Mohammed Zubair Arrested: દિલ્હી પોલીસે મોહમંદ જુબૈરની કરી ધરપકડ, જાણો કયા મુદ્દે લીધી એક્શન
દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના Co-Founder મોહમંદ જુબૈરને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી છે. જુબૈરને દિલ્હી પોલીસે સેક્શન 153 અને 295A હેઠળ અરેસ્ટ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે પર્યાપ્ત પૂરાવાના આધારે જુબૈરની ધરપકડ કરી છે. જુબૈરને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવશે.
Trending Photos
Mohammed Zubair Arrested: દિલ્હી પોલીસે ઓલ્ટ ન્યૂઝના Co-Founder મોહમંદ જુબૈરને ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના આરોપમાં દિલ્હીથી ધરપકડ કરી છે. જુબૈરને દિલ્હી પોલીસે સેક્શન 153 અને 295A હેઠળ અરેસ્ટ કરી છે. પોલીસે દાવો કર્યો છે કે પર્યાપ્ત પૂરાવાના આધારે જુબૈરની ધરપકડ કરી છે. જુબૈરને કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડની માંગ કરવામાં આવશે.
પહેલાં પૂછરપછ માટે બોલાવ્યા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની IFSO યૂનિટે જુબૈરની ધરપકડ કરી છે. તમને જણાવી દઇએ કે જુબૈરના વિરૂદ્ધ આઇપીસી કલમ 153a/295a અંતગર્ત કેસ દાખલ હતો, તે કેસની તપાસના લીધે આજે જુબૈરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
પોલીસ પર લગાવવામાં આવી રહ્યા છે ગંભીર આરોપ
અત્રે ઉલ્લેખનીય છે કે AltNews ના જ કો-ફાઉન્ડર પ્રતીક સિન્હાએ દિલ્હી પોલીસ પર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે મોહમંદને દિલ્હી પોલીસના અન્ય કેસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ ધરપકડ બીજા કેસમાં થઇ છે. સિન્હાએ આરોપ લગાવ્યો કે અનિવાર્ય નોટીસ આપવામાં આવી નથી. તેમણે ટ્વીટ કર્યું, 'વારંવાર અનુરોધ છતાં અમને FIR ની કોપી આપવામાં આવી નથી.'
હિંદુ ભાવનાઓને ઉશ્કેરવાનો આરોપી જુબૈર!
તમને જણાવી દઇએ કે મોહમંદ જુબૈર પહેલાં પન એવા ઘણા ટ્વીટ્સ કરતા રહ્યા છે જેથી હિંદુ ભાવનાઓ ભડકી રહી છે. થોડા દિવસો પહેલાં તેણે હિંદુ ધર્મના વિરૂદ્ધ એક ભડકાઉ ટ્વીટ કર્યું હતું, જેમાં ભગવાન હનુમાન સાથે હોટલના નામે વિવાદિત રૂપમાં રજૂ કરવામાં આવ્યું છે.
મોટાભાગે ટ્રોલિંગનો શિકાર હોય છે Alt News
તમને જણાવી દઇએ કે Alt News એક ફેક્ટ-ચેકિંગ સંસ્થા છે. તેના સંસ્થાપક મોટાભાગે પોતાના ઓનલાઇન ટ્રોલિંગ અને પોલીસ મમાલના શિકાર થાય છે. જુબૈર વિરૂદ્ધ સૌથી તાજેતરના કેસમાંથી એક લગભગ એક મહિના પહેલાં ઉત્તર પ્રદેશના સીતાપુર જિલ્લામાં તે પ્રકારના આરોપમાં નોંધવામાં આવ્યો હતો, તેને દિલ્હીમાં ધરપકડ કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે