સાવધાન! કોરોના કાળમાં તમારી આ આદતથી મુસીબતમાં પડી શકે છે તમારો પરિવાર

કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે સરકારે દેશવાસીઓને ચેતવણી આપી છે. ઓલ ઇન્ડિયા રેડિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લોકોને તેમની આદતો તુરંત જ બદલવા માટેની સલાહ આપી છે. AIR એ એક ટ્વીટમાં લખ્યું કે, સાવધાન શું તમે ભોજન માટે હોટલ અથવા રેસ્ટોરન્ટમાં જઇ રહ્યા છો ? હવે તમારી આદત બદલો. હોટલ અથવા રેસ્ટોરન્ટમાંથી ભોજન પેક કરાવીને ઘરે લાવો અને ઘરે જ જમો. સુરક્ષા તમારી અને બીજાની પણ.

સાવધાન! કોરોના કાળમાં તમારી આ આદતથી મુસીબતમાં પડી શકે છે તમારો પરિવાર

નવી દિલ્હી : કોરોના વાયરસનાં સતત વધી રહેલા કેસ વચ્ચે સરકારે દેશવાસીઓને ચેતવણી આપી છે. ઓલ ઇન્ડિયા રેડિયોએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા લોકોને તેમની આદતો તુરંત જ બદલવા માટેની સલાહ આપી છે. AIR એ એક ટ્વીટમાં લખ્યું કે, સાવધાન શું તમે ભોજન માટે હોટલ અથવા રેસ્ટોરન્ટમાં જઇ રહ્યા છો ? હવે તમારી આદત બદલો. હોટલ અથવા રેસ્ટોરન્ટમાંથી ભોજન પેક કરાવીને ઘરે લાવો અને ઘરે જ જમો. સુરક્ષા તમારી અને બીજાની પણ.

ઓલ ઇન્ડિયા રેડિયોએ એક તસ્વીર પણ શેર કરી છે. જેમાં લખ્યું કે, નવી આદત, નવો વ્યવહાર આપણે મળીને કોરોના સામે લડવાનું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભીડભાડવાળા સ્થળ પર કોરોના ઝડપથી ફેલાવાનો ડર રહે છે. જેના કારણે સરકારે રેસ્ટોરન્ટ અને હોટલને માત્ર હોમ ડિલિવરીની સુવિધા જ આપવા માટેની પરવાનગી આપી છે. 

क्या आप खाने के लिए होटल या रेस्तरां जा रहे है ?
अब अपनी आदत बदलिये !!

होटल / रेस्तरां से खाना पैक कराकर घर लाएँ और घर में ही खाएँ !!

सुरक्षा अपनी भी, सुरक्षा दूसरों की भी ।#IndiaFightsCorona#StaySafeStayHome pic.twitter.com/h3oKyK9eVW

— ALL INDIA RADIO (@AkashvaniAIR) June 12, 2020

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોનાં આંકડા સતત ઝડપથી વધી રહ્યા છે. ભારત હવે રશિયા, બ્રાઝીલ અને અમેરિકાથી પાછળ હટી રહ્યું. કોરોના વાયરસના 2.97 લાખથી વધારે કેસ ભારતમાં આવી ચુક્યો છે. જ્યારે મોતનો આંકડો 8498 પહોંચી ચુક્યો છે. રાહતની વાત છે કે, કોરોનાને કારણે અત્યાર સુધી 1,47, 195 હજાર દર્દીઓ સાજા થઇને ઘરે જતા રહ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news