મનિષ સિસોદિયા મોટી મુશ્કેલીમાં!, જાસૂસીના આરોપો પર CBI તપાસને ગૃહ મંત્રાલયથી મળી મંજૂરી

દિલ્હીમાં વિવાદિત દારૂ નીતિ પર ઘેરાયેલા ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. ગૃહ મંત્રાલયે સીબીઆઈને ફીડબેક યુનિટ દ્વારા જાસૂસી કરાવવાના આરોપ પર મનિષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ નિયમ હેઠળ કેસ દાખલ કરીને તપાસ કરવાના આદેશ આપ્યા છે.

મનિષ સિસોદિયા મોટી મુશ્કેલીમાં!, જાસૂસીના આરોપો પર CBI તપાસને ગૃહ મંત્રાલયથી મળી મંજૂરી

દિલ્હીમાં વિવાદિત દારૂ નીતિ પર ઘેરાયેલા ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયાની મુશ્કેલીઓ વધી શકે છે. ગૃહ મંત્રાલયે સીબીઆઈને ફીડબેક યુનિટ દ્વારા જાસૂસી કરાવવાના આરોપ પર મનિષ સિસોદિયા વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ નિયમ હેઠળ કેસ દાખલ કરીને તપાસ કરવાના આદેશ આપ્યા છે. સીબીઆઈએ ગત દિવસોમાં દિલ્હી સરકારની ફીડબેક યુનિટ પર જાસૂસીનો આરોપ લગાવતા ડેપ્યુટી સીએમ મનિષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની મંજૂરી માંગી હતી. 

શું છે મામલો?
વાત જાણે એમ છે કે દિલ્હી સરકારે 2015માં ફીડબેક યુનિટ (FBU) ની રચના કરી હતી. ત્યારે તેમાં 20 અધિકારીઓ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું. આરોપ છે કે FBU એ ફેબ્રુઆરી 2016થી સપ્ટેમ્બર 2016 સુધીમાં રાજકીય વિરોધીઓની જાસૂસી કરી. યુનિટે ફક્ત ભાજપના જ નહીં પરંતુ આમ આદમી પાર્ટીના નેતાઓ ઉપર પણ નજર રાખી. એટલું જ નહીં યુનિટ માટે LG પાસેથી કોઈ મંજૂરી પણ લેવાઈ નહતી. આરોપ છે કે યુનિટે નિર્ધારિત કામકાજ ઉપરાંત રાજકીય ગુપ્ત માહિતી પણ ભેગી કરી. 

સીબીઆઈને પ્રાથમિક તપાસમાં પુરાવા મળ્યા છે કે FBU એ રાજકીય ગુપ્ત માહિતી ભેગી કરી. વિજિલન્સ વિભાગ સિસોદિયા પાસે છે. આવામાં સીબીઆઈએ 12 જાન્યુઆરી 2023ના રોજ આ મામલે ગુપ્તચર વિભાગને એક રિપોર્ટ મોકલ્યો અને એલજીને ભ્રષ્ટાચારના કેસમાં મનિષ સિસોદિયા અને અન્ય અધિકારીઓ વિરુદ્ધ કેસ દાખલ કરવાની માંગણી કરી હતી. એલજી વિનય સક્સેનાએ તેની મંજૂરી પણ આપી દીધી હતી. આ મામલે ગૃહ મંત્રાલયથી સીબીઆઈને કેસ દાખલ કરવાની અને તપાસ કરવાની મંજૂરી મળી ગઈ છે. 

દારૂ નીતિ પર ઘેરાયેલા છે સિસોદિયા
ગૃહ મંત્રાલયે જાસૂસીના કેસમાં એવા સમયે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા છે જ્યારે દિલ્હીમાં બુધવારે મેયરની ચૂંટણી થઈ રહી છે. આવામાં હંગામાના પૂરેપૂરા અણસાર છે. જો કે આ પહેલા દારૂ નીતિ મામલે પણ સીબીઆઈ તેમના વિરુદ્ધ તપાસ કરી રહી છે. આ કેસમાં સિસોદિયાના ત્યાં દરોડા પડી ચૂક્યા છે. 

હાલમાં જ મનિષ સિસોદિયાને સીબીઆઈએ સમન પાઠવ્યું હતું. દારૂ નીતિવાળા મામલામાં 26 ફેબ્રુઆરીના રોજ તપાસ એજન્સી સિસોદિયાની પૂછપરછ પણ કરશે. આ અગાઉ પણ મનિષ સિસોદિયાને સમન મોકલ્યું હતું, પરંતુ ત્યારે તેમણે અપીલ કરી હતી કે તેમને ફેબ્રુઆરીના અંતમાં બોલાવવામાં આવે. કારણ કે તેઓ દિલ્હીના બજેટમાં વ્યસ્ત છે. આથી સીબીઆઈએ હવે તેમને 26 ફેબ્રુઆરીએ બોલાવ્યા છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news