દીપક કોચર કોરોના પોઝિટિવ, પૂછપરછ કરનાર EDના અધિકારી અને વકીલ ક્વોરેન્ટીન
આઈસીઆઈસીઆઈ બેન્કના પૂર્વ સીએમડી ચંદા કોચરના પતિ દીપક કોચર કોરોનાથી સંક્રમિત થયા છે. તેમનો કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમની ધરપકડ કરનાર ઈડાના અધિકારી હોમ ક્વોરેન્ટીનમાં ચાલ્યા ગયા છે.
Trending Photos
નવી દિલ્હીઃ આઈસીઆઈસીઆઈ બેન્ક (ICICI) બેન્કના પૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) સંદા કોચરના પતિ દીકપ કોચર કોરોનાથી સંક્રમિત થયા બાદ તેમને એમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. ICICI બેન્ક-વીડિયોકોન સાથે જોડાયેલા પૈસાની ગેરકાયદેસર હેરાફેરી મામલામાં મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ પાછલા સોમવારે ઈડીએ દીપક કોચરની ધરપકડ કરી હતી. બાદમાં મુંબઈની એક કોર્ટે દીપકને 19 સપ્ટેમ્બર સુધી ઈડીની કસ્ટડીમાં મોકલી દીધા હતા.
કેન્દ્રીય એજન્સી આ મામલામાં હાલમાં એકઠા કરેલા પૂરાવા વિશે વધુ જાણકારી મેળવવા માટે દીપક કોચરને કસ્ટડીમાં લઈને પૂછપરછ કરવા ઈચ્છે છે. રિમાન્ડ આપવાની વિનંતી કરતા એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે કોર્ટને જણાવ્યું હતું કે, દીપક કોચર તપાસમાં સહયોગ કરી રહ્યાં નથી અને તેમની પૂછપરછ કરવી જરૂરી છે. ઈડીએ કોર્ટને જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે સાત સપ્ટેમ્બર 2009ના આઈસીઆઈસીઆઈ બેન્કે વીડિયોકોન ઈન્ટરનેશનલ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડને 300 કરોડ રૂપિયાના કર્જની મંજૂરી આપી હતી.
સૌથી મોટી કંપનીએ કહ્યું- 2024 સુધી બધાને નહીં મળી શકે કોરોના વેક્સિન
ઈડીનું કહેવું છે કે જ્યારે આ લોન વીઆઈઈએલને આપવામાં આવી ત્યારે દીપક કોચરની પત્ની ચંદા કોચર બેન્કની મંજૂરી સમિતિના પ્રમુખ હતા. ઈડીએ કોર્ટને જણાવ્યું કે, તપાસમાં સામે આવ્યું છે કે લોનની મંજૂરી મળ્યાના એક દિવસ બાદ વીઆઈઈએલએ તેમાંથી 64 કરોડ રૂપિયા નૂ પાવર રિન્યૂએબલ્સ પ્રાઇવેટ લિમિટેડ (એનઆરપીએલ)ને સ્થાણાંતરિત કર્યાં હતા. પીએમએલએ હેઠળ પાછલા વર્ષે જાન્યુઆરીમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એનઆરપીએલને પહેલા પાવર રિન્યૂએબલ્સ લિમિટેડ તરીકે ઓળખવામાં આવતી હતી જે દીપક કોચરની કંપની છે.
તો દીપક કોચરના વકીલ વિજય અગ્રવાલે ઈડીની રિમાન્ડનો વિરોધ કરતા કહ્યુ હતુ કે તેમના ક્લાઈન્ટ તપાસમાં સહયોગ કરી રહ્યાં છે અને તે આશરે 12 તપાસમાં સામેલ થયા છે. બધા દસ્તાવેજ જમા કરાવવામાં આવ્યા છે. બંન્ને પક્ષની દલીલો સાંભળ્યા અને રિમાન્ડ માટે ઈડી તરફથી દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો જોયા બાદ કોર્ટે કહ્યું કે, દીપક કોચરની કસ્ટડીમાં લઈને પૂછપરછ જરૂરી છે. કોર્ટે કહ્યું કે, બધી દલીલો પર વિચાર કરતા આરોપીને ઈડાની કસ્ટડીમાં મોકલવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે