આજે અડાલજમાં અન્નપૂર્ણાધામનું PM મોદીના હસ્તે ઉદ્ધાટન: હીરામણિ આરોગ્યધામનું કર્યું ભૂમિપૂજન
PM Modi inaugurates Annapurnadham Trust in Adalaj today: અડાલજ અને શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ દ્વારા નિમિત માં અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને પ્રમુખ અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતીમાં તા. 11 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
Trending Photos
ઝી ન્યૂઝ/ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 12મી એપ્રિલે (આજે) ગુજરાતના અડાલજ ખાતે આવેલ અન્નપૂર્ણાધામ ટ્રસ્ટના છાત્રાલય અને શિક્ષણ સંકુલનું વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી જનસહાયક ટ્રસ્ટના હિરામણી આરોગ્યધામનું ભૂમિપૂજન કરાયું છે. જ્યાં અદ્યતન તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે.
ભાજપ અધ્યક્ષ સી આર પાટીલનું સંબોધન
અન્નપૂર્ણા ધામના કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના વખાણ કર્યા અને ખૂંટીયાઓના ત્રાસ સામે ભરેલા પગલાં અંગે વાત કરી.. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યમાં ખૂંટીયાઓનો ત્રાસ ઘટાડવા પોલીસી બનાવવી હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી શીખવું પડશે તેવું પાટીલે કહ્યું.. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત દેશનું મોડલ છે અને તેના આધારે જ દેશમાં અને અન્ય રાજ્યોમાં ભાજપની સત્તા આવી છે.. સાથે જ તેમણે આપનું નામ લીધા વગર ટકોર કરી કે મફતનું આપવાવાળા લોકોથી ચેતવું જોઈએ... ગુજરાતમાં લોકોને મફત ફાવતું નથી પણ કેટલાક લોકો મફતની જાહેરાતો કરવા આવ્યા છે અને તેનાથી તમારે ચેતવાની જરૂરી છે.
પીએમ મોદીના સંબોધનના અંશો:
અડાલજ ખાતે આવેલ અન્નપૂર્ણાધામના છાત્રાલય અને શિક્ષણ સંકુલના ઉદ્ધાટન અને ભૂમિપુજન બાદ પીએમ નરેન્દ્ર મોદીએ આ વિશે જણાવ્યું હતું કે, શિક્ષણ, પોષણ અને આરોગ્યમાં ગુજરાતમાં પાટીદાર સમાજનું મહત્વપૂર્ણ યોગદાન છે. પાટીદાર સમાજ ધરતી માતા સાથે જોડાયેલો છે. થોડા મહિના પહેલા માં અન્નપૂર્ણાની મૂર્તિને કેનેડાથી અહીં લાવ્યા. મોદીએ જણાવ્યું કે, મા અન્નપૂર્ણાધામમાં અનેક મરીજોની સેવા થશે. ડાઈનિંગ હોલ બનાવ્યો છે, ત્યાં 600 લોકોને જમાડશે. કેન્દ્ર સરકાર જિલ્લા વાઇસ ફિ ડાયલાઇસ સેવાને આગળ ધપાવશે.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતે જે સંસ્કાર આપ્યા છે તેને લઈ દેશની જવાબદારી નિભાવામાં વ્યસ્ત છું. નરહરિ અમીન આંદોલનમાંથી જન્મ્યા.. રાજકારણમાં રહી રચનાત્મક કામ કરે છે. ગુજરાતનું નૅતત્વ મૃદુ અને મક્કમ વ્યક્તિ કરે છે.
પીએમ મોદીએ પ્રકૃતિ ખેતી તરફ વળવા લોકોને જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસના નવા માપદંડ વધારીએ. મોદીએ જણાવ્યું અંબાજીમાં કોઈ આવે તો તેને 51 શક્તિપીઠના દર્શન કરવાની તક મળે તે રીતે કામ કરે તેવી રીતે આગળ CM વધારે છે, ઉત્તર ગુજરાતમાં ટુરિઝમને વેગ મળે તે રીતે કામ કર્યું છે. સ્વચ્છતા તરફ ધ્યાન આપવું જરૂરી છે.
