દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડયંત્રને કર્યું નિષ્ફળ, બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ


દિલ્હી પોલીસનું કહેવું છે કે પકડાયેલા આતંકવાદીઓ દેશભરમાં આતંકવાદી કૃત્યોને અંજામ આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ આતંકવાદીઓ વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યા હતા અને સાથે સાથે જાણીતા લોકોને ટાર્ગેટ કિલીંગ દ્વારા નિશાન બનાવી શકતા હતા.
 

દિલ્હી પોલીસે આતંકીઓના મોટા ષડયંત્રને કર્યું નિષ્ફળ, બે પાકિસ્તાની સહિત 6 આતંકીની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસને આતંક વિરુદ્ધ અભિયાનમાં એક મોટી સફળતા મળી છે. સ્પેશિયલ સેલે ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને દિલ્હીથી બે પાકિસ્તાની સહિત કુલ 6 આતંકીઓની ધરપકડ કરી છે. આ આતંકીઓના ISI અને અન્ડરવર્લ્ડ મોડ્યૂલ સાથે જોડાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

આતંકીઓએ પાકિસ્તાનથી લીધી છે ટ્રેનિંગ
જાણકારી પ્રમાણે પાકિસ્તાન પ્રાયોજિત ટેરર મોડ્યૂલના બે આતંકીઓની ટ્રેનિંગ પાડોશી દેશમાં થઈ છે. આ આતંકીઓની પાસે મોટી માત્રામાં ગોળા-બારૂદ અને હથિયાર જપ્ત થયા છે. પાકિસ્તાનના આતંકીઓના નામ ઓસામા અને જિશાન જાણવા મળી રહ્યાં છે. શરૂઆતી જાણકારી સામે આવી છે કે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલા ત્યાં કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપવાનું પ્લાનિંગ હતું. 

દિલ્હી પોલીસનું કહેવું છે કે ઝડપાયેલા આતંકી દેશમાં આતંકી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા. આ આતંકી વિસ્ફોટ કરવાની યોજના બનાવી રહ્યાં હતા અને સાથે ટાર્ગેટ કિલિંગ દ્વારા મોટા લોકોને નિશાન બનાવી શકતા હતા. પોલીસે જણાવ્યું કે આતંકીઓની પાસેથી આઈઈડી અને આરડીએક્સ પણ જપ્ત કરવામાં આવ્યું છે. તેમાંથી બે આતંકીઓના સંપર્ક અન્ડરવર્લ્ડ સાથે હતા.

— ANI (@ANI) September 14, 2021

દિલ્હી પોલીસે પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે મંગળવારે સવારે એક સાથે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. ત્યારબાદ એક શંકાસ્પદ સમીરને મહારાષ્ટ્રથી જ્યારે બે આતંકીઓની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે આ મસ્કટના રસ્તે પાકિસ્તાનમાં ટ્રેનિંગ લેવા ગયા હતા ત્યારબાદ ભારતમાં સ્લીપર સેલની જેમ કામ કરી રહ્યાં હતા. 

નવરાત્રિ અને રામલીલામાં બ્લાસ્ટનું ષડયંત્ર
પોલીસે જણાવ્યું કે તહેવારોની સીઝનમાં આ આતંકી દેશના અલગ-અલગ ભાગમાં IED બ્લાસ્ટ કરવાના પ્લાનિંગમાં હતા. પોલીસે જણાવ્યું કે દશેરા અને નવરાત્રી દરમિયાન દેશમાં ધમાકો કરી શકતા હતા સાથે તેણે પાકિસ્તાનથી ટ્રેનિંગ લીધી હતી. પોલીસ પ્રમાણે આતંકીઓ બે ગ્રુપ બનાવી ઓપરેટ કરી રહ્યાં હતા અને તેનું એક જૂથ ફન્ડિંગ માટે કામ કરી રહ્યું હતું. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news