દિલ્હી: રખેવાળ જ સુરક્ષા માટે રસ્તા પર...પોલીસ કમિશનરે વિનંતી કરી તો પણ ન માન્યા પોલીસકર્મીઓ

દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશનર અમૂલ્ય પટનાયકની અપીલ બાદ પણ પોલીસવાળાઓનો હંગામો ચાલુ જ છે. કલાકો ચાલેલા હંગામા બાદ બપોરે પોલીસ કમિશનર અમૂલ પટનાયક સામે આવ્યાં અને તેમણે પોલીસવાળાઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી. 

દિલ્હી: રખેવાળ જ સુરક્ષા માટે રસ્તા પર...પોલીસ કમિશનરે વિનંતી કરી તો પણ ન માન્યા પોલીસકર્મીઓ

નવી દિલ્હી: દિલ્હી પોલીસ હેડક્વાર્ટર પર કમિશનર અમૂલ્ય પટનાયકની અપીલ બાદ પણ પોલીસવાળાઓનો હંગામો ચાલુ જ છે. કલાકો ચાલેલા હંગામા બાદ બપોરે પોલીસ કમિશનર અમૂલ પટનાયક સામે આવ્યાં અને તેમણે પોલીસવાળાઓને કામ પર પાછા ફરવાની અપીલ કરી. પરંતુ તેમને સામે કિરણ બેદીના નામવાળા નારા સાંભળવા મળ્યાં. પટનાયકે કહ્યું કે પોલીસ વિભાગ માટે આ પરીક્ષાની ઘડી છે. આવામાં બધાએ કાયદો વ્યવસ્થા જાળવી રાખીને પોતાની ફરજ નિભાવવી જોઈએ. આમ છતાં પોલીસકર્મીઓ માન્યા નહીં અને નારેબાજી કરવા લાગ્યા હતાં. આ દરમિયાન કિરણ બેદીનું નામ પણ ગૂંજ્યું. પોલીસવાળાઓએ કહ્યું કે તેમને કિરણ બેદી જેવા દમદાર પોલીસ ઓફિસર જોઈએ છે. જે અમારી વાતને સારી રીતે સમજી શકે અને આગળ રજુ કરી શકે. આ બાજુ દિલ્હીમાં વકીલો પણ હડતાળ પર છે અને હવે બાર કાઉન્સિલે પણ તેમને ચેતવણી આપી છે. 

— ANI (@ANI) November 5, 2019

પટનાયકે કહ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી હાલાત દિલ્હી પોલીસ માટે પરીક્ષાની ઘડી જેવા છે. આમ તો દિલ્હી પોલીસ હંમેશાથી પડકારોનો સામનો કરતી આવી છે. અમે અનેક પ્રકારના હાલાત હેન્ડલ કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ થઈ છે, અમારા ઉત્તરી જિલ્લાના ઓફિસરોએ તેને સારી રીતે સંભાળી. તે દિવસે જેવા હાલાત હતાં, તે પ્રમાણે જોઈએ તો તેમાં ઘણો સુધારો છે. આ સાંભળતા જ પોલીસવાળાઓએ હંગામો અને નારેબાજી શરૂ કરી દીધી હતી. પોલીસ કમિશનરે પોતાનું સંબોધન થોડીક સેકન્ડ માટે થોભવું પણ પડ્યું હતું. 

સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ દિલ્હી  પોલીસે 2 નવેમ્બરના રોજ તીસ હજારી કોર્ટમાં થયેલી હિંસાનો પૂરેપૂરો રિપોર્ટ MHAને સોંપી દીધો છે. હાલાત પર ગૃહ મંત્રાલયની નજર છે. દિલ્હી પોલીસકર્મીઓએ પીએમઓ અને ગૃહ મંત્રાલયને પણ આ મામલાને ગંભીરતાથી લેવાની ભલામણ કરી છે. 

જુઓ LIVE TV

પરીક્ષા, અપેક્ષા અને પ્રતિક્ષાની ઘડી-પટનાયક
પોલીસકર્મીઓને અપીલ કરતા પટનાયકે કહ્યું કે આ સ્થિતિને આપણે પરીક્ષાની જેમ માનીએ અને આપણને કાયદો સંભાળવાની જવાબદારી સોંપાઈ છે તેનું ધ્યાન રાખીએ. આપણા માટે અપેક્ષાની પણ ઘડી છે. સરકાર અને જનતા તરફથી આપણી પાસે અનેક અપેક્ષાઓ કરવામાં આવે છે કારણ કે આપણે કાયદાના રખેવાળ છીએ. અત્યાર સુધી જે રીતે આપણે કાયદો વ્યવસ્થા જાળવી રાખી છે આગળ પણ તેમ જ જાળવીએ. પરીક્ષા, અપેક્ષા બાદ આપણા માટે પ્રતિક્ષાની પણ ઘડી છે. કોર્ટના આદેશ પર તપાસ ટીમ બનાવવામાં આવી છે. આપણે તેના પર વિશ્વાસ રાખવો જોઈએ અને જે પણ નિર્ણય આવે તેની પ્રતિક્ષા કરવી જોઈએ. 

— ANI (@ANI) November 5, 2019

કામ પર પાછા ફરી પોલીસર્મીઓ
તેમણે વધુમાં કહ્યું કે શનિવારે જે પણ કઈ થયું તેના પર આપણા ઓફિસરોએ પૂરેપૂરી જવાબદારીથી પોતાની ડ્યૂટી કરી છે. મારી વિનંતી છે કે તમે તમારા ફરજ પોઈન્ટ્સ પર પાછા ફરો. તમારે જાણવું જોઈએ કે આ સ્થિતિમાં પણ આપણા અનેક જવાનો ડ્યૂટી પર છે. દિલ્હી પોલીસને દેશભરમાં એક શ્રેષ્ઠ પોલીસબળ જાણવામાં આવે છે. તમારા મનમાં જે પણ આશંકાઓ છે તેને દૂર કરવા માટે અમે પૂરી કોશિશ અને કાર્યવાહી કરીશું. જો કે આ બધુ થવા છતાં પોલીસકર્મીઓ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યાં છે. 

બાર કાઉન્સિલની ચેતવણી
આ બાજુ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાએ પણ વકીલોને ચેતવણી આપી છે કે જે કોઈ વકીલ હિંસક ઘટનાઓમાં કે તોડફોડમાં સંડોવાયેલો જોવા મળ્યો તેના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. કાઉન્સિલે હિંસામાં સામેલ વકીલોના નામ મંગાવ્યાં છે અને તેમને આજે જ હડતાળ પાછી ખેંચવા માટે  કહ્યું છે. કાઉન્સિલે કહ્યું કે જો આમ ન થયું તો આ મામલાથી તેઓ દૂર થઈ જશે અને કોઈ પણ તપાસનો ભાગ બનશે નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news