અન્નપૂર્ણા ધામના કાર્યક્રમમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે પોતાના સંબોધનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના વખાણ કર્યા અને ખૂંટીયાઓના ત્રાસ સામે ભરેલા પગલાં અંગે વાત કરી.. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ પોતાના રાજ્યમાં ખૂંટીયાઓનો ત્રાસ ઘટાડવા પોલીસી બનાવવી હશે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી શીખવું પડશે તેવું પાટીલે કહ્યું.. સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત દેશનું મોડલ છે અને તેના આધારે જ દેશમાં અને અન્ય રાજ્યોમાં ભાજપની સત્તા આવી છે.. સાથે જ તેમણે આપનું નામ લીધા વગર ટકોર કરી કે મફતનું આપવાવાળા લોકોથી ચેતવું જોઈએ... ગુજરાતમાં લોકોને મફત ફાવતું નથી પણ કેટલાક લોકો મફતની જાહેરાતો કરવા આવ્યા છે અને તેનાથી તમારે ચેતવાની જરૂરી છે.
શિક્ષણ સંકુલ અને છાત્રાલયની ખાસિયતો
છાત્રાલય અને શિક્ષણ સંકુલમાં 600 વિદ્યાર્થીઓ માટે 150 રૂમની રહેવા અને જમવાની સુવિધા છે. અન્ય સુવિધાઓમાં GPSC, UPSC પરીક્ષાઓ, ઇ-લાઇબ્રેરી, કોન્ફરન્સ રૂમ, સ્પોર્ટ્સ રૂમ, ટીવી રૂમ અને વિદ્યાર્થીઓ માટે પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ વગેરે માટે તાલીમ કેન્દ્રનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, જનસહાયક ટ્રસ્ટ હિરામણી આરોગ્ય ધામનો વિકાસ કરશે. તેમાં એક સમયે 14 વ્યક્તિઓના ડાયાલિસિસની સુવિધા, 24 કલાક રક્ત પુરવઠા સાથેની બ્લડ બેંક, ચોવીસ કલાક કાર્યરત મેડિકલ સ્ટોર, આધુનિક પેથોલોજી લેબોરેટરી અને આરોગ્ય તપાસ માટે ઉચ્ચ કક્ષાના સાધનો સહિત અદ્યતન તબીબી સુવિધાઓ હશે. તે આયુર્વેદ, હોમિયોપેથી, એક્યુપંક્ચર, યોગ થેરાપી વગેરે માટે અદ્યતન સુવિધાઓ સાથેનું ડે-કેર સેન્ટર હશે. તે પ્રાથમિક સારવારની તાલીમ, ટેકનિશિયન તાલીમ અને ડૉક્ટરની તાલીમ માટેની સુવિધાઓ પણ હોસ્ટ કરશે.
અન્નપૂર્ણાધામની ખાસિયતો
અડાલજ અને શ્રી અન્નપૂર્ણાધામ ટ્રસ્ટ, અડાલજ દ્વારા નિમિત માં અન્નપૂર્ણા ભોજનાલયનું રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અને પ્રમુખ અને સાંસદ નરહરિ અમીનની ઉપસ્થિતીમાં તા. 11 ફેબ્રુઆરીના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ર્માં અન્નપૂર્ણા ભોજનાલયમાં સવારે 11 કલાકથી બપોરે 2 વાગ્યા સુધીમાં ફકત રૂા. 20માં સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. અહીં એક સાથે 200 વ્યકિત જમી શકે તેવા ડાઇનીંગ હોલમાં અને ખુરશીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હાલ દરરોજ 550 થી 600 વ્યકિત ભોજનાલયમાં લાભ લે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે