તહેવારો ટાણે દિલ્હીમાં કોરોનાથી હાહાકાર, મોતનો તૂટ્યો રેકોર્ડ, એક જ દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

દેશની રાજધાની દિલ્હીમાં કોરોના (Corona Virus)નો વિસ્ફોટ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 7486 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 131 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દિલ્હીમાં એક જ દિવસે કોરોનાથી થયેલા મૃત્યુનો રેકોર્ડ પણ તૂટ્યો છે. આ અગાઉ દિલ્હી સરકારના 12 નવેમ્બરના હેલ્થ બુલેટિનમાં 24 કલાકમાં 104 લોકોના મૃત્યુ નોંધાયા હતા. 

તહેવારો ટાણે દિલ્હીમાં કોરોનાથી હાહાકાર, મોતનો તૂટ્યો રેકોર્ડ, એક જ દિવસમાં આટલા લોકોએ જીવ ગુમાવ્યા

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં કોરોના (Corona Virus)નો વિસ્ફોટ ચાલુ છે. છેલ્લા 24 કલાકમાં 7486 નવા કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 131 લોકોના મૃત્યુ થયા છે. આ સાથે જ દિલ્હીમાં એક જ દિવસે કોરોનાથી થયેલા મૃત્યુનો રેકોર્ડ પણ તૂટ્યો છે. આ અગાઉ દિલ્હી સરકારના 12 નવેમ્બરના હેલ્થ બુલેટિનમાં 24 કલાકમાં 104 લોકોના મૃત્યુ નોંધાયા હતા. 

દિલ્હીમાં કોરોનાથી અત્યાર સુધીમાં 7943 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. જ્યારે 42,458 એક્ટિવ કેસ છે. દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો આંકડો 5 લાખ પાર ગયો છે. રાજધાની દિલ્હીમાં સંક્રમિતોની સંખ્યા 503084 થઈ ગઈ છે. 

આ અગાઉ મંગળવારે દિલ્હીમાં 6396 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 99 લોકોએ જીવ ગુમાવ્યા હતા. દિલ્હીમાં કોરોનાથી થનારા મૃત્યુનો દર અને ઝડપથી વધી રહેલા કેસના આંકડા અત્યંત ચોંકાવનારા છે. 

દિલ્હીમાં કોરોનાના વધતા કેસ જોતા કેજરીવાલ સરકારે કેન્દ્ર સરકારને એક પ્રસ્તાવ પણ મોકલ્યો છે. ભીડભાડવાળા બજારો બંધ કરવામાં આવે. આ સાથે જ દિલ્હી સરકારે લગ્ન સમારોહમાં 200ની જગ્યાએ માત્ર 50 મહેમાનોને મંજૂરી આપવાનો પણ નિર્ણય લીધો છે. 

આ બાજુ દિલ્હીમાં કોરોનાની કથળતી સ્થિતિ જોતા કેન્દ્ર સરકારે પણ પોતાના સ્તરે તૈયારીઓ કરી લીધી છે અને લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવાયું કે દિલ્હીમાં હોમ આઈસોલેશનમાં પણ વધુ  દર્દીઓ છે. સવાર-સાંજ ડોક્ટર્સ તેમના હાલચાલ ફોન કે વીડિયો કોલથી પૂછે છે અને તેને વધુ સુદૃઢ કરવામાં આવશે. સંક્રમિત લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ બાદ તેમના પર ચાંપતી નજર રાખવામાં આવશે. 

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે ઓળખ બાદ તેમને નિશ્ચિત રીતે આઈસોલેશનમાં મોકલવાની યોજના છે. દિલ્હીમાં તેને પહોંચી વળવા માટે સંસાધન અને વિશેષજ્ઞ એમસીડી, ડીએમ અને અન્ય સંસાધનોથી આવશે. 

દિલ્હીના ડે.સીએમ મનીષ સિસોદીયાએ કહ્યું કે દિલ્હીમાં 90 ટકા આઈસીયુ બેડ ભરેલા છે. કેન્દ્ર પાસેથી 250 આઈસીયુ બેડની પહેલી ખેપ જલદી મળશે. તેમણે જણાવ્યું કે દિલ્હીને કેન્દ્ર પાસેથી 750 આઈસીયુ બેડ મળશે. હાલ દિલ્હીમાં 26 હજાર કોરોના સંક્રમિત હોમ આઈસોલેશનમાં છે. દિલ્હીમાં કોરોનાના 16 હજાર બેડ છે. 

કેજરીવાલે બોલાવી સર્વદળીય બેઠક
દિલ્હીમાં કોરોનાના વધતા પ્રકોપને જોતા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે સર્વદળીય બેઠક પણ બોલાવી છે. જેમાં ભાજપ અને કોંગ્રેસ સહિત તમામ પક્ષોના નેતાઓને આમંત્રણ અપાયું છે. સવારે 11 વાગે બોલાવવામાં આવેલી આ બેઠક દિલ્હી સચિવાલયમાં યોજાશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news