કોરોનાથી સાજા થયા બાદ બોલ્યા દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી, પ્લાઝ્મા થેરાપીથી બચ્યો જીવ
Trending Photos
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) સામે જંગ જીત્યા બાદ દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે પ્લાઝ્મા થેરાપીએ કોરોના વાયરસ જેવી ઘાતક બીમારીથે તેમનો જીવ બચાવ્યો છે. તેમણે કહ્યું કે, હું રિકવર થઈ રહ્યો છું. જૈને કહ્યું કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પ્લાઝ્મા બેંકની જાહેરાત એક ક્રાંતિકારી પગલું છે. તેમણે કહ્યું કે, હું પ્રતિજ્ઞા કરું છું કે, હું પ્લાઝ્મા ડોનેટ કરીશ.
સત્યેન્દ્ર જૈને ટ્વીટ કરી કહ્યું- તમામની સુભકામનાઓની સાથે હવે ઘર પર ઠીક થઈ રહ્યો છું. મુંખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા પ્લાઝ્મા બેંકની જાહેરાત કરવી એક ક્રાંતિકારી પગલું છે. પ્લાઝ્મા થેરાપીએ કોરોના વાયરસથી મારો જીવ બચાવ્યો છે. ચિકિત્સા પ્રોટોકોલથી પ્લાઝ્મા ડોનેટ કરવાની અનુમતિ મળ્યા બાદ પોતાના પ્લાઝ્મા ડોનેટ કરવાની પ્રતિજ્ઞા કરુ છે.
તમને જણાવી દઇએ કે ગત શુક્રવારના કોરોના સંક્રમણથી સાજા થયા બાદ સત્યેન્દ્ર જૈનને મેક્સ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સત્યેન્દ્ર જૈનને 19 જૂનના દિલ્હીના રાજીવ ગાંધી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલથી સાકેતના મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્લાઝ્મા થેરાપી આપવામં આવી હતી. બે દિવસ આઈસીયૂમાં રહ્યા બાદ તેમના સ્વાસ્થ્યમાં ઝડપથી સુધારો આવ્યો છે.
15 જૂનના સત્યેન્દ્ર જૈનને તાવ અને શ્વાસ લેવામાં તકલીફ થવા પર દિલ્હીની સરકારી હોસ્પિટલ રાજીવ ગાંધી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મંગળવારની સવારે તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો અને ત્યારે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. ત્યારબાદ જ્યારે તેમનો બીજી વખત કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો ત્યારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ચાર દિવસ બાદ તેમને મેક્સ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.
ત્યારે આ વાતને લઇને ઘણા સવાલો ઉભા થયા હતા કે, જ્યારે પ્લાઝ્મા થેરાપી દિલ્હીની સરકારી હોસ્પિટલમાં પણ ઉપલબ્ધ છે તો પોતે દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રીએ તેમની હોસ્પિટલ વ્યવસ્થા પર વિશ્વાસ કેમ કર્યો નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે