Covid 19 ના સંકટ વચ્ચે દારુલનો ફતવો, કોરોનાને છુપાવવો બિન ઇસ્લામિક

નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લેવા માટે ગયેલા કેટલાક જમાતિઓએ કોરોના સંક્રમણ થવા અને દેશાં અલગ અલગ હિસ્સાઓમાં છુપાયેલા હોવાના સમાચારો વચ્ચે દારુલ ઉલુમ ફિરંગી મહેલ લખનઉએ એક ફતવો બહાર પાડ્યો છે. તેમાં ઇસ્લામના માનનારોઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. ફિરંગી મહલીએ ફતવા દ્વારા કહ્યું કે, કોરોનાને છુપાવવો ક્યારે પણ યોગ્ય નથી. જો લોકો મહામારીમાં પોતાની સારવાર અને ટેસ્ટ નહી કરાવે તો તે બિલ્કુલ બિનશરિયાઇ છે.ઇસ્લામમાં એક માણસનાં જીવ બચાવવા અનેક વ્યક્તિઓનાં જીવ બચાવવા સમાન છે. 
Covid 19 ના સંકટ વચ્ચે દારુલનો ફતવો, કોરોનાને છુપાવવો બિન ઇસ્લામિક

લખનઉ : નિઝામુદ્દીન મરકઝમાં ભાગ લેવા માટે ગયેલા કેટલાક જમાતિઓએ કોરોના સંક્રમણ થવા અને દેશાં અલગ અલગ હિસ્સાઓમાં છુપાયેલા હોવાના સમાચારો વચ્ચે દારુલ ઉલુમ ફિરંગી મહેલ લખનઉએ એક ફતવો બહાર પાડ્યો છે. તેમાં ઇસ્લામના માનનારોઓને કોરોના ટેસ્ટ કરાવવા માટે જણાવવામાં આવ્યું છે. ફિરંગી મહલીએ ફતવા દ્વારા કહ્યું કે, કોરોનાને છુપાવવો ક્યારે પણ યોગ્ય નથી. જો લોકો મહામારીમાં પોતાની સારવાર અને ટેસ્ટ નહી કરાવે તો તે બિલ્કુલ બિનશરિયાઇ છે.ઇસ્લામમાં એક માણસનાં જીવ બચાવવા અનેક વ્યક્તિઓનાં જીવ બચાવવા સમાન છે. 

ઉલ્લેખીય છે કે, ફતવો એવા સમયે આવ્યો છે, જ્યારે કોરોના સંકટ વચ્ચે થયેલા નિઝામુદ્દીન મરકઝમાં તબલીગી જમાતનાં આયોજન પર સવાલ ઉઠાવી રહ્યા છે. અત્યાર સુધી આવેલા તપાસ રિપોર્ટમાં લગભગ 400 જમાતિઓમાં કોરોનાની પષ્ટી થઇ છે. જ્યારે કેટલાક રિપોર્ટ્સનું આવવાનું બાકી છે. ચિંતાની વાત છે કે હજારોની સંખ્યામાં મરકઝમાં ભાગ લઇને પરત ફરેલા જમાતી દેશનાં અલગ અળગ ખુણા સુધી પહોંચી ચુક્યા છે. તેઓ ન તો પોતે સામે આવી રહ્યા છે ન તો કોરોના ટેસ્ટ કરાવવા માટે માની રહ્યા છે. 
બીજી સહારનપુરમાં દારુલ ઉલુમ દેવબંધની તરફથઈ કોરોના સંકટ અંગે મસ્જિદમાં એક સાથે માત્ર  5 લોકોનાં નમાજ પઢવાનો ફતવો બહાર પાડવામાં આવ્યો છે. ફતવા અનુસાર મસ્જિદોમાં ઇમામ સહિત પાંચ લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરતા કરતા નમાજ અદા કરે. આ ઉપરાંત તમામ લોકો પોતાનાં ઘરમાં રહીને નમાજ પઢે. ઉલેમાએ કહ્યું કે, કોરોનાને અટકાવવા માટે બનાવાયેલા કાયદા અને નિયમોનું કડકાઇથી પાલન થવું જોઇએે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news