જામિયા નગર હિંસા મુદ્દે આસિફ ઇકબાલની ધરપકડ, વિદ્યાર્થી ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો સભ્ય

દિલ્હીની જામિયા નગરમાં ડિસેમ્બર 2019નાં દિવસે થયેલી હિંસા મુદ્દે દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થી આસિફ ઇકબાલ તહાંની ધરપકડ કરી છે. આસિફ વિદ્યાર્થી ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો સભ્ય પણ છે. તોફાનનાં આરોપમાં ધરપકડ કરાયેલ આસિફ જામિયાને ઓર્ડિનન્સ કમિટીના સભ્ય પણ છે. એન્ટી સીએએ પ્રદર્શન અને તોફાનમાં તેની મહત્વની ભુમિકા હતી.
જામિયા નગર હિંસા મુદ્દે આસિફ ઇકબાલની ધરપકડ, વિદ્યાર્થી ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો સભ્ય

નવી દિલ્હી : દિલ્હીની જામિયા નગરમાં ડિસેમ્બર 2019નાં દિવસે થયેલી હિંસા મુદ્દે દિલ્હી પોલીસે જામિયા યુનિવર્સિટીનાં વિદ્યાર્થી આસિફ ઇકબાલ તહાંની ધરપકડ કરી છે. આસિફ વિદ્યાર્થી ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશનનો સભ્ય પણ છે. તોફાનનાં આરોપમાં ધરપકડ કરાયેલ આસિફ જામિયાને ઓર્ડિનન્સ કમિટીના સભ્ય પણ છે. એન્ટી સીએએ પ્રદર્શન અને તોફાનમાં તેની મહત્વની ભુમિકા હતી.

દિલ્હી પોલીસ સ્પેશ્યલ સેલે સફુરા, મીર હૈદરને 124 A/UAPA માં ધરપકડ થઇ છે. શરજીલ ઇમામ પર પણ દેશદ્રોહનાં કેસ દાખલ છે અને તેની ધરપકડ કરવામાં આવી ચુકી છે. હાલ શરઝીલ અસમ પોલીસ પાસે છે. ઉમર ખાલીદ જેના પર JNU માં દેશ વિરોધી નારા લગાવવા અને અફઝલ ગુરૂ માટે કાર્યક્રમ કરવાનો આરોપ છે અને દિલ્હી પોલીસે દેશદ્રોહની કલમ હેઠળ કેસ દાખલ કરીને ચાર્જશીટ પણ દાખલ કરી દીધી હતી. દિલ્હી તોફનોમાં પણ તે આરોપી છે.

જો કે પોલીસે અત્યાર સુધી ઉમર ખાલીદ પાસે આ મુદ્દે પુછપરછ નથી કરી પરંતુ ઝડપથી UAPA હેઠળ દાખલ કેસમાં પુછપરછ થઇ શકે છે અને પોલીસ આ મુદ્દે કાર્યવાહી પણ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news