રાશિફળ 26 જુલાઈ: આ રાશિના જાતકોને અચાનક ધનલાભ, શ્રીમહાલક્ષ્મીને ધરાવો આ પ્રસાદ

રાશિફળ 26 જુલાઈ: આ રાશિના જાતકોને અચાનક ધનલાભ, શ્રીમહાલક્ષ્મીને ધરાવો આ પ્રસાદ

આજનું પંચાંગ

તારીખ

26 જુલાઈ, 2018 ગુરૂવાર

માસ

અષાઢ સુદ ચૌદશ

નક્ષત્ર

પૂ.ષાઢા

યોગ

વૈધૃતિ

ચંદ્ર રાશી

ધન

અક્ષર

ભધફઢ

  1. આજે ગુરૂવાર છે. ગુરૂદેવની ઉપાસના કરવી અતિ શુભફળ પ્રદાન કરનારી રહેશે.
  2. બુધદેવ સવારે 10.33 વાગે વક્રી ભ્રમણનો પ્રારંભ કરશે.
  3. રવિયોગ રાત્રે 9.26 પૂર્ણ થશે અને સ્થિરયોગનો પ્રારંભ થશે.
  4. આજે શ્રીમહાલક્ષ્મીજીને અથવા પોતાના કુળદેવીને પીળી બરફીનો પ્રસાદ અવશ્ય ધરાવવો.
  5. આવતી કાલે (27 જુલાઈ) ખગ્રાસ ચંદ્રગ્રહણ છે. જે ભારતમાં દેખાશે.
  6. ચંદ્ર સંપૂર્ણપણે કાળો થઈ ગયેલો દેખાશે.
  7. ચંદ્રગ્રહણ રાત્રીના 11.54 શરૂ થશે અને 3.49 પૂરું થશે.
  8. ગ્રહણનું સૂતક 9 કલાક પહેલાથી એટલે કે બપોરે 1.54 કલાકથી પ્રારંભ થશે.
  9. ગ્રહણનો વેધ પ્રારંભ થઈ જાય ત્યારપછી ભોજન કરવાનું ટાળવું જોઈએ.
  10. પણ, જે શારીરિક રીતે અશક્ય હોય અથવા કોઈ અનિવાર્ય સંજોગો હોય તેમણે અવશ્ય છૂટછાટ લેવી.
  11. દૂધ, ઘી, તેલ, છાશ વગેરેના વાસણોમાં દાભ મૂકવો એટલે દર્ભ મૂકવો. જેથી આપણે તેનો ફરીથી ઉપયોગ કરી શકાય.
  12. ગ્રહણ બાદ જે વસ્ત્રો પહેર્યા હોય તે વસ્ત્રો પહેર્યા સાથે જ સ્નાન કરવું.
  13. ગ્રહણ દરમિયાન ઈશ્વર સ્મરણ કરવું.
  14. ગ્રહણકાળ દરમિયાન જુદા જુદા મંદિરમાં દર્શન-આરતીના સમયમાં પણ ફેરફાર થશે.
  15. ગ્રહણનો પ્રારંભ પૂર્વદિશાથી અને અંત પશ્ચિમ દિશાથી થશે
  16. ચંદ્રગ્રહણને જ્યોતિષના પરિપ્રેક્ષ્યમાં સમજાવું તો, ચંદ્ર મનનો કારક છે, જળતત્ત્વ છે, લાગણીનો કારક છે. જ્યારે ગ્રહણ થાય ત્યારે આ વાત ક્યાંક ને ક્યાંક વિપરીત પરિસ્થિતિ ધારણ કરતી હોય છે. કારણ કે ચંદ્રદેવ સ્વયં વિપરીત પરિસ્થિતિમાં છે.

