રોપવે અકસ્માત બાદ ટ્રોલીઓમાં લોકો હવામાં લટકી રહ્યા હતા જેમને રેસ્ક્યૂ કરવામાં વાયુસેના, આઈટીબીપી, NDRF અને સ્થાનિક વહીવટીતંત્રની ટીમો સંયુક્ત રીતે રેસ્ક્યૂ ઓપરેશનમાં લાગી હતી. સોમવારે મોડી સાંજ સુધી સેનાના જવાન હેલિકોપ્ટરથી દોરડાના સહારે લટકીને ટ્રોલીઓમાંથી એક એક કરીને કેટલાક લોકોને બહાર કાઢવામાં સફળ રહ્યા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news