Corona: પ્રાણવાયુનું સંકટ, ગંગારામ હોસ્પિટલમાં વહેલી સવારે પહોંચી Oxygen ની ગાડી, 100 દર્દીઓના જીવ હતા જોખમમાં

રાજધાની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સતત ઓક્સિજનની અછતના પગલે ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. આ બધા વચ્ચે હોસ્પિટલ પ્રશાસન તરફથી કરાયેલી વધુ એક અપીલ બાદ વહેલી પરોઢે ગંગારામ હોસ્પિટલમાં તાકિદે ઓક્સિજનની આપૂર્તિ કરવામાં આવી.

Corona: પ્રાણવાયુનું સંકટ, ગંગારામ હોસ્પિટલમાં વહેલી સવારે પહોંચી Oxygen ની ગાડી, 100 દર્દીઓના જીવ હતા જોખમમાં

નવી દિલ્હી: રાજધાની દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં સતત ઓક્સિજનની અછતના પગલે ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. આ બધા વચ્ચે હોસ્પિટલ પ્રશાસન તરફથી કરાયેલી વધુ એક અપીલ બાદ વહેલી પરોઢે  ગંગારામ હોસ્પિટલમાં તાકિદે ઓક્સિજનની આપૂર્તિ કરવામાં આવી. આમ હાલ પૂરતો તો હોસ્પિટલમાં દાખલ દર્દીઓના જીવ પર ખતરો ટળ્યો છે. 

હોસ્પિટલે મોકલ્યા 4 જીવન રક્ષા સંદેશ
વાત જાણે એમ છે કે શનિવારે મોડી રાતે હોસ્પિટલ પ્રશાસને એકવાર ફરીથી જીવન રક્ષા સંદેશ (SOS) મોકલતા કહ્યું કે તેમની પાસે ફક્ત 45 મિનિટ પૂરતો ઓક્સિજન વધ્યો છે અને આ કારણે ત્યાં દાખલ લગભગ 100થી વધુ દર્દીઓના જીવન જોખમમાં છે. હોસ્પિટલે કહ્યું કે તેણે છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા ચાર SOS મોકલ્યા છે અને અહીં સતત સંકટની સ્થિતિ બનેલી છે. 

હોસ્પિટલે કહ્યું હતું કે તેમની પાસે ફક્ત 500 ઘનમીટર ઓક્સિજન વધ્યો છે જે લગભગ 45થી 60 મિનિટ જ ચાલશે અને 100થી વધુ દર્દીઓના જીવન જોખમમાં છે. 

— ANI (@ANI) April 25, 2021

રોજ આટલા ઓક્સિજનની જરૂર
હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું કે હોસ્પિટલમાં રોજેરોજ 10,000 ઘન મીટર લિક્વિડ ઓક્સિજનની જરૂર રહે છે. ગંગારામ હોસ્પિટલને છેલ્લા કેટલાક દિવસથી ટેન્કરો દ્વારા ઓક્સિજનની આપૂર્તિ થઈ રહી છે અને તે પોતાના ઓક્સિજન સંયંત્રના પ્રયત્ન કરી રહ્યું છે. 

ગત શુક્રવારે હતા વિકટ હાલાત
આ અગાઉ શુક્રવારે પણ હોસ્પિટલે જણાવ્યું હતું કે 30 કોવિડ દર્દીઓના મોત થયા છે અને તેમની હોસ્પિટલમાં 60 દર્દીઓના જીવ જોખમમાં છે કારણ કે ત્યાં 2 કલાક જેટલો જ ઓક્સિજન બચ્યો છે. દર્દીઓના જીવ બચાવવા માટે હોસ્પિટલના મેડિકલ ડાઈરેક્ટરે તમામ પ્રમુખ સંસ્થાનોને તરત ઓક્સિજન પહોંચાડવાની અપીલ કરી હતી. ત્યારબાદ તાકિદે ઓક્સિજન આપૂર્તિ કરાઈ હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news