ગ્રહણના અનુસંધાનમાં રાશિફળ

મેષ (અલઈ)

  • સ્નાયુનો દુઃખાવો અથવા હાડકાનો દુખાવો થાય
  • બ્લડ પ્રેશરની મુશ્કેલી થઈ શકે

કર્ક (ડહ)

  • પ્રતિપક્ષ સાથે ખાસ સુમેળ રાખવો
  • ભાગીદારી પેઢીમાં ગૂંચ ઊભી થાય

સિંહ (મટ)

  • થાક જેવું વર્તાય
  • આળસ જેવું વર્તાય

વૃશ્ચિક (નય)

  • કૌટુંબિક સંબંધોમાં તણાવ સર્જાય
  • હાથમાં પીડા અનુભવાય તેવું બને

ધન (ભધફઢ)

  • વાણી અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કરે
  • ધન વ્યય થઈ શકે છે

મીન (દચઝથ)

  • આપના માટે આરોગ્યની જાળવણી અગ્રસ્થાને રહેશે

રાશિ ભવિષ્ય (26-7-2018)

મેષ (અલઈ)

  • આજે કોઈ નવું કાર્યનો પ્રારંભ ન કરતા
  • નોકરીના સ્થળે ઉચાટ ભર્યું વાતાવરણ રહે
  • મોસાળ પક્ષ સાથે સુમેળ ભર્યું વર્તન કરવું

વૃષભ (બવઉ)

  • આજે ગૃહકંકાસ ન થાય તે ખાસ સાચવવું
  • યુવા મિત્રોને ખાસ સલાહ કે ઉશ્કેરાટમાં ક્યાંક મોટો ઝઘડો ન થાય તે જોવું
  • ભાગ્યનો સાથ મળતો જણાય છે પણ સાવચેત રહો

મિથુન (કછઘ)

  • ખોટો ફેર ન ચડી જાય તે જોજો
  • સંધ્યા સમયે પરિસ્થિતિ થોડી વિકટ બને
  • પણ, બપોર પહેલાનો સમય સાનુકૂળ છે

કર્ક (ડહ)

  • વડીલ જાતકોએ ઈશ્વર સ્મરણ વિશેષ કરવું
  • આરોગ્યની કાળજી રાખવી
  • પ્રસૂતા બહેનોએ આજે શ્રીમદ ભાગવતજીનું વાંચન કરવું

સિંહ (મટ)

  • આજે આપના માટે પ્રતિકૂળતા છે
  • પણ, ઉપાય પણ છે... આજે શિવજીને ચંદનની અર્ચા કરજો અને તેનું તિલક મસ્તક ઉપર પણ લગાવજો
  • આટલું કરજો દિવસ આનંદમાં વીતશે

કન્યા (પઠણ)

  • આજે આપને સાનુકૂળતા વર્તાય
  • જમીન-મકાનથી લાભ થાય
  • એ દિશામાં તકો ઉજળી બનતી દેખાય

તુલા (રત)

  • માતાનું આરોગ્ય જાળવવું પડશે
  • લાગણીને ઠેસ પહોંચી શકે છે
  • ઘર અને ઓફીસ બેઉ સ્થળે શાંતિ રાખવી

વૃશ્ચિક (નય)

  • કાર્ય વિલંબમાં મૂકાય તેવું બને
  • આવક જળવાઈ શકે છે
  • આરોગ્યમાં કોઈ હાનિ જોતો નથી

ધન (ભધફઢ)

  • કાર્યમાં વિલંબ થાય પણ થશે ખરું
  • સંતાન સંબંધી કાર્યોમાં સફળતા
  • બેક્ટેરીયા સંબંધી રોગથી સાચવવું

મકર (ખજ)

  • આજે ખોટો નિર્ણય ન લેવાય તે જોવું
  • અચાનક ધન લાભ પણ થઈ શકે છે
  • વાહનનું સુખ પણ દર્શાવે છે

કુંભ (ગશષસ)

  • આપનો દિકરો પરણિત હોય તો તેની પત્ની સાથે મતભેદ ન થાય તે જોવું
  • આપના બા-દાદા તરફથી લાભ થઈ શકે છે
  • ગુસ્સા ઉપર સંયમ જાળવવો

મીન (દચઝથ)

  • જ્વેલરી સેક્ટર સાથે સંકળાયેલાને લાભ
  • વિદ્યાર્થી મિત્રોએ વિશેષ સાવધાની રાખવી
  • કાર્ય જો તમે અધવચ્ચેથી નહીં છોડો તો સફળતા.
  • નકારાત્મકતા વચ્ચે પણ કાર્ય પકડી રાખજો
  • જીવનમાં પડકારોનો સામનો કરવો પડશે...

 

અમિત ત્રિવેદી 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news