ડિયર જીંદગી: જ્યારે મનનું ન થઇ રહ્યું હોય...

તેણે 'ડિયર જીંદગી'ને લખ્યું, 'છોકરો હકિકતમાં લોખંડ જેવો હોવો જોઇએ. જે દુનિયા સામે તેના માટે 'લોખંડ'ની માફક લડી શકે.

ડિયર જીંદગી: જ્યારે મનનું ન થઇ રહ્યું હોય...

પ્રથમ ઉદાહરણ : 'તેના અવાઝમાં ગુસ્સો હતો, માતા-પિતા માટે. તે તેને સમજી રહ્યા ન હતા. તેના દ્વારા વારંવાર કહેવા છતાં પણ છોકરો એટલો ભલો છે. પરંતુ તેને પણ લાગતું હતું કે તેનો નિર્ણય યોગ્ય છે. તે પોતાના નિર્ણયની સાથે રહી આગામી વર્ષ સુધી. માતા-પિતાને પોતાની પુત્રીના નિર્ણય પર વિશ્વાસ ન હતો, પરંતુ પુત્રી પર હતો.'

બીજું ઉદારહણ : 'તેને નોકરીની સખત જરૂરિયાત હતી, પરંતુ જે મળી રહ્યું હતું તે તેનો મિજાજ, રંગરૂપના અનુસાર ન હતું. તેને મળેલી નોકરી સાથે પ્રેમ કરી લીધો, કારણ કે તેની પાસે 'મન'ની નોકરીના અવસર ન હતા. આગળ જઇને નોકરી એટલું 'મોટું' માધ્યમ બની ગઇ કે તેણે મનની બધી ઇચ્છાઓ પુરી કરી લીધી.

ઉપર જે બે વ્યક્તિઓની વાત થઇ રહી છે, તે બંનેના મનમાં અંગત રીતે ઓળખું છું. તેમને મારા પ્રત્યે સ્નેહ છે, મને તેમના પ્રત્યે સ્નેહ છે. આ અનુભવ એટલા માટે શેર કરું છું, કારણ કે આ સમજવું ખૂબ જરૂરી છે કે જ્યારે 'મન' ધાર્યું ન થયું હોય ત્યારે આપણે સંબંધો, પોતાનાથી વધુ સારી મિત્રતાની જરૂર હોય છે. જે સ્વયંને સ્નેહ કરી શકતા નથી, જેમનો પોતાની સાથે સંવાદ નથી, તેમનો બીજા પ્રત્યેના સ્નેહ પર વિશ્વાસ કરવો જરા મુશ્કેલ કામ છે. 

લોકપ્રિય કવિ હરિવંશ રાય બચ્ચનની આ પંક્તિનો અમિતાભ મોટાભાગે ઉલ્લેખ કરે છે, ' મન કા હો તો અચ્છા, મન કા ન હો તો જ્યાદા અચ્છા' આપણને તેમની ઘણી ફિલ્મોના સંવાદ યાદ છે, ગોખેલા છે, તેમની ફિલ્મોના સીન મગજમાં વસેલ છે, કદાચ! આ વાત પણ કંઇક આ રીતે જ મગજમાં જામી જાતી. નસો દોડતી રહેતી, કારણ કે મગજમાં વસ્તુઓના રહેવાથી કશું થતું નથી, જ્યાં સુધી વસ્તુઓ નસોમાં દોડતી નથી ત્યાં સુધી તેની અસર થતી નથી. 

હવે પરત ફરીએ પહેલા ઉદાહરણ પર. જ્યાં સુધી તેને ઘરવાળા સમજાવતા રહ્યા કે છોકરો 'સારો' નથી. વાત તેના ગળે ઉતરી રહી ન હતી. કારણ કે તેને પોતાના 'મન' પર વિશ્વાસ હતો. પરંતુ એક દિવસ તેણે અનુભવ્યું કે 'છોકરો' સારો નથી. તેમાં એ વાત નથી કે તે તેના માટે લડી શકે. કુલ મળીને એ વાતને સમજ જતાં સમજી લીધી કે મનનો એવો મેળ નથી, જેવો ઇચ્છતી હતી.

તેણે 'ડિયર જીંદગી'ને લખ્યું, 'છોકરો હકિકતમાં લોખંડ જેવો હોવો જોઇએ. જે દુનિયા સામે તેના માટે 'લોખંડ'ની માફક લડી શકે. છોકરી સોના જેવી ચંચળ ન હોવી જોઇએ. તે બહાદુર સ્ત્રીએ કહ્યું કે 'મારા ઘરવાળા મારા મન અનુસાર ચાલતા ન હતા. પરંતુ હું પ્રયત્ન કરી રહી હતી કે તેમનો મારી સાથે મનભેદ ન થઇ જાય. નિર્ણય તો કોઇનો પણ હોઇ શકે છે, પરંતુ મન તો વહેંચાવું ન જોઇએ.' આવી સરસ વાત અનુભવના ભાથામાં જ બની શકે છે. 

હવે બીજા ઉદાહરણ પર આવીએ. આ વાત એક એવા યુવા કલાકાતની છે. જેની આંખોમાં સપના તો ફિલ્મકાર બનવાના હતા. પરંતુ દુનિયામાં ફિલ્મ ડાયરેક્ટરની એવી કઇ ખોટ હતી કે બોલીવુડ તેના માટે બેચેન રહેતું. પરંતુ તેણે પોતાના સપના પર વિશ્વાસ કરતાં વધુ વિશ્વાસ હતો. તેણે પત્રકારની નોકરીમાં ફિલ્મ સ્ટાર સાથે થનારી મુલાકાતોથી પોતાના સપના માટે નક્કર પાયો તૈયાર કરી લીધો તેને તક આપનારાઓની લાઇનો લાગી ગઇ. 

હું નામ આપવાનું ટાળુ છું કે તેનાથી આપણે વસ્તુઓમાંથી સંદેશ ગ્રહણ કરવાના બદલે વ્યક્તિ પૂજામાં લાગી જઇએ છીએ. જોકે ટ્રેક પરથી ભટકવા જેવું હોય છે. આપણે એક એવા સમયમાંથી પસાર થઇ રહ્યા છીએ જ્યાં એક ઇંચ સંવેદનાનો દુકાળ પડેલો છે. કેરિયરમાં તકોની ખોટ છે, મનપસંદ કામ તો દૂરની વાત છે. 

આપણે અંગત અને પ્રોફેશનલ બંને સ્તર પર સંઘર્ષ કરી રહ્યા છીએ, એવામાં મન અનુસાર ન થતાં જો આપણે જીવનની આસ્થા સાથે જોડી શકીએ, ભવિષ્યમાં વણજોયેલા સૌંદર્ય સાથે જોડાઇ શકીએ, તો જીંદગીના કડવા અનુભવોનો સરળતાથી સામનો કરી શકીએ.

તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી

સરનામું :  

ડિયર ઝિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4, 
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી) 

(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)

(તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો : https://www.facebook.com/dayashankar.mishra.54)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news