Tractor March Violence: ટ્રેક્ટર રેલી હિંસામાં અત્યાર સુધી 38 કેસ દાખલ, 84 લોકોની ધરપકડ

દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર થયેલી કિસાનોની ટ્રેક્ટર રેલીમાં હિંસાને લઈને અત્યાર સુધી 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે મામલામાં અત્યાર સુધી 38 કેસ દાખલ કર્યા છે. 
 

Tractor March Violence: ટ્રેક્ટર રેલી હિંસામાં અત્યાર સુધી 38 કેસ દાખલ, 84 લોકોની ધરપકડ

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસ (Delhi Police) એ 26 જાન્યુઆરીના દિવસે ટ્રેક્ટર પરેડ (Tractor parade) દરમિયાન હિંસાના મામલામાં અત્યાર સુધી 38 કેસ નોંધ્યા છે અને 84 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અધિકારીઓએ શનિવારે આ જાણકારી આપી છે. 

ત્રણ નવા કૃષિ કાયદા (Farm Laws) ના વિરુદ્ધમાં કાઢવામાં આવેલી ટ્રેક્ટર પરેડમાં હિંસાને કારણે દિલ્હીમાં 26 જાન્યુઆરીના દિવસે અફરાતફરી મચી ગઈ હતી. અનેક પ્રદર્શનકારી લાલકિલ્લા પરિસરમાં ઘુસી ગયા અને ત્યાં ધ્વજ-સ્તંભ પર પોતાનો ઝંડો લગાવી દીધો, જ્યાં પ્રધાનમંત્રી સ્વતંત્રતા દિવસના અવસર પર રાષ્ટ્રીય ધ્વજ ફરકાવે છે. 

આ પરિસરમાં હિંસા દરમિયાન 300થી વધુ પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. રેલી દરમિયાન ટ્રેક્ટર પલટવાને કારણે એક કિસાનનું મોત થયું હતું. હિંસા બાદ દિલ્હીની સિંધુ બોર્ડર, ટીકરી બોર્ડર અને ગાઝીપુર બોર્ડર પર સ્થિતિ તણાવપૂર્ણ બનેલી છે. આ તમામ જગ્યાઓ પર વધારાના સુરક્ષા દળની તૈનાતી પણ કરવામાં આવી છે. 

ઉલ્લેખનીય છે કે પોલીસે શુક્રવારે 9 કિસાન નેતાઓને તપાસમાં સામેલ થવાનું કહ્યું હતું, પરંતુ હજુ સુધી કોઈ પોલીસ પાસે પહોંચ્યા નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news