ડિયર જિંદગી : જીવનના ગાલ પર કાળું ટીલું !
સુખ વચ્ચે દુ:ખ, અસુવિધાનો અહેસાસ અને અભ્યાસ પણ જરૂરી છે. આના વગર સુખની અનુભૂતિ અધુરી છે
Trending Photos
આપણે અવારનવાર જમીન, પાણી અને જંગલને બચાવવાની ચર્ચા સાંભળીએ છે. પર્યાવરણને બચાવવા માટે કરાયેલા ‘ચિપકો’ આંદોલન તેમજ વન્ય પશુઓ પ્રત્યેના સ્નેહભર્યા પ્રયાસ અવારનવાર સામે આવે છે. આંદોલન અને રાજસ્થાનમાં વન્ય પશુઓ પ્રત્યેના સહાનુભૂતિપૂર્ણ વર્તનના કિસ્સા પ્રકાશમાં આવતા રહે છે. આ પ્રકારના પ્રયાસ પકૃતિ સાથે સહજીવનને સુંદર બનાવવા માટે જરૂરી છે. જોકે આ તમામ ચિંતાઓ વચ્ચે મનુષ્યના જીવન સાથે જોડાયેલો એક સવાલ નજરથી દૂર ચાલ્યો ગ યો છે. લોકોમાં પર્યાવરણના પ્રશ્ને સામુહિક ચેતના જોવા મળે છે પણ જીવનના સવાલ સામે વ્યક્તિ એકલી પડી જાય છે.
આ વાતને બીજી રીતે સમજીએ તો સંયુક્ત વપરાશના કોઈ મુદ્દે આપણે બધા સાથે મળીને ચિંતા કરીએ છીએ પણ જેવી ચિંતા વ્યક્તિગત થાય છે તો આપણે એને ‘અંગત’ ગણાવીને વ્યક્તિને એકલી છોડી દઈએ છીએ.
પહેલા ગાંવ અને પછી સંયુક્ત પરિવારથી 'અલગ' થયેલી વ્યક્તિ રોજ એકલી પડી રહી છે. વધતી ‘ભૌતિક’ મહત્વાકાંક્ષા તેમજ સામાજિક જવાબદારીથી સરકારની દૂરી આપણા જીવનને વધારે મુશ્કેલ બનાવે છે.
આપણે ‘લાદેલા’ સુખ અને જરૂરિયાતો તરફ એટલા આગળ વધી ગયા છે કે જીવનના મૂળભુત સુખ, સમજ , એકબીજા પ્રત્યેના સ્નેહ અને પ્રેમથી ભારે દૂર આવી ગયા છીએ. આપણા જીવનમાં દુ:ખ અને અસુવિધાનો અભ્યાસ એટલો ઓછો થઈ ગયો છે કે જીવનમાં થોડી કમી પણ આપણને ‘મૂળ’માંથી હલાવી દે છે.
આપણે આસપાસમાં જોયું હશે કે માતા નાનકડા બાળકને ‘નજર’થી બચાવવા માટે ઘણીવાર કાળું ટપકું કરી દે છે. અમારા ગામમાં આ ટપકાને ‘ટીલું’ કહેવામાં આવે છે. આમાં ‘નજર’નો અર્થ માત્ર બાળકને માત્ર દુષિત ભાવથી બચાવવાનો નથી પણ બાળકના સૌદર્યને સંતુલિત કરવાનો પણ છે.
પ્રખ્યાત લેખક શિવાજી સાવંતની કર્ણના જીવન પર આધારિત નવલકથા ‘મૃત્યુંજય’માં કુંતી કહે છે કે 'અતિ સુખ પણ સારું નથી હોતું. બાળક અતિશય સુંદર હોય તો માતા તેના ગાલ પર ટીલું લગાવી દે છે. સુખના મામલે પણ આ વાત જ છે. એના ગાલ પર પણ થોડું ટીલું હોવું જોઈએ.’
સુખ પર ‘ટીલું’ હોવાના જીવનના અર્થ એકદમ સ્પષ્ટ છે
1. સુખના જેટલા ભાગીદાર હશે એટલી એની યાત્રા અને સમય વધારે હશે.
2. સુખ વચ્ચે દુ:ખ, અસુવિધાનો અહેસાસ અને અભ્યાસ પણ જરૂરી છે. આના વગર સુખની અનુભૂતિ અધુરી છે.
3. પાણીના મહત્વ વગર તરસને સમજવાનું શક્ય નથી. તરસ લાગશે ત્યારે જરૂરિયાતની સાથેસાથે એના સ્વાદને પણ સમજી શકાય છે
ભારતમાં જે ઝડપથી આત્મહત્યાના મામલા વધ્યા છે એ પરથી લાગે છે કે તણાવ, ઉદાસી અને ડિપ્રેશનથી મોટું જીવન પર કોઈ સંકટ નથી. આ સમસ્યા જે સવાલોથી ઉભી થઈ છે એ હકીકતમાં એટલા મોટા છે જ નહીં જે જીવન પર ભારે પડી જાય. આપણે જીવનના એકલતાના રસ્તે ધકેલાઈ રહ્યા છીએ. આપણે આંતરિક રીતે 'મજબૂત અને ઉંડાણભર્યા' બનવાને બદલે ખાલી થઈ રહ્યા છીએ. આપણે સુખ જાણે સમેટાઈ ગયું છે.
આ સંજોગોમાં જેવી કોઈ અસુવિધા તેમજ સમસ્યા ઉભી થાય છે કે તરત આપણે આપણા બનાવેલા ચક્રવ્યુહમાં અટવાઈ જઇએ છીએ. આપણે જરાક અસુવિધા અને થોડાક તણાવને શેયર કરવામાં શરમ અનુભવવા લાગીએ છીએ. જીવનની આ કેવી વિડંબના છે કે આપણે કથિત રીતે ‘સોશિયલ’ મીડિયા પર તમામ સુખ અને દુ:ખના પુરાણ વાંચીએ છીએ પણ જીવનના સાચા મિત્રો અને સ્વજનો સાથે વાત શેયર નથી કરતા.
આ ખચકાટ, શર્મ, દુવિધા અને સંકોચ આપણને એકલતા તરફ ધકેલે છે જેને બાળપણમાં આપણે વડીલોના સ્નેહ અને આશીર્વાદ દૂર ધકેલી દેતા હતા. આપણે બાળપણને યાદ કરવાની કરવાને બદલે એ દિવસોનું જીવનમાં પુનરાવર્તન કરવાની જરૂર છે જેનાથી જીવનને શક્તિ, ઉર્જા તેમજ સ્નેહ મળે છે.
તમામ લેખો વાંચવા માટે કરો ક્લિક - ડિયર જિંદગી
સરનામું :
ડિયર જિંદગી (દયાશંકર મિશ્રા)
Zee Media,
વાસ્મે હાઉસ, પ્લોટ નં. 4,
સેક્ટર 16 A, ફિલ્મ સિટી, નોઇડા (યુપી)
(લેખક ઝી ન્યૂઝના ડિજિટલ એડિટર છે)
તમારા સવાલ અને સૂચનો ઇનબોક્સમાં જણાવો